________________
વચનાત્મક દ્રવ્યશ્રુત (૭) શ્રુત એટલે સૂત્ર અને સૂત્ર એટલે ભગવાન અહંતસર્વજ્ઞ સ્વયં જાણીને ઉપદેશેલું ચાત્કાર જેનું ચિહ્ન છે એવું પૌદગલિક શબ્દબ્રહ્મ, જ્ઞમિ(એટલે શબ્દબ્રહ્મને જાણનારી જાણનક્રિયા) તે જ્ઞાન છે. શ્રુત (સૂત્ર) તો પાનનું કારણ હોવાથી જ્ઞાન તરીકે ઉપચારથી કહેવાય છે. (જેમ અન્નને પ્રાણ કહેવાય છે તેમ) આમ હોવાથી એમ ફલિત થાય છે કે સૂત્રની જ્ઞપ્તિ તે શ્રુતજ્ઞાન છે. (૮) શાસ્ત્ર પૌદ્ગલિક છે તેથી તે જ્ઞાન નથી. ઉપાધિ છે અને શ્રુતથી થતું જ્ઞાન એ પણ ઉપાધિ છે કેમ કે તે શ્રુતના લક્ષવાળું જ્ઞાન પરલક્ષી જ્ઞાન છે. પરલક્ષી જ્ઞાન ત્વને જાણી શકતું નથી. માટે તેને પણ શ્રુતની જેમ ઉપાધિ કહે છે. જેમ સૂત્ર-શાસ્ત્ર તે જ્ઞાન નથી, વધારાની ચીજ છે. ઉપાધિ છે તેમ એ શ્રુતથી થયેલ જ્ઞાન પણ વધારાની ચીજ છે.-ઉપાધિ છે. અહાહા ! શું વીતરાગની શૈલી છે. પરલક્ષી જ્ઞાનને પણ શ્રુતની જેમ ઉપાધિ કહે છે. સ્વજ્ઞાનરૂપ જ્ઞતિક્રિયાથી આત્મા જણાય છે. ભગવાનની વાણીથી આત્મા જણાતો નથી. (૯) શાસ્ત્ર જિજ્ઞાસુ જીવોને આત્માનું સ્વરૂપ સમજવામાં તે નિમિત્ત છે, તેથી મુમુક્ષુઓએ ખરા શાસ્ત્રોના સ્વરૂપનો પણ નિર્ણય કરવો જોઈએ. (૧૦) આગમશાસ્ત્ર, તેમાં સર્વજ્ઞથી આવેલી વાણી તે શ્રુતથી ગૂંથેલ સૂત્ર. એક વ્યકિતએ નિમિત્તરૂપે જે વાણી કહી તે અપેક્ષાએ આદિ કહેવાય. અને એક વ્યકિતએ કહ્યાં પહેલાં પણ આગમરૂપ શાસ્ત્રની વાણી હતી, એ અપેક્ષાએ પણ અનાદિની પ્રવાહરૂપ આગમવાણી થઈ, કેવળી =સર્વજ્ઞ, તેમનાથી ઉપદેશરૂપ નીકળેલું શાસ્ત્ર તે કેવળ જ્ઞાનીનું કહેવું આગમ અનાદિ કાળથી છે. સર્વજ્ઞ એટલે નિરાવરણ જ્ઞાની. જેનો સ્વભાવ જ્ઞાન, તેમાં ન જાણવું તેમ ન બને. આવરણ ઉપાધિ રહિત નિર્મળ , અખંડ જ્ઞાન પ્રગટ થયું તેમાં કિંચિત અજાણયું કહે નહિ જેનો સ્વભાવ જાણવું તેમાં મરહિત બેહદ જાણવું આવે. માટે જે તે નિરાવરણ જ્ઞાયક સ્વભાવ પૂરો પ્રગટ છે તેને સર્વજ્ઞપણું છે. વળી શ્રુતકેવળીએ જે સાંભળી આત્માથી અનુભવ કરી જાણ્યું, તે પરંપરા આચાર્ય દ્વારા આવેલું શ્રુતજ્ઞાન છે અને તે સર્વ શ્રુતજ્ઞાનમાં પૂરા તે ઋતકેવળી
સર્વજ્ઞા વીતરાગ દશા પ્રગટ થયા પછી જેને વાણીનો યોગ હોય તેને સર્વ અર્થ સહિત વાણી આવે છે. તેને સાક્ષાત્ ગણધરદેવ દ્વાદશાંગ સૂત્રમાં ગૂંથે છે. તે પણ અંતરમાં ભાવજ્ઞાન-ભાવશાસ્ત્રજ્ઞાનના તર્કની બહોળાઈ, તેમાં પૂરા તે છઠ્ઠસ્થ જ્ઞાની વ્હદશાંગના જાણનારા શ્રુતકેવળી કહેવાય છે. એ રીતે શાસ્ત્રની પ્રમાણના બતાવી. અને પોતાની બુદ્ધિથી કલ્પિત કહેવાનો નિષેધ કર્યો. (૧૧) વચનાત્મક દ્રવ્યશ્રુત (૧૨) જૈનોના આગમશા(બારે અંગ) વિદાન, જ્ઞાની (૧૩) સૂત્ર, સર્વજ્ઞ તીર્થંકરદેવની વાણી (૧૪) અનાદિ
અનંત પ્રવાહરૂપ આયમ, આગમશાસ્ત્ર શ્રત કેવળી :
શ્રુત અર્થાત્ અનાદિનિધન પ્રવાહરૂ૫ આગમ અને કેવળી અર્થાત્
સર્વશદેવ કહ્યા, તેમજ (૨) શ્રુત-અપેક્ષાને કેવળી સમાન એવા ગણધરદેવદિધ વિશિષ્ટ
શ્રુતજ્ઞાન ધરો કહ્યાઃ તેમનાથી સમય પ્રાભૂતની ઉત્પત્તિ કહ છે. (૨) જે જીવ નિશ્ચયથી શ્રુતજ્ઞાનવડે આ અનુભવગોચર કેવળ એક શુદ્ધ આત્માને સન્મુખ થઈ જાણે છે તેને લોકને પ્રગટ જાણનારા ઋષીશ્વરો શ્રુતકેવળી કહે છે. અંતરના ભાવશ્રુતજ્ઞાન દ્વારા પોતાના આત્માને પ્રત્યક્ષ વેદે તેને લોકને જાણનાર ઋષીશ્વરો શ્રતકળવી કહે છે. (૩) કેવળ (શુદ્ધ) આત્માને જાણનાર-અનુભવનાર શ્રુતજ્ઞાની પણ શ્રુતકેવળી કહેવાય છે. કેવળી અને શ્રુતકેવળીમાં તફાવત એટલો છે કે-કેવળી જેમાં ચૈતન્યના સમસ્ત વિશેષો એકી સાથે પરિણમે છે એવા કેવળ જ્ઞાન વડે કેવળ આત્માને અનુભવે છે અને શ્રુતકેવળી જેમાં ચૈતન્યના કેટલાક વિશેષો ક્રમે પરિણમે છે એવા શ્રુતજ્ઞાન વડે કેવળ આત્માને અનુભવે છે, અર્થાત કેવળી સૂર્યસમાન કેવળ જ્ઞાન વડે આત્માને દેખે-અનુભવે છે અને શ્રુતકેવળી દીવા સમાન શ્રુતજ્ઞાન વડે આત્માને દેખે-અનુભવે છે. આ રીતે કેવળીમાં તે શ્રુતકેવળીમાં સ્વરૂપસ્થિરતાની તરતમતારૂપ ભેદ જ મુખ્ય છે, વનું ઓછું (વધારે ઓછા પદાર્થો) જાણવારૂપ ભેદ અત્યંત ગૌણ છે. માટે ઘણું જાણવાની ઈચ્છારૂપ ક્ષોભ છોડી સ્વરૂપમાં નિશ્ચળ રહેવું