________________
વિદ્યુતયોનિ જે સર્વના દેખાવમાં આવે એવા ઉત્પત્તિસ્થાનને વિવૃત (ખુલ્લી) યોનિ કહે છે. વિવૃદ્ધિ : વિશેષ વૃદ્ધિ.
વિભાવ વ્યજૈન પર્યાય :બીજાના નિમિત્તથી, જે વ્યંજન પર્યાય હોય. જેમ કે જીવની મનુષ્ય-નારકાદિ પર્યાય
વિવર ઃબાંકુ, દર, પોલાણ, કોતર, ગુફા, ભોંયરું
વિવર્જિત :વિરકત્
વિવર્તન પરિવર્તન, પરિણમન, પલટવું (૨) વિપરિણમન, પલશે(ફેરફાર) થયા કરવો તે.
વિવર્તન પામે છે :પરિણમે છે, પલટે છે. વિવર્તરૂપ :પલટારૂપ, પરિણમનરૂપ વિવારે વ્યવહાર કરે, વહેંચી કરે, વિવેક કરે. વિવાદ ઝઘડો
વિવાસ :ગુરુઓથી ભિન્ન વાસમાં વસવું. વિવાસમાં વસતાં ઃગુરુઓથી ભિન્ન વાસમાં વસતાં.
વિવિકત શુદ્ધ, એકલું, અલગ (૨) ભિન્ન, રહિત (૩) વિવેકથી જુદા તારવેલા (અર્થાત્ હેય અને ઉપાદેયનો વિવેક કરીને વ્યવહારે ઉપાદેય તરીકે જાણેલા) (જેણે અનાદિ અજ્ઞાનનો નાશ કરીને શુદ્રદના અંશઅદનો અહીં પ્રગટ કર્યો છે.એવા વ્યવહારમોક્ષમાર્ગી(સવિકલ્પ) જીવને નિશંકતા-નિકાંક્ષા નિર્વિચિકિત્સાદિ ભાવરૂપ, સ્વાધ્યાય-વિનયાદિ ભાવરૂપ અને નિરતિચાર વ્રતાદિ ભાવરૂપ વ્યાપાર ભૂમિકાનસાર હોય છે તથા કોઈ કારણે ઉપાદેય ભાવોને (વ્યવહારે ગ્રાહ્યભાવોનો) યા થઈ જતાં અને ત્યાજય ભાવોનું ઉપાદાન અર્થાત્ ગ્રહણ થઈ જતાં તેના પ્રતિકારરૂપે પ્રાયશ્રિતાદિ વિધાન પણ હોય છે.) (૪) ભિન્ન (૫) શુદ્ધ, એકલું, અલગ (૬) શુદ્ધ અને નિર્મળ. (૭) કર્મકલંક, વિમુકત, કર્મ મળથી રહિત. (૮) નવતત્ત્વના વિકલ્પથી રહિત, શુદ્ધવસ્તુમાત્ર વિવિકતપણું :ભિન્નપણું, જુદાપણું.
૮૭૯
વિવિશ્વરૂપો :કર્મકલંકથી રહિત
વિવિકતાત્મા દ્રવ્યકર્મ અને ભાવકર્મથી રહિત ભિન્ન આત્મા. (૨) શુદ્ધ અને
નિર્મળ આત્મા.
વિવશિત :કહેવા ધારેલા
વિવિધ :ભિન્ન ભિન્ન સ્વરૂપ અસ્તિત્વ વાળાં
વિવિધાકાર પ્રતિભાસ્ય :વિવિધ આકારવાળા પ્રતિભાસના યોગ્ય
વિવિત શય્યાસન નિર્વિકાર એકાંત સ્થાનમાં શયન, આસન અર્થાત્ નિવાસ એ વિવિકત શય્યાસન છે.
વિવિસસાપરિમાણી :પુદ્ગલોનું પરિણમવું.
વિશદ :નિર્મળ, સ્પષ્ટ,વ્યકત (૨) વિસ્તારરૂપ
વિશુદ્ધ કષાયની મંદતા, શુભ ભાવ (૨) મંદકષાયરૂપ વિશુદ્ધ
વિશુદ્ધ દર્શન જ્ઞાન પ્રધાન ઃવિશુદ્ધ દર્શન અને જ્ઞાન જેમાં મુખ્ય (પ્રધાન) છે. એવા. પ્રધાન=મુખ્ય (૨) વિશુદ્ધ દર્શન અને જ્ઞાન જેમાં પ્રધાન છે એવું
(સામ્ય નામના શ્રામણ્યમાં વિશુદ્ધ દર્શન અને જ્ઞાન મુખ્ય છે. ) (૩) આત્મતત્ત્વનો સ્વભાવ વિશુદ્ધ દર્શનજ્ઞાન માત્ર છે.
વિશુદ્ધ પરિણામો ઃશુભભાવો
વિશુદ્ધતા :મંદ કષાયરૂપ છે.
વિશુદ્ધિ લબ્ધિ કષાય પાતાળ પાડયા ત્યારે તત્ત્વનો વિચાર કરવાની પાત્રતા આવી
છે.
વિશુદ્ધિ સ્થાન જે અસંખ્યાત પ્રકારે પ્રશસ્ત શુભભાવ છે તે પુદ્ગલપૂર્વક હોવાથી
પુદ્ગલ છે. સર્વ શુભભાવ પુદ્ગલની કર્મપ્રકૃતિના વિપાકપૂર્વક જ હોવાથી પુદ્ગલ છે. જેઓ કાંઈ ચૈતન્યના વિપાકભાવ નથી. ભગવાન ચૈતન્યદેવનું કાર્ય તો આનંદ અને વીતરાગી શાંતિના અંકુર ફૂટે એવું ચૈતન્યમય જ હોય છે એમાં વિશુદ્ધિસ્થાન આવતાં નથી. માટે તેઓ પુદ્ગલ જ છે. વિશુદ્ધિ સ્થાનો કષાયના વિષાકનું મંદપણું જેમનું લક્ષણ છે એવા જે વિશુદ્ધિ સ્થાનો તે બધાંય જીવને નથી. કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી આત્માની અનુભૂતિથી ભિન્ન છે.