________________
(૩) વળી હું સ્વતંત્રપણે શરીર, વાણી અને મનનું કારક (કરનારું, કર્તા) એવું અચંતનદ્રવ્ય નથી, હું કર્તા વિના પણ તેઓ ખરેખર કરાય છે, માટે તેમના કર્તાપણાનો પક્ષપાત છોડી હું આ અત્યંત મધ્યસ્થ છું.
(૪) વળી હું, સ્વતંત્રપણે શરીર, વાણી અને મનનું કારક (કરનારું, કર્તા) એવું જે અચેતન દ્રવ્ય તેનો પ્રયોજક નથી, હું કર્તા પ્રયોજક વિના પણ (અર્થાત્ હું તેમના કર્તાનો પ્રયોજક તેમનો કરાવનાર હોયા વિના પણ) તેઓ ખરેખર કરાય છે. માટે તેમના કર્તાના પ્રયોજકપણાનો (કરાવનારપણાનો) પક્ષપાત છોડી હું આ અત્યંત મધ્યસ્થ છું.
(૫) વળી હું સ્વતંત્રપણે શરીર, વાણી, મનનું કારક (કરનારું) જે અચેતન દ્રવ્ય તેનો અનુમોદક નથી, હું કર્તા અનુમોદક વિના પણ (અર્થાત્ હું તેમના કર્તાનો અનુમોદક હોયા વિના પણ) તેઓ ખરેખર કરાય છે. માટે તેમના કર્તાના અનુમોદકપણફાનો પક્ષપાત છોડી હું આ અત્યંત મધ્યસ્થ છું. શરીરી :દેહી, શરીરવાળો(અર્થાત્ આત્મા)
શરીરો :ઔદારિક શરીર, વૈક્રિયિક શરીર, તેજસ શરીર, આહારક શરીર અને કાર્યણ શરીર, એમ પાંચ પ્રકારના શરીરો છે અને બધાં પુદ્ગલદ્રવ્યાત્મક છે. શલ્ય :મુશ્કેલી, નડતર, અજંપાનું કારણ (૨) દોષો (૩) શરીરમાં ભોંકાયેલા
બાણ, કાંટા વગેરે શસ્રની માફક જે મનમાં બાધા કરે તે શલ્ય છે. અથવા આત્માને કાંટાની માફક જે દુઃખ આપે તે શલ્ય છે. (૪) શલ્યો ત્રણ છે માયાશલ્ય, નિદાનશલ્ય, અને મિથ્યાદર્શન શલ્ય. શલ્ય એટલે દંભ, ભોગની લાલ અને સત્ય ઉપર શ્રદ્ધાનો અભાવ, અથવા અસત્યનો આગ્રહ. (શલ્ય, કાંશની પેઠે જયાં સુધી શરીર-મનમાં ભોંકાતાં હોય ત્યાં સુધી શરીર-મનને સ્વસ્થ કરી દઈ આત્માને કોઈ કાર્યમાં એકાગ્ર ન થવા દેતાં હોવાથી) આ ત્રણ શબ્દોથી મહાવ્રતોનો ઘાત થાય છે. (૫) શૂળ; અડચણ; નડતર. (૬) કાંચો, શલ્યના ત્રણ પ્રકાર છ-માયા-(કપટ-પ્રપંચ), મિથ્યાત્વ(પર વસ્તુમાં સુખબુદ્ધિ) અને નિદાન (આ કામ કરવાથી મને શું લાભ મળશે તેનું ચિંતવન) (૭) શૂળ, કાંટો, તીર,બાણ, શરીરમાં પીડા કરતું-સાલનું કાંઈ, દરદ, વિઘ્ન, અડચણ, અજંપાનું કારણ. (૮) શૂળ, અડચણ, નડતર, સાલ
૮૯૮
(૯) વિઘ્ન, અડચણ, કાંટો, શૂળ, તીર, બાણ, અજંપાનું કારણ. (૧૦) નડતર, મુશ્કેલી, અજંપાનું કારણ, સાલ. (૧૧) મિથ્યાશ્રદ્ધાન, તીર, (૧૨) બાણ, કાંટો, શૂળ, દરદ, વિઘ્ન, અડચણ. (૧૩) કાંટો, કલેશ. (૧૪) મુશ્કેલી, નડતર, બાણ, તીર, શૂળ, કાંટો, સાલ, અજંપાનું કારણવ્રત ત્રણ શલ્ય રહિત હોય છે. એ ત્રણ શલ્ય માયા, મિથ્યાત્વ અને નિદાન છે, તેના અર્થ નીચે પ્રમાણે છેઃ
(૧) માયા = કુટિલતા જેના હૃદયમાં છે તેને સમ્યક્ વ્રત ન હોય, જયાં પાતાના સત્નો છળ હોય ત્યાં સમ્યક્ વિરતિ ન હોય.
(૨) મિથ્યાત્વ= પોતાનું જે સ્વભાવે હોવાપણું છે તે તેનાથી વિપરીતપણે માનવું, શુભ પરિણામ, પુણ્યાદિ જડની ક્રિયાનું કર્તૃત્વ માનવું, રાગભાવને જીવ સ્વભાવ માનવો ઈત્યાદિ પરમાં મારાપણાની ભ્રાતિ હોય-અભિપ્રાયમાં ભૂલ હોય, ત્યાં વ્રત ન હોય.
(૩) નિદાન= નિયાણું, વર્તમાનમાં કોઈ દાન, દયા, વ્રત બ્રહ્મચર્યાદિ તથા તપ આદિની ક્રિયાથી પરલોકમાં પુણ્યાદિ ફળની ઈચ્છા, ઊંડાણમાં પણ પુણ્યની મીઠાશ, દેહની સગવડતાનો ભાવ અલ્પ અંશે પણ પડયો છે, તેવું શક્ય જેને છે તે વ્રતી ન હોય.
શલાકો :શળી
શ્વત સુખ અનંત ચતુષ્ટયાત્મક નિજ ઐશ્વર્યને પામી અનંત શશ્વત સુખમય સહજાત્મસ્વરૂપે વિરાજમાન થઈ કૃતકૃત્ય થઈ જાય છે. અથવા જે જીવોને નરક, નિગોદાદિ અધોગતિનાં અનંત દુઃખમાં પડતાં ધરી રાખે, અટકાવે અને નરેન્દ્ર, અમરેન્દ્ર અને જિનેન્દ્ર જેવા ઉત્તમ સ્થાને સ્થાપે તથા પરિણામે મોક્ષનાં અનંત સુખમાં સ્થાપે તે ધર્મ શાશ્વત સુખ આપનાર છે શાબ્દપ્રમાણ દ્રવ્યશ્રુતપ્રમાણ, તીર્થંકરદેવની આગમવાણી, જિનશાસ્ર