________________
અને પર્યાયો સહિત, એક જ સમયે જાણનાર છે. આમ, આત્મા સર્વજ્ઞ |
સ્વભાવી છે, એમ સિદ્ધ કર્યું. સર્વ લોકના અધિપતિઓ ત્રણે લોકના સ્વામીઓ; સુરેન્દ્રો, અસુરેન્દ્રો ને
ચક્રવર્તીઓ સર્વ વિભાગે સર્વ પ્રકારે. સર્વ વિદ્ધ ચૈતન્ય પરિણમન સ્વભાવ સર્વ વિશુદ્ધ ચૈતન્ય પરિણમન સ્વભાવ
આત્માનું કર્મ છે અને તે કર્મ આકુળતાસ્વરૂપ સુખને નિપજાવે છે માટે સુખ
તે કર્મફળ છે, સુખ આત્માની જ અવસ્થા હોવાથી આત્મા જ કર્મફળ છે. સર્વ શારરૂપ બાર અંગ અને ચૌદ ર્પવનો સાર : (૧) તીર્થકર દેવની ઉપદેશવાણીમાં શિખામણમાં (૨) તે સંબંધી જાણવાના વિચારમાં અને (૩) પોતાના અખંડ સ્વભાવમાં, એમ ત્રણ પ્રકારે યથાર્થપણું જાણ્યું, તેણે સર્વ
સત શાસ્ત્રરૂપ બાર અંગ અને ચૌદ પૂર્વ જાણ્યા. યથાર્થ સ્વરૂપને માન્યું કયારે કહેવાય ? (૧) કર્મનો સંયોગ છે, છતાં નિશ્ચયથી સંબંધ અસ્પર્શી છું. (૨) શરીરના આકારનો સંયોગ છે, છતાં નિશ્ચયથી અસંયોગી શરીરના, આકાર
રહિત છું. હીનાધિક અવસ્થારૂપ પરિણમન થાય છે, છતાં નિશ્ચિયથી દરેક સમયે, એકરૂપ છું. અનંત ગુણો જુદી જુદી શક્તિ સહિત છે, પણ સ્વભાવ ભેદરૂપ નથી, હું
નિત્ય એકરૂપ અભેદ છું. (૫) રાગ-દ્વેષ-હર્ષ-શોકના ભાવ નિમિત્તાધીન થાય છે, પણ હું તે રૂપે થઈ
જતો નથી. આ પ્રમાણે પોતાના યથાર્થ સ્વરૂપને માને, ત્યારે તો વ્યવહારને આંગણે શુભરાગમાં ઊભો કહેવાય. (એવી ચિત્તશુદ્ધિ તો જીવે અનંતવાર કરી છે, પણ તે વ્યવહાર છે) વ્યવહારથી શુભરાગથી નિશ્ચય, એટલે કે સ્વભાવના ગુણ ઉઘડે નહિ, પણ શુભ કે અશુભ કોઈ ભાવ તે, હું નહિ, વ્યવહારના બધા ભેદોનો અભેદ,
સ્વભાવના જોરે પ્રથમ શ્રદ્ધામાં નિષેધ કરે, તો પરાશ્રય વિના સ્વલક્ષે અંદર ગુણમાં, એકાગ્રતાનું જોરે આપતાદ સ્વભાવના ગુણ ખીલે છે. ઉપર્યુંકત પાંચ ભાવોથી સ્વતંત્ર પૂર્ણ નિર્મળ સ્વભાવ૫ણે આત્માને, યથાર્થ માને ત્યારે નિર્મળ શ્રદ્ધારૂપ શરૂઆતનો ધર્મ એટલે સમ્યગ્દર્શન થાય છે. આવું જાણ્યું તેણે જ ખરું જિનશાસન જાયું છે. સર્વ શાત્મકાન બધા જ સ્વાયત્ત અધિકારવાળું જ્ઞાન; સર્વ અસ્તિત્વમાં રહેલું
જ્ઞાન; સર્વ અધિકારના રૂપમાં રહેલું જ્ઞાન. સર્વ સદેહની નિવૃત્તિ સર્વ શંકા-આશંકા-ભયનું છૂટવું. સર્વ સંન્યાસ :સર્વ સંગ પરિત્યાગ. સર્વ સમાધિ પત્યાકાર :સર્વ પ્રકારની સમાધિ ન રહેવી તે. સર્વ સામાન્ય ધર્મ સર્વ જીવોને માન્ય આત્માનો ધર્મ સર્વને સરખો લાગુ પડે.
સાંપ્રદાયિક ધર્મ નહિ. સર્વકક્ષ સમતોલન સર્વગ્રાહી; સર્વ શક્તિમાન; આત્મજ્યોતિ. સર્વગુણાંશ તે સામ્યત્વ:આત્માના અનંત ગુણોની પર્યાય અંશે વિકસિત થવી તેનું
નામ સર્વગુણાંશ તે સમ્યત્વ અને એ જ ધર્મનું પ્રથમ સોપાન છે. (૨) જ્ઞાન અને આનંદ આદિ અનંતગુણો, જે શક્તિરૂપે વિદ્યમાન હતા, તે પર્યાયમાં પ્રગટ થાય છે. (૩) નિજ ભગવાન આત્માનું સમ્યગ્દર્શન થતાં આત્મામાં સંખ્યામાં જેટલા ગુણો છે તે બધાનું પર્યાયમાં અંશે વ્યક્ત વેદન
આવે છે. સર્વગત સર્વમાં વ્યાપનારું (૨) સર્વવ્યાપક સર્વત્ર સર્વજ્ઞ એક જ સમયે બધું જાણનાર-દેખનાર છે. સર્વજ્ઞપહેલા સમયે જાણે
અને બીજા સામે દેખે એમ માનનારા સાદિ-અનંત કેવળજ્ઞાન-કેવળદર્શનમાં અને આદિ-અનંત કાળમાં બે ભાગલા પાડી નાખે છે, આ આખી દ્રષ્ટિ તત્વવિરુદ્ધ છે, કલ્પનામય છે. (પરમાત્મા એક જ સમયે બધું દેખે અને જાણે છે માટે સર્વજ્ઞ અને સર્વદર્શી એક જ સમયે છે.) (૨) ઇષ્ટ દેવ સર્વજ્ઞ છે. આ આત્મા પણ સ્વભાવે સર્વજ્ઞ છે. (૩) પૂર્ણ જ્ઞાન; ભૂત વર્તમાન અને ભવિષ્યનું એકી સમયે વર્તતું સંપૂર્ણ જ્ઞાન તેને સર્વજ્ઞ કહેવાય છે. (૪) ત્રણ