________________
(૪
વિદ્યા, વ્યાપાર, લેખનકળા, ખેતી, નોકરી અને કારીગરીથી નિર્વાહ ચલાવનાર પુરુષોને પાપનો ઉપદેશ મળે એવું વચન કોઈ પણ વખતે ન બોલવું જોઈએ. વિદ્યા અર્થાત્ વૈદક-જયોતિષ કરનાર, વ્યાપાર કરનાર, લેખન કાર્ય કરનાર, ખેતી કરનાર, નોકરી ચાકરી કરનાર અને લુહાર, સોની, દરજી વગેરેનું કામ કરનારાં કાર્ય છે. તેનો કોઈને પણ ઉપદેશ આપવો ન જોઈએ. એ જ પાપોપદેશ અનર્થદંડ ત્યાગ વ્રત કહે છે. શ્રાવક ગૃહસ્થ પોતાના કુટુંબીઓને, ભાઈબંધોને, પોતાના સગાંવહાલાઓને કે જેમની સાથે પોતાનું પ્રયોજન છે તેમને તથા પોતાના આધર્મી ભાઈઓ છે તેમને તેમનો નિર્વાહ ચલાવવા માટે અવશ્ય વ્યાપાર વગેરેનો ઉપદેશ આપીને નિમિત્ત સંબંધી ચેષ્ટા કરે, પણ જેમની સાથે પાતોને કાંઈ પ્રયોજન પણ નથી તેમને ઉપદેશ ન દેવો જોઈએ. પ્રમાદચર્યા અનર્થદંડ ત્યાગ વ્રતનું સ્વરૂપ પૃથ્વી ખોદવી, વૃક્ષ ઉખાડવાં, અતિશય ઘાસવાળી જમીન કચરવી, પાણી સીંચવું વગેરે અને પત્ર, ફળ, ફૂલ તોડવા વગેરે પણ પ્રયોજન વિના ન કરવું. અર્થ-વિના પ્રયોજને પૃથ્વી ખોદવી, વૃક્ષ ઉખાડવા, ઘાસ કચરવું, પાણી સીંચવું-ઢોળવું તથા પાંદડાં, ફળ, ફૂલો
તોડવાં ઈત્યાદિ કોઈપણ કાર્ય ન કરવું. ભાવાર્થ : ગૃહસ્થ શ્રાવક પોતાના પ્રયોજનો માટે કાંઈ પણ કરી શકે
છે. પણ તેમાં પોતાને કાંઈ પણ સ્વાર્થ નથી, જેમ કે રસ્તે ચાલતાં વલસ્પતિ વગેરે તોડવી ઈત્યાદિ નકામાં કામ ન કરવાં જોઈએ. એને જ પ્રમાદચયા દંડ ત્યાગવતનું સ્વરૂપ=
છરી, વિષ, અગ્નિ, હળ,તલવાર, ધનુષ્ય આદિ હિંસાના ઉપકરણોનું વિવરણ એટલે કે બીજાને દેવું તે સાવધાનીથી છોડી દેવું જોઈએ. હિંસા કરવાના સાધનો છરી, વિષ, અગ્નિ, હળ, તલવાર, બાણ વગેરેનું દેવું પ્રયત્નપૂર્વક દૂર કરે અર્થાત્ બીજાને આપે નહિ એને જ હિંસાદાન અનર્થદંડત્યાગવત કહે છે. જે વસ્તુઓ આપવાથી હિંસા થતી હોય તે વસ્તુઓનો ઉપયોગ પોતાના માટે કરી શકે છે પરંતુ બીજાઓને કદી પણ ન આપવી. દુઃશ્રુતિ અનર્થદંડ ત્યાગવતનું સ્વરૂપ રાગ, દ્વેષ, મોહાદિને વધારનાર તથા ઘણા અંશે અજ્ઞાનથી ભરેલી દુષ્ટ કથાઓનું સાંભળવું, ધારવું, શીખવું આદિ કોઈ સમયે કદીપણ કરવું ન જોઈએ. મિથ્યાત્વસહિત રાગ-દ્વેષ, વેરભાવ, મોહ, મદાદિ વધારનાર કુકથાઓનું શ્રવણ તથા નવી કથાઓ બનાવવી, વાંચવી વગેરે કદી પણ ન કરવું એને જ દુઃશ્રુતિ અનર્થદંડ ત્યાગવ્રત કહે છે. જે કથાઓ સાંભળવાથી, વાંચવાથી શિખવવાથી વિષય આદિની વૃદ્ધિ થાય, મોહ વધે અને પોતાના તથા પરના પરિણામથી ચિત્તને સંકલેશ થાય એવી રાજકથા, ચોરકથા, ભોજનકથા, સ્ત્રીકથા ઈત્યાદિ કથાઓ કહેવી નહિ. મહાહિંસાનું કારણ અને અનેક અનર્થ ઉત્પન્ન કરનાર જુગારનો પણ ત્યાગ કરવો જોઈએ. સાત વ્યસનોમાં પહેલું અથવા બધાં અનર્થોમાં મુખ્ય સંતોષનો નાશ કરનાર માયાચારનું ઘર અને ચોરી તથા અસત્યનું સ્થાન એવા જુગારનો દૂરથી જ ત્યાગ કરવો જોઈએ.