________________
શબ્દ શ્રવણેનિદ્રયનો વિષય છે તેથી તે મૂર્તિ છે. કેટલાક લોકો માને છે તેમ શબ્દકોશનો ગુણ નથી, કારણ કે અમૂર્ત આકાશનો અમૂર્ત ગુણ ઈન્દ્રિયનો વિષય થઈ શકે નહિ. (૧) શબ્દ
શબ્દ અંધજન્ય છે. સ્કંધ પરમાણુદળનો સંધાત છે, અને તે સ્કંધો
સ્પર્શીતા-અથડાતાં શબ્દ ઉત્પન્ન થાય છે, એ રીતે તે (શબ્દ) નિયતપણે ઉત્પાદ્ય છે. શુદ્ધ પુલ સ્કંધપર્યાય છે. આ લોકમાં , બાહ્ય શ્રવણેન્દ્રિય વડે અવલંબિત, ભાવન્દ્રિય વડે જણાવા યોગ્ય એવો જે ધ્વનિ તે શબ્દ છે. જે (શબ્દ) ખરેખર સ્વરૂપે અનંત પરણાણુઓના એક સ્કંધરૂપ પર્યાય છે. બહિરંગ સાધનભૂત(બાહ્ય કારણભૂત) મહાત્કંધો દ્વારા તથા વિધ પરિણામે (શબ્દ પરિણામે) ઉપજતો હોવાથી તે અંધજન્ય છે, કારણ કે મહાત્કંધો પરસ્પર અથડાતાં શબ્દ ઉત્પન્ન થાય છે. વળી આ વાત વિશેષ સમજાવવામાં આવે છે. - એક બીજામાં પ્રવેશીને સર્વત્ર વ્યાપીને રહેલી એવી જે સ્વાભાવનિષ્પન્ન જ (પોતાના સ્વભાવથી જ બનેલી) અનંત પરમાણુમથી શબ્દયોગ્ય-વર્ગણાઓ તેમનાથી આખો લોક ભરેલો હોવા છતાં જયાં જયાં બહિરંગ કારણ સામગ્રી ઉદિત થાય છે ત્યાં ત્યાં તે વર્ગણાઓ શબ્દપણે સ્વયં પરિણમે છે, એ રીતે શબ્દ
નિયતપણે(અવશ્ય) ઉત્પાદ્ય છે, તેથી તે અંધજન્ય છે. (૨) શબ્દપણ ઈન્દ્રિયગ્રાહ્ય હોવાથી ગુણ હશે એમ શંકા ન કરવી, કારણ કે તે
(શબ્દ) વિચિત્રતાવિવિધતા) વડે વિશ્વરૂપપણું (અનેકાનેક પ્રકારપણું) દર્શાવતો હોવા છતાં તેને અનેક દ્રવ્યાત્મક પગલપર્યાય તરીકે સ્વીકારવામાં આવે છે. શબ્દને (પર્યાય નહિ માનતાં) ગુણ માનવામાં આવે તો તે કઈ રીતે યોગ્ય નથી તેનું સમાધાનઃ
પ્રથમ તો, શબ્દ અમૂર્ત દ્રવ્યનો ગુણ નથી કેમ કે ગુણ-ગુણીને અભિન્ન પ્રદેશપણું હોવાને લીધે તેઓ(ગુણ-ગુણી) એક વેદનથી વેદ્ય હોવાથી અમૂર્ત દવ્યને પણ શ્રવણેન્દ્રિયના વિષયભૂતપણું આવી પડે. બીજું શબ્દમાં પર્યાયના લક્ષણ વડે ગુણનું લક્ષણ ઉસ્થાપિત થતું હોવાથી શબ્દ મૂર્તદ્રવ્યનો ગુણ પણ નથી. પર્યાયનું લક્ષણ કદાચિત્કપણું (અનિત્યપણું) છે અને ગુણનું લક્ષણ નિત્યપણું છે, માટે (શબ્દમાં) કાદાચિત્કપણા વડે નિત્યપણું ઉત્થાપિત થતું હોવાથી (અર્થાત્ શબ્દ કોઈક વાર જ થતો હોવાથી અને નિત્ય નહિ હોવાથી) શબ્દ તે ગુણ નથી. જે ત્યાં નિત્યપણું છે તે તેને (શબ્દને) ઉત્પન્ન કરનારાં પુલોનું અને તેમના
સ્પર્ધાદિક ગુણોનું જ છે, શબ્દપર્યાયનું નહિ-એમ અતિ દઢપણે ગ્રહણ કરવું. વળી, જો શબ્દ પુદ્ગલનો પર્યાય હોય તો પૃથ્વી સ્કંધની જેમ તે સ્પર્શનાદિક ઈન્દ્રિયોનો વિષય હોવો જોઈએ અર્થાત્ જેમ પૃથ્વી સ્કંધરૂપ પુદગલપર્યાય સર્વ ઈન્દ્રિયોથી જણાય છે તેમ શબ્દરૂપ ૫ગલ પર્યાય પણ સર્વ ઈન્દ્રિયોથી જણાવો જોઈએ, (એમ તર્ક કરવામાં આવે તો) એમ પણ નથી, કારણ કે પાણી (પુલ પર્યાય હોવા છતાં ધ્રાણેનિદ્રયનો વિષય નથી, અગ્નિ (પુદ્ગલ પર્યાય હોવા છતાં ,ધ્રાણેન્દ્રિય અને રસનેન્દ્રિય, તથા ચક્ષુઈન્દ્રિયનો વિષય નથી. વળી એમ પણ નથી કે પાણી ગંધ વિનાનું છે તેથી નાકથી અગ્રાહ્ય છે) અગ્નિ ગંધ તથા રસ વિનાનો છે(તેથી નાક અને જીભથી અગ્રાહ્ય છે) અને પવન ગંધ, રસ તથા વર્ણ વિનાનો છે તેથી નાક, જીભ થતા આંખથી અગ્રાહ્ય છે) કારણ કે સર્વ પુલો સ્પૉર્શાદિ ચતુક સહિત સ્વીકારવામાં આવ્યા છે. કેમ કે જેમને સ્પર્શાદિ ચતુષ્ક વ્યકત છે એવાં
(૧) ચંદ્રકાન્તને, (૨) અરણિને, અને (૩) જવને જે પુગલો ઉત્પન્ન કરે છે તે જ પુદ્ગલો વડે
(૧) જેને ગંધ અવ્યકત છે એવા પાણીની (૨) જેને ગંધ અને રસ અવ્યકત છે એવા અગ્નિની અને