________________
પામીને પુલ પરમાણુ કર્મ સ્કંધપણે પરિણમે છે તે બીજા પ્રકારનો વિકાર
છે.
તેમ આત્મામાં કર્મની અપેક્ષા તરફના બે પ્રકારના ભાવ થાય છે, કર્મના નિમિત્તાધીન થઈને જે ઉદયભાવ-વિકારીભાવ થાય છે તે જડ કર્મને અંધ થાય છે તેના સામે લેવો ને બીજો ભાવ ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિકભાવ થાય છે તે પરમાણુ પરમાણુભેગા થઈને વિભાવ થાય છે તેના સામો લો. તે ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક ભાવમાં કર્મના અભાવની અપેક્ષા છે તે અપેક્ષાએ તેને વિભાવ ભાવ કહ્યો છે. જેમ પુલમાં બે જાતના વિભાવ છે તેમ આત્મામાં પણ આ પ્રકારે બીજી જાતના બે વિભાવ લીધા. આત્મામાં જે બે વિભાવ ભાવ લીધા તેમાં એકમાં કર્મના નિમિત્તની હયાતીની અપેક્ષા છે અને બીજામાં કર્મના નિમિત્તના અભાવની અપેક્ષા છે. એકમાં અસ્તિની અપેક્ષા છે અને એકમાં નાસ્તિની અપેક્ષા છે. અભાવ ભાવ અપેક્ષિત છે, માટે તે ભાવ પર્યાયમાં સમાય છે, દ્રવ્ય, ગુણ અને નિરપેક્ષ કારણપર્યાય એ ત્રણે દ્રવ્યદૃષ્ટિમાં સમાય ચે. દ્રવ્યદૃષ્ટિ અને પર્યાયદષ્ટિ તે બન્ને થઈને આખું પ્રમાણ થાય છે. ઉદયભાવ, ઉપશમભાવ,
યોપશમભાવ, ક્ષાવિકભાવ, એ ચારને કોઈ ઠેકાણે શાસ્ત્રમાં વિભાવભાવ કહ્યા છે, ઉપશમભાવ, ક્ષયોપશમભાવ, ક્ષાવિકભાવને ગૌણ કરી પરની અપેક્ષા વગરનો એકલો સ્વભાવભાવ છે તેને શાસ્ત્રમાં પારિણામિક ભાવ કહ્યો છે.-જ્ઞાયકભાવ કહ્યો છે. જે પરિણમે છે તે કર્તા છે. અવસ્થામાં ઝે. બદલનારો છે તે પોતે આત્મા છે, રાગ -દ્વેષ અને વિકારીભાવે થનારો અજ્ઞાની આત્મા છે, ઉપયોગ અભાનરૂપે થઈને પરિણમ્યો છે, અંદર નિર્મળતા ભરી છે તેમાંથી પર્યાય વે છે પણ દષ્ટિ ઊંધી છે તેથી પર્યાય મલિન થઈ જાય છે, તેનો અજ્ઞાની કર્તા થાય છે. બંધ-મોક્ષ પણ વ્યવહારે છે પરંતુ પરમાર્થે તો બંધ -મોક્ષ પણ નથી, વ્યવહારનયનું જ્ઞાન કરીને શુદ્ધ દ્રવ્યાર્થિકનયને આદરણીય ગણીને શુદ્ધ દ્રવ્યાર્થિકનયના વિષય ઉપર આરૂઢ થઈને વ્યવહાર એટલે અશુદ્ધ પરિણતિનો અભાવ થાય છે.
અશુદ્ધ દ્રવ્યાર્થિક એટલે અશુદ્ધ અવસ્થા આત્મામાં થાય છે તે અપેક્ષાએ અશુદ્ધ દ્રવ્યાર્થિકનય કહી છે, તે અપેક્ષાએ આત્માને વિકારનો કર્તા પણ કહ્યો છે, વર્તમાન ઉપયોગની અવસ્થા વિકારી હોવાથી તે વસ્તુનો અંશ વસ્તુમાં ગણીને આત્માને અશુદ્ધનયે વિકારનો કર્તા કહેવામાં આવે છે, ઉપચારથી કહેવામાં આવે છે કે આત્મા અશુદ્ધ છે. ત્રણ પ્રકારના પરિણામવિકારનું કર્તા પણું હોય ત્યારે, તે અવસ્થા હોય તે વખતે કર્મના રજકણો એની મેળાએ જ કર્મરૂપે પરિણમે છે તેનો આત્મા કર્તા નથી. શુદ્ધ દ્રવ્યાર્થિકનયના વિષયમાં રાગ-દ્વેષનું કરવું કે રાગ-દ્વેષનું ટાળવું તે કાંઈ ન આવે, જો કે દ્રવ્યાર્થિકનયનો વિજય કરતાં રાગ-દ્વેષ ટળી જાય ખરા, પણ શુદ્ધ દ્રવ્યાર્થિકનયનો વિષય રાગ-દ્વેષને ટાળવાનો નથી પણ અખંડ દ્રવ્યને જ લક્ષમાં લેવાનો છે. શુદ્ધ દ્રવ્યાર્થિક એટલે શુદ્ધ દ્રવ્ય જ જેવું પ્રયોજન છે, પર્યાય જેનું પ્રયોજન નથી. પર્યાય તો પર્યાયાર્થિકનયનું પ્રયોજન છે. આ વાત ઝીણી છે પણ તેને ઓગાળવી જોઈ. આ વાત કઠણ હોય તો કમ ઓગાળવી જોઈએ, તેનો વિચાર કરે, મનન કરે, તેની અંદરથી ધગશ થવી જોઈએ. તેના ખપી થવું જોઈ ત્યારે આ વાત સમજાય તેવી છે. ગાથા ૯૦
સમયસારે. વિકાર થવાનું કારણ કર્મ સૂક્ષ્મ પરમાણું છે તેમાં બે પ્રકારે નિમિત્ત-નૈમિત્તિક
નીવડવાની અવસ્થા છે, જીવને વિકારી ભાવ કરવામાં નિમિત્ત કારણ અંદરનું દ્રવ્યકર્મ છે અને શરીર આદિ નો કર્મ બાહ્ય કારણ છે. પોતે વિકારી ભાવ કરે તો સંયોગમાં નિમિત્ત કારણનો આરોપ છે, અવિકારીભાવે પોતે સ્થિર રહે તો કર્મને અભાવરૂપે નિમિત્ત કહેવાય છે. નિમિત્તની અપેક્ષા વિના એકલો ટકી રહે તેને સ્વભાવ કહેવાય. કર્મના સંયોગ આધીન વિકારી થવા યોગ્ય અવસ્તા જીવમાં ન હોય તો ત્રણ કાળમાં વિકાર થઈ શકે નહિ પણ વિકારીપણું સ્વભાવ નથી. વિકારી થવાની યોગ્યતા તે ક્ષણિક અવસ્તા હોવાથી બદલાવી શકાય છે અને સ્વભાવ ધરૂવ એકરૂપ જ ટકી રહે છે. જયાં સુધી વિકારના નાશક સ્વભાવની પ્રતીતિ જીવ ન કરે ત્યાં સુધી વિકારનું કર્તાપણું છે. જને પુણ્યની મીઠાશ છે તે અજ્ઞાની જીવમાં જુનાં કર્મના