________________
બંધરહિત સમયના સારને દેખે છે. અનુભવે છે. (૩) હું કેવળ જ્ઞાન સ્વરૂપ શુદ્ધ છું અવું જે આત્મદ્રવ્યનું પરિણમન તે શુદ્ધનય. આનો અર્થ એમ છે કે ત્રિકાળી વસ્તુ જે છે તે જ જ્ઞાનમાં ખ્યાલમાં આવી તેને શુદ્ધનય કહ્યો. સાક્ષાત્ શુદ્ધનય તો કેવળજ્ઞાન થયે થાય છે. (૪) આત્માનો આશ્રય લઈને જે પર્યાય થઈ, તે પર્યાયમાં શુદ્ધ પરિણમન થયું-પર્યાયમાં શુદ્ધનું ભાન થયું પરિણમનમાં જે ધ્રુવ લક્ષમાં આવ્યો તેને શુદ્ધનય કહે છે. (૫) હું કેવળ જ્ઞાન સ્વરૂપ શુદ્ધ છું એવું જે આત્મદ્રવ્યનું પરિણમન તે શુદ્ધનય. (૬) શુદ્ધનયનો વિષય અભેદ એકરૂપ વસ્તુ છે, ત્રિકાળી શાયકને જાણનાર સમ્યગ્દર્શનનો અંશ, અભેદ એકરૂપ ત્રિકાળી ધ્રુવ ચૈતન્યવસ્તુ, છતો પદાર્થ, શાશ્વત પદાર્થ જે આત્મા તે શુદ્ધનયનો વિષય છે. અર્થાત્ આત્મા જે અનંત અનંત બેહદ શકિતઓનો પિંડ અભેદ એકરૂપ વસ્તુ છે તેનું જે લગ્ન કરે-જ્ઞાન કરે તેને શુદ્ધનય કહે છે. (૭) નિશ્ચયનય (૮) જ્ઞાનની જે પર્યાય ત્રિકાળી ધવને વિષય કરે તેને શુદ્ધનય કહે છે. એક સમયની પર્યાય સિવાયની આખી ચીજ જે સત્યાર્થ અનાદિ-અનંત શુદ્ધ અખંડ દ્રવ્ય છે તે શુદ્ધનય છે. (૯) ધ્રુવ ધ્રુવ
ચૈતન્ય શુદ્ધ-શુદ્ધ જે રાગાદિક મળ તેમજ આવરણ બન્નેથી રહિત છે એવો થસંપ્રયોગ શુભ ભકિતભાવ, અનુરંજિત ચિત્તવૃત્તિવાળી વ્યકિત શુદ્ધાત્મત્વ:શુદ્ધાત્મત્વની પ્રાપ્તિને લીધે શુદ્ધાત્મા ચૈતન્યદેવ જ્ઞાયક તેને પરભાવથી ભિન્નપણે સેવતાં -ઉપાસતાં તે “શુદ્ધ',
છે, એટલે પરદ્રવ્ય અને તેના નિમિત્તનું લક્ષ છોડી શાયક ઉપર લક્ષ કર્યું ત્યારે એણે જ્ઞાયકની ઉપાસના કરી, ત્યારે અને જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક જણાયો.
એને તે શુદ્ધાત્મા છે એમ કહેવામાં આવે છે. શુદ્ધો :શુદ્ધોપયોગીઓ શુદ્ધોપયુકત શુદ્ધ ઉપયોગમાં જોડાયેલાં શુદ્ધોપયોગ એ વીતરાગી પર્યાય છે, એ જ જૈનધર્મ છે, રોગવિનાની દશા તે
જૈનશાસન છે, અને એ જ જૈનધર્મનું રહસ્ય છે. શુદ્ધોપયોગ વડે જિનસ્વરૂપ ભગવાન આત્મામાં રમણતા કરવી, એને જાણવો-અનુભવવો અને |
૯૧૮ ભગવાને જૈનશાસન કહ્યું છે. આ જૈનસાસન પર્યાયમાં છે, દ્રવ્યમાં નહીં. આ પૂર્ણ જિનસ્વરૂપ આત્માને ગ્રહણ કરનાર શુદ્ધોપયોગ એ જ જૈનશાસન છે,
પરમેશ્વરનો માર્ગ છે. શુદ્ધોપયોગી :જેમણે નિજ શુદ્ધ આત્માદિ પદાર્થોને અને સૂત્રોને સારી રીતે
જાયાં છે, જે સંયમ અને તપ સહિત છે, જે વીતરાગ અર્થાત રાગરહિત છે અને જેમને સુખ-દુઃખ સમાન છે, એવા શ્રમણને (મુનિવરને) શુદ્ધોપયોગી
કહેવામાં આવ્યા છે. શુદ્ધોપયોગ અને શુભોપયોગ ધર્મ પરિણમેલા સ્વરૂપવાળો આત્મા જો શુદ્ધ
ઉપયોગમાં જાડાયેલો હોય તો મોક્ષના સુખને પામે છે અને જો શુભ
ઉપયોગવાળો હોય તો સ્વર્ગના સુખને (બંધને) પામે છે. શુદ્ધોપયોગરૂપ ધર્મ:
ત્રિકાળી શાયક સ્વરૂપ જે ધ્રુવ તેના અવલંબનથી શુદ્ધોપયોગરૂપ ધર્મ પર્યાયમાં પ્રગટ થાય છે. અશુદ્ધનય ભાવે બારમા ગુણસ્થાન સુધી હો, પૂર્ણ શુધ્ધતા ભલે હજી ન હો, પણ જયાં પૂર્ણાનંદ શુદ્ધને ધ્યેય બનાવી પર્યાય પ્રગટી ત્યાં શુદ્ધોપયોગરૂપ ધર્મ હોય છે. શુદ્ધ ઉપયોગ જે ત્રિકાળ છે તેને સાધન કરતાં પર્યાયમાં શુદ્ધોપયોગરૂપ ધર્મ પ્રગટ થાય છે. બારમા ગુણસ્થાનથી નીચે અશુદ્ધનયનું સ્થાન છે તોપણ શુદ્ધનું અવલંબન, શુદ્ધનું ધ્યેય, અને શુદ્ધનું સાધકપણું હોવાથી શુદ્ધોપયોગરૂપ વીતરાગી પર્યાય પ્રગટ થાય છે-અર્થાત્ ત્યાં હોય છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ વીતરાગી પર્યાય છે અને એ જ ધર્મ છે.
વીતરાગી પર્યાયનું નામ જૈન ધર્મ છે. શુદ્ધોપયોગીથી વિલક્ષણ :અશુદ્ધ ઉપયોગ-શુભ અને અશુભ શુદ્ધાત્મતત્ત્વ પ્રવૃત્તિ લાણ :શુદ્ધાત્મતત્ત્વમાં પ્રવૃત્તિ જેનું લક્ષણ છે એવી. શુનય :શુદ્ધ આત્મા. શુદ્ધપણું ૫ર નિમિત્તની અપેક્ષા રહિત, નિત્ય સ્વભાવને જોનારી નિશ્ચયદૃષ્ટિથી
દેખો તો ત્મા શુદ્ધ જ છે.