________________
નથી, વધારાની વસ્તુ, અર્થાઉપાધિ છે, કારણ કે સૂત્ર ન હોય ત્યાં પણ જ્ઞપ્તિ તો હોય છે. માટે જો સૂત્રને ન ગણીએ તો જ્ઞતિ જ બાકી રહે છે, અને તે (જ્ઞમિ) કેવળીને અને શ્રુતકેવળીને આત્મ અનુભવમાં તુલ્ય જ છે. માટે જ્ઞાનમાં શ્રુતની ઉપાધિકૃત ભેદ નથી. (૨) મતિજ્ઞાન દ્વારા જાણવામાં આવેલ પદાર્થને વિશેષ રૂપથી જાણવો તે શ્રુતજ્ઞાન છે. (૩) સૂત્રની ક્ષતિ (જ્ઞાન) એ શ્રુતજ્ઞાન . શ્રુત= સૂત્ર (૪) મતિજ્ઞાનવડે જે અર્થને જાયો હોય તેના સંબંધથી અન્ય અર્થને જે વડે જાણીએ તે શ્રુતજ્ઞાન છે. એ શ્રુતજ્ઞાન બે પ્રકારનું છે- અક્ષરાત્મક તથા અનેક્ષરાત્મક ત્યાં જેમ “ઘટ” એ બે અક્ષર સાંળ્યા યા દીઠા તે તો મતિજ્ઞાન થયું. કવે તેના સંબંધથી ઘટ પદાર્થનું જાણવું થયું તે શ્રુતજ્ઞાન છે. એ પ્રમાણે અન્યપણ જાણવું. એ તો અક્ષરાત્મક શ્રુતજ્ઞાન છે. વળી જેમ સ્પર્શ વડે ઠંડકનું જાવું થયું તે તો મતિજ્ઞાન અને તેના સંબંધથી “આ હિતકારી નથી, અહીંથી ચાલ્યા જવું' ઈત્યાદિરૂપ જ્ઞાન થયું તે અનક્ષરાત્મક શ્રુતજ્ઞાન છે. એ પ્રમાણે અન્ય પણ સમજવું, હવે એકેનિદ્રયાદિક અસંજ્ઞી જીવોને તો અનક્ષરાત્મક જ શ્રતજ્ઞાન પણ અનેક પ્રકારથી પરાધીન જે મતિજ્ઞાન તેને આધીન હોય છે. વા અન્ય અનેક કારણોને આધીન હોય છે તેથી મહા પરાધીન જાણવું. (૫) મતિજ્ઞાનમાંથી જાણેલા પદાર્થના સંબંધથી અન્ય પદાર્થને જાણવાવાળા જ્ઞાનને શ્રુતજ્ઞાન કહે છે. (૬) આત્માની શુદ્ધ અનુભૂતિરૂપ શ્રુતજ્ઞાનને ભાવશ્રુતજ્ઞાન કહે છે. (૭) આત્માને પરોક્ષપણે પૂર્ણ જોયો એવું શ્રુતજ્ઞાન છે. (૮) જ્ઞાની પુરુષના વચનો (૯) મુખ્ય એવા જ્ઞાનીનાં વચનો (૧૦) શ્રુતજ્ઞાનના આવરણના ક્ષયોપશમથી અને મનના અવલંબનથી મૂર્ત-અમૂર્ત દ્રવ્યને અપૂર્ણપણે અંશે જાણે છે તે શ્રુતજ્ઞાન છે. (૧૧) આત્મા ખરેખર અનંત-સર્વ આત્મપ્રદેશોમાં વ્યાપક, વિશુદ્ધ જ્ઞાન સામાન્ય સ્વરૂપ છે, તે આત્મા ખરેખર અનાદિ જ્ઞાનાવરણ કર્મથી આચ્છાદિત પ્રદેશોવાળો વર્તતો થકો શ્રુતજ્ઞાનના આવરણના ક્ષયોપશમથી અને મનના અવલંબનથી મૂર્તઅમૂર્ત દ્રવ્યને વિકળપણે વિશેષતઃ અવબોધે છે તે શ્રુતજ્ઞાન છે.
૯૩૧ જે જ પૂર્વોકત આત્મા શ્રુતજ્ઞાનાવરણનો ક્ષયોપશમ હોતાં મૂર્તિ -અમૂર્ત વસ્તુને પરોક્ષરૂપે જે જાણે છે તેને જ્ઞાનીઓ શ્રુતજ્ઞાન કહે છે. જે લબ્ધિરૂપ અને ભાવનારૂપ છે તેમજ ઉપયોગરૂપ અને નવરૂપ છે. ઉપયોગ શબ્દથી અહીં વસ્તુને ગ્રહનારું પ્રમાણ સમજવું અર્થાઆખી વસ્તુને જાણનારું જ્ઞાન સમજવું અને “નય’ શબ્દથી વસ્તુના (ગુણપર્યાયરૂ૫) એક દેશને ગ્રહનારો એવો જ્ઞાતાનો અભિપ્રાય સમજવો. (અહીં એમ તાત્પર્ય ગ્રહણ કરવું કે વિશુદ્ધ જ્ઞાનદર્શન જેનો સ્વભાવ છે એવો શુદ્ધ આત્મતત્ત્વનાં સભ્યશ્રદ્ધાન-જ્ઞાન-અનુચરણરૂપ અભેદ રત્નત્રયાત્મક જે ભાવશ્રુત તે જ ઉપાદેયભૂત પરમાત્મતત્ત્વનું સાધક હોવાથી નિશ્ચયથી ઉપાદેય છે પરંતુ તેના સાધનભૂત બહિરંગ શ્રુતજ્ઞાન તો વ્યવહારથી ઉપાદેય છે.) (૧૨) નિશ્ચયનયે અખંડ-એક વિશુદ્ધ જ્ઞાનમય એવો આ આત્મા છે, શ્રુત જ્ઞાનાવરણનો ક્ષયોપશમ હતાં , મૂર્ત-અમૂર્ત વસ્તુને પરોક્ષરૂપે જે જાણે છે તેને જ્ઞાનીઓ શ્રતજ્ઞાન કહે છે. તે લબ્ધિરૂપ અને ભાવનારૂપ છે તેમજ ઉપયોગરૂ૫ અને નયરૂપ છે. ‘ઉપયોગ શબ્દથી અહીં વસ્તુને ગ્રહનારું પ્રમાણ સમજવું અર્થાત્ આખી વસ્તુને જાણનારું જ્ઞાન સમજવું અને નય શબ્દથી વસ્તુના (ગુણપર્યાયરૂ૫)એક દેશને ગ્રહનારો એવો જ્ઞાતાનો અભિપ્રાય સમજવો. (અહીં એમ તાત્પર્ય ગ્રહણ કરવું કે વિશુદ્ધજ્ઞાનદર્શન જેનો સ્વભાવ છે એવા શુદ્ધ આત્મતત્ત્વના સભ્યશ્રદ્ધાન-જ્ઞાન-અનુચરણરૂપ અભેદરત્નત્રયાત્મક જે ભાવકૃત તે જ ઉપાદેશભૂત પરમાત્મતત્ત્વનું સાધક હોવાથી નિશ્ચયથી ઉપાદેય છે પરંતુ તેના સાધનભૂત બહિરંગ શ્રુતજ્ઞાન તો વ્યવહારથી ઉપાદેય છે. (૧૩) શ્રુતજ્ઞાનાવરણનો ક્ષયોપશમ હોતાં; મૂર્ત-અમૂર્ત વસ્તુને પરોક્ષરૂપે જે જાણે છે તેને જ્ઞાનીઓ શ્રુતજ્ઞાન કહે છે. તે લબ્ધિરૂપ અને ભાવનારૂપ છે તેમ જ ઉપયોગરૂપ અને નયરૂપ છે. ઉપયોગ શબ્દથી અહીં વસ્તુને ગ્રહનારું પ્રમાણ સમજવું અર્થાત આખી વસ્તુને જાણનારું જ્ઞાન સમજવું અને નય શબ્દથી વસ્તુના (ગુણપર્યાયરૂ૫) એક દેશને ગ્રહનારો એવો જ્ઞાતાનો અભિપ્રાય સમજવો. (૧૪) મતિજ્ઞાન દ્વારા જાણવામાં આવેલા પદાર્થને