________________
સુધી પવિત્ર પછારીમાં યથાશકિત સ્વાધ્યાય કરીને રાત્રિ પૂર્ણ કરે. આ ઉપવાસ ધારણાનો દિવસ છે. તેથી બપોરના બાર વાગ્યાથી સંધ્યાકાળ સુધી ધર્મધ્યાન કરવું, પછી સામાયિક કરવું, પછી સ્વાધ્યાય કરવું, પછી શયન કરવું. યથાશકિત બ્રહ્મચર્યવ્રત નું પાલન કરવું. પછી પ્રાતઃકાળે ચાર વાગ્યે પછારી છોડીને જાગ્રત થઈ જવું. પછી શું કરવું ? પછી સવારમાં ઊઢીને તે સમયની ક્રિયાઓ કરીને પ્રાસુક અર્થાત્ જીવરહિત દ્રવ્યોથી આર્ષ ગ્રંથોમાં કહ્યા પ્રમાણે જિનેશ્વર દેવની પૂજા કરવી. સૂતા પછી ચાર વાગ્યે બ્રહ્મમુહર્તમાં જાગ્રત થઈને સામાયિક અને ભજન-સ્તુતિ વગેરે કરીને શૌચાદિ સ્નાન વગેરે કરી પ્રાસુક આઠ દ્રવ્યોથી ભગવાનની પૂજા કરવી તથા સ્વાધ્યાય વગેરે કરવા. આચાર્યોનો અભિપ્રાય અહીં પ્રાસુક દ્રવ્યોથી પૂજન કરવાનો છે તેથી જળને લવિંગ દ્વારા પ્રાસુક બનાવી લેવું જોઈએ અથવા જળ ઉકાળી લેવું જોઈએ અને તે જળથી દ્રવ્યો ધોવાં જોઈએ. ભગવાનની પૂજા માટે મોસંબી, નારંગી,સીતાફળ, શેરડી આદિ સચિત્ત વસ્તુઓ ઉપવાસના વ્રતધારીએ કદીપણ ચઠાવવી નહિ. ત્યાર પછી પૂર્વોકત વિધિથી ઉપવાસનો દિવસ અને બીજી રાત્રિ વિતાવીને પછી ત્રીજા દિવસનો અર્ધભાગ અતિશય થનાચારપૂર્વક વ્યતીત કરવો. પછી જેવી રીતે ધર્મધ્યાનથી પહેલો અર્થો દિવસ વિતાવ્યો હતો તેવી જ રીતે બીજો દિવસ વિતાવીને તથા જેવી રીતે સ્વાધ્યાય પૂર્વક પહેલી રાત્રિ વિતાવી હતી તેવી જ રીતે
૯૦૭ બીજી રાત્રિ વિતાવીને ખૂબ પ્રયત્નપૂર્વક ત્રીજો અર્થો દિવસ પણ વિતાવવો. જેવી રીતે ધારણાનો દિવસ વિતાવ્યો હતો તેવી જ રીતે પારણાનો દિવસ વિતાવવો. ધારણાથી લઈને પારણા સુધીનો સોળ પહોર સુધી શ્રાવકે સારી રીતે ધર્મધ્યાનપૂર્વક જ સમય વિતાવવો, ત્યારે જ તેનો ઉપવાસ કરવો સાર્થક છે. કારણ કે વિષય-કષાયોના ત્યાગ માટે જ ઉપવાસ વગેરે કરવામાં આવે છે. ઉપવાસ કરવાનું ફળ બતાવે છે :જેવી રીતે ઉપવાસની વિધિ બતાવી છે તેવી રીતે જ શ્રાવક સંપૂર્ણ આરંભ-પરિગ્રહનો ત્યાગ કરી સોળ પહોર વિતાવે છે તે શ્રાવકને સોળ પહોરમાં નિયમથી પૂર્ણ અહિંસાવ્રતનું પાલન થાય છે. ભાવાર્થ :- ઉપવાસ ત્રણ પ્રકારે છે. ઉત્કૃષ્ટ ઉપવાસ સોળ પહોરનો છે, મધ્યમ ઉપવાસ બાર પહોરનો છે, જઘન્ય ઉપવાસ આઠ પહોરનો છે.જેમા (૧) સાતમને દિવસે બાર વાગ્યે ઉપવાસ ધારણ કર્યો
અને નોમને દિવસે બાર વાગે પારણું કર્યું તો સોળ પહોર થયા તે ઉત્કૃષ્ટ ઉપવાસ છે. સાતમને દિવસે સંધ્યા સમયે પાંચ વાગ્યે ઉપવાસ ધારણ કર્યો અને નોમને દિવસે સવારના સાત વાગે પારણું કરે તો એ બાર પહોરનો મધ્યમ ઉપવાસ છે. જઘન્ય આઠ પહોરનો છે. એ આઠમને દિવસે સવારમાં આઠ વાગ્યે ધારણ કરવામાં આવે અને નોમને દિવસે સવારે આઠ વાગ્યે પારણું કરવામાં