________________
મોહનીય એ સાત ક્ષય થાય ત્યારે સમક્તિ-સમ્યક્ત્વ
પ્રગટે.
(૫)
૧. આત્મસ્વભાવની નિર્મળ દશા પ્રગટ થવાથી, પોતાના શુદ્ધાત્માનો
પ્રતિભાસ થાય. અખંડ જ્ઞાયકસ્વભાવની પ્રતીતિ થાય. સાચા દેવ-ગુરુ-ધર્મમાં દઢ પ્રતીતિ થાય. જીવાદિ સાત તત્ત્વોની યથાર્થ પ્રતીતિ થાય સ્વ-પરનું શ્રદ્ધાન થાય આત્મ શ્રદ્ધાન થાય, તેને સમ્યક્ત કહે છે. આ લક્ષણોથી અવિનાભાવ સહિત જે શ્રદ્ધા થાય છે, તે નિશ્ચય સમ્યગ્દર્શન છે. (તે પર્યાયનો ધારક સમ્યકત્વ (શ્રદ્ધા) ગુણ છે. સમ્યગ્દર્શન અને મિથ્યાદર્શન તેના પર્યાયી છે. સમ્યગ્દર્શન થતાં શ્રદ્ધા કેવી થાય છે ? હું આત્મા છું, મારે
રાગાદિક ન કરવા. સમ્યકત્વ-વસ્તુ યત્નસાધ્ય નથી, સહજરૂપ છે એમ કહ્યું છે - તે કેવી રીતે
(૮) સમ્યકત્વ કેમ જણાય ? માંહીથી દશા કરે ત્યારે સમ્યકત્વની ખબર એની મેળે પોતાને પડે. સત્વેવ એટલે રાગ-દ્વેષ અને અજ્ઞાન જેનાં ક્ષય થયાં છે તે. સગુરૂ કોણ કહેવાય ? મિથ્યાત્વગ્રંથી જેની છેદાઈ છે તે, સદગુરૂ એટલે નિગ્રંથ. સત્ ધર્મ એટલે જ્ઞાની પુરૂષોએ બોધેલો ધર્મ. આ ત્રણે તત્ત્વ અથાર્થ રીતે જાણે ત્યારે સમ્યત્વ થયું ગણાય. ચોથે ગુણસ્થાનકે ગ્રંથિભેદ થાય. અગિયારમેથી પડે છે તેને ઉપશમ સમ્યકત્વ કહેવાય. લોભ ચારિત્રને પાડનારો છે. ચોથે ગુણસ્થાનકે ઉપશમ અને #ાયિક બન્ને હોય. ઉપશમ એટલે સત્તામાં આવરણનું રહેવું. કલ્યાણનાં ખરેખરાં કારણો જીવને ધાર્યામાં નથી. જે શાસ્ત્રો વૃત્તિને સંક્ષેપે નહીં, વૃત્તિને સંકોચે નહીં, પરંતુ વધારે તેવા શાસ્ત્રોમાં ન્યાય કયાંથી હોય ? સમક્તિી એટલે મિથ્યાત્વ મુક્ત; કેવળજ્ઞાની એટલે ચારિત્રાવરણથી સંપૂર્ણપણે મુક્ત અને સિદ્ધ એટલે દેહાદિથી સંપૂર્ણપણે મુક્ત. જ્ઞાન એટલે આત્મા યથાતથ્ય જાણવો તે. દર્શન એટલે આત્માની યથાર્થ પ્રતીતિ થવી તે . ચારિત્ર એટલે આત્મા સ્થિર થાય છે તે. પવિત્ર પુરૂષોની કૃપાદૃષ્ટિ એજ સમ્યગ્દર્શન છે. (૯) સરાગ તથા વીતરાગના ભેદથી સમ્યકત્વ બે પ્રકારે છે. પ્રથમ, સંવેગ, અનુકંપા અને આસ્તિકય લક્ષણવાળું સરાગ સમ્યકત્વ છે, તેને વ્યવહાર સભ્યત્વ પણ કહે છે. છ દ્રવ્યોની યથાર્થ શ્રદ્ધાથી વ્યવહાર સમ્યકત્વ થાય છે. વીતરાગ ચારિત્રની સાથે રહેવાવાળું, નિજ શુદ્ધાત્માની અનુભૂતિ લક્ષણવાળું વીતરાગ સમ્યકત્વ છે, તે જ નિશ્ચય સમ્યકત્વ કહેવાય છે. નિજ શુદ્ધ સહજાત્મા જ ઉપાદેય છે એવી રૂચિરૂપ નિશ્ચય સમ્યગ્દર્શન તો ગૃહસ્થાશ્રમમાં શ્રી તીર્થંકર પરમદેવ, ભરત ચક્રવર્તી, અને રામ પાંડવાદિ મહાપુરૂષોને હોય છે. પણ ત્યાં વીતરાગ ચારિત્ર હોતું નથી. જો તેઓને વીતરાગ ચારિત્ર માનીએ તે ગૃહસ્થપણું બની શકે નહિ. આમ પ્રકારના વિરોધને કેમ ટાળવો ? સદ્દગુરૂદેવ સમાધાન કરે છે તે મહાપુરુષોને નિજ શુદ્ધ સહજાત્મા જ ગહણ યોગ્ય છે, એવી ભાવનારૂપ નિશ્ચય સમયગદર્શન તો ગૃહસ્થાશ્રમમાં હોય છે, પણ ચારિત્રમોહના ઉદયને લીધે સ્થિરતા નથી. જયાં સુધી તે સંયમ
ભાઈ ! તારો આનંદ બહારમાં ક્યાંય નથી, તારા આનંદની ધૂવખાણ તો અંદર ચિદાનંદ પ્રભ તે પોતે જ છો. અહા ! આવી પોતાની ચીજને પામવા માટે કાળલબ્ધિવશે જ્યાં સ્વભાવના રૂચિ કરે છે ત્યાં તત્કાલ જ અંતઃ પુરૂષાર્થ જાગે છે, કાળલબ્ધિ પાડે છે, ભાવિતવ્ય જે સમક્તિ પ્રગટ થવા યોગ્ય છે તે થાય છે અને ત્યારે કર્મના ઉપશમાદિ પણ થાય છે, આ પ્રમાણે પાંચ સમવાય એકી સાથે જ હોય છે. (૭) નિજ શુદ્ધાત્મ સ્વરૂપ એ જ ઉપાદેય છે એવી જે રૂચિ તે સમ્યત્વ છે. તે પણ આત્મા છે. વીતરાગ સ્વસંવેદન જ્ઞાનરૂપ સમ્યજ્ઞાન પણ આત્મા છે, કારણકે આત્મા વિના સમ્યજ્ઞાન અન્ય પદાર્થોમાં હોતું નથી. આમ નિજ શુદ્ધ પરમાત્મ સ્વભાવમાં પરમ સમરસી ભાવે પરિણમવાથી આત્મા જ મોક્ષમાર્ગ છે; અને ઉપાદેયરૂપ અતીન્દ્રિય સુખનો સાધક હોવાથી આત્મા જ ઉપાદેય છે.