________________
શ્રુતશાનોપયોગ શ્રુતજ્ઞાનોપયોગ અનેકાન્તાત્મક છે. સર્વ દ્રવ્યોના જે અનેક ધર્મો તેમાં વ્યાપનારા (અર્થાત્ તેમને જાણનાર) અનેક ધર્મો ભાવશ્રુતજ્ઞાનમાં છે. આથી (એમ કહ્યું કે) આગમરૂપ ચક્ષુવાળાઓને કાંઈપણ અદશ્ય નથી. શ્રુતપ્રમાણ સાચા જ્ઞાન (૨) જે જ્ઞાનની પર્યાય દ્રવ્ય-ગુણ-પર્યાય બધાને જાણે તે શ્રુતજ્ઞાનપ્રમાણ કહેવાય. એ પ્રમાણનો એક ભાગ શુદ્ધનય છે, જે ત્રિકાળી શુદ્ધ ધ્રુવ આત્માને જુએ છે. જેનો બીજો ભાગ વ્યવહારનય છે. જે વર્તમાન પર્યાય, રગાદીને જાણે છે. જે ધ્રુવ, નિત્યાનંદ જ્ઞાયકભાવ તેને જોનાર શ્રુતજ્ઞાનના અંશને શુદ્ધનય કહે છે. એ નય એકલા શુદ્ધ ત્રિકાળીને જુએ છે તેથી શુદ્ધનય કહેવાય છે.
હવે શ્રુતપ્રમાણ છે તે પરોક્ષ પ્રમાણ છે. એમાં આત્મા પ્રત્યક્ષ ન દેખાય. જેમકેવળજ્ઞાનમાં આત્મા પ્રત્યક્ષ જણાય એમ શ્રુતજ્ઞાનમાં પ્રત્યક્ષ ન જણાય. શ્રુતજ્ઞાન પરોક્ષ પ્રમાણ છે કારણ કે ત્યાં વસ્તુને સર્વજ્ઞના આગમના વચનથી જાણી છે. વસ્તુ જે છે તે ભગવાન આત્મા એ તો અરૂપી છે, તેમાં રૂપ, રસ, ગંધ,વર્ણ નથી. તે તો અનંત ગુણોના પિંડ ચૈતન્યઘન અરૂપી છે. એ વસ્તુને સર્વજ્ઞના આગમના વચનથી જાણી છે, એટલે આગમના વચનોથી આત્મા પૂર્ણ શુદ્ધ વસ્તુ જાણઈ ચે. ત્યાં આગમ કોને કેહેવું? કે જે ત્રિકાળી આત્મા આનંદનો નાથ પ્રભુ પ્રગટ સર્વજ્ઞદશાને પ્રાપ્ત છે એની જે ૐકાર દિવ્યધ્વનિ નીકળી તેને આગમ કહે છે. અજ્ઞાનીએ કહેલાં હોય તે આગમ નહીં. સર્વજ્ઞાની વાણીને શાસ્ત્ર અથવા પરમાગમ કહેવાય છે. વસ્તુ પ્રત્યક્ષ જોઈને જાણેલી નથી પરંતુ સર્વજ્ઞના આગમથી જાણી છે કે આ જ્ઞાયક પૂર્ણ છે તે આ છે. શ્રુતજ્ઞાન પરોક્ષ કેમ છે તે સિદ્ધ કરે છે. સર્વજ્ઞના આગમથી લક્ષમાં આવ્યું કે વસ્તુ અખંડ આનંદરૂપ પૂર્ણ ચૈતન્યરૂપ છે. ગુરુ પણ સર્વજ્ઞની વાણી અનુસાર શાસ્ત્ર કહે છે. (૩) સાચા જ્ઞાન શ્રુતશનિ શ્રુતજ્ઞાનમાં ત્રણ પ્રકાર છે
(૧) સંપૂર્ણ પરોક્ષ, (૨) અંશે પરોક્ષ અને (૩) પરોક્ષ બિલકુલ નહિ પણ પ્રત્યક્ષ. (૧) શબ્દરૂપ શ્રુતજ્ઞાન છે તે પરોક્ષ જ છે, તેમજ દૂર એવાં સ્વર્ગ-નરકાદિ બાહ્ય વિષયોનું જ્ઞાન કરાવવાવાળું વિકલ્પરૂપ જે જ્ઞાન છે તે પણ પરોક્ષ છે.
૯૩૩
(૨) આપ્યંતરમાં સુખ-દુઃખના વિકલ્પરૂપ જે જ્ઞાન થાય છે તે, અથવા “હું અનંત જ્ઞાનાદિરૂપ છું' એવું જે જ્ઞાન છે તે ઈષ-પરોક્ષ છે. (ઈષત્ =કિંચિત)
(૩) જે નિશ્ચય ભાવશ્રુત જ્ઞાન છે તે શુદ્ધાત્માની સન્મુખ હોવાથી સુખસંવિત્તિ (જ્ઞાન) સ્વરૂપ છે. જે જ્ઞાન જો કે પોતાને જાણે છે તોપણ ઈન્દ્રિયો તથા મનથી ઉત્પન્ન થતા વિકલ્પોના સમૂહથી રહિત હોવાના કારણે નિર્વિકલ્પ છે, (અભેદનય) તેને ‘આત્મજ્ઞાન’” શબ્દથી ઓળખવામાં આવે છે. તે જો કે કેવળ જ્ઞાનની અપેક્ષાએ પરોક્ષ છે તો પણ છઠ્ઠાસ્થાને શ્રાયિક જ્ઞાનની પ્રાપ્તિ ન હોવાથી, ક્ષાયોપમિક હોવા છતાં તેને ‘પ્રત્યક્ષ’ કહેવામાં આવે છે.
શ્રુતસ્કંધ :આગમવાણીનો જથ્થો-ખંડ
શ્રુતસમુદ્ર ઃશ્રુતજ્ઞાનનો દરિયો, તીર્થંકરની વાણીનો સમુદ્ર, આગમ શાસ્ત્ર. શ્રુતિ વીતરાગના શ્રીમુખે શ્રવણ થઈને પરિણામ પામવું તે. (૨) જિનવાણી ભગવાનની વાણી; શાસ્ત્ર (૩) ભગવાનની વાણી, શાસ્ત્ર (૪) જિનવાણી, તીર્થકરની વાણી, શાસ્ત્ર.
શ્રોતાનું પણ જો તું જિનમતમાં પેવર્તે છે તો વ્યવહાર અને નિશ્ચયને ન છોડ. જો નિશ્ચયનો પક્ષપાતી થઈ વ્યવહારને છોડીશ તો રત્નત્રયસ્વરૂપ ધર્મ તીર્થનો અભાવ થશે. અને જો વ્યવહારનો પક્ષપાતી થઈ ઇનશ્ચયને છોડીશ તો શુદ્ધ તત્ત્વસ્વરૂપનો અનુભવ નહિ થાય. તેથી પહેલાં વ્યવહાર-નિશ્ચયને બરાબર જાણી પછી યથાયોગ્યપણે એને અંગીકાર કરવા પક્ષપાતી ન થવું એ જ ઉત્તમ શ્રોતાનું લક્ષણ છે.
પ્રશ્ન :- જે નિશ્ચય-વ્યવહારના જાણપણારૂપ ગુણ વકતાનો કહ્યો હતો તે જ શ્રોતાનો કહ્યો તેમાં વિશેષ શું આવ્યું ?
ઉત્તર ઃ- જે ગુણ વકતામાં અધિકપણે હોય તે જ શ્રોતામાં હીનતાપણે –થાડો અંશે હોય છે. એ રીતે વકતા અને શ્રોતાનું વર્ણન કર્યું.