________________
વ્યવહાર-પરમાર્થ સ્વરૂપ તે ઘણા કાળે કોઈ પ્રકારે પણ મોક્ષનાં સાધનના
કારણભૂત થવાનો ઉપાય છે. જે જ્ઞાન કદાપિ પરમાર્થ સ્વરૂપ એવા જ્ઞાનીએ ન આપ્યું હોય, પણ તે જ્ઞાની પુરુષે સતમાર્ગ સન્મુખ આકર્ષે એવો જે જીવને ઉપદેશ કર્યો હોય તે જીવને રુચ્યો હોય તેનું જ્ઞાન તે વ્યવહાર-પરમાર્થ સ્વરૂપ
વ્યવહારભાસી :જીવને શુભભાવથી ધર્મ થાય એમ સ્વીકારે, પણ જીવના ત્રિકાળી
ધ્રુવ સ્વભાવને ન સ્વીકારે અને તેથી તે તરફ પોતાનું વલણ ન ફેરવે તે વ્યવહારાભાસી છે. તેને ક્રિયાજડ પણ કહેવામાં આવે છે. શરીરની ક્રિયાથી
ધર્મ થાય એમ માને તે તો વ્યવહારભાસથી પણ ઘણે દૂર છે. વ્યવહારભાસી ભાલ:પરાવલંબી આશ્રયભાવ. વ્યવહારભાસીનું સ્વરૂપ જીવને શુભભાવથી ધર્મ થાય એમ સ્વીકારે, પણ જીવના
ત્રિકાળી ધ્રુવ સ્વભાવને ન સ્વીકારે અને તેથી તે તરફ પોતાનું વલણ ન ફેરવે તે વ્યવહારભાસી છે. જેને ક્રિયાજડ પણ કહેવામાં આવે છે. શરીરની ક્રિયાથી
ધર્મ થાય એમ માને છે તો વ્યવહારઆભાસથી પણ ઘણે દૂર છે. વ્યવહારમાર્ગ વહેવારુ કામકાજમાં લક્ષ્ય રાખી જીવન જીવવાનો માર્ગ વ્યવહારોહામાર્ગ સમ્યગ્દર્શન -જ્ઞાન-ચારિત્ર તે મોક્ષમાર્ગ છે. ત્યાં (છ) દ્રવ્યરૂપ
અને (નવ) પદાર્થરૂપ જેમના ભેદો છે એવાં ધર્માદિના તત્ત્વાર્થશ્રદ્ધાનરૂપ ભાવ (ધર્માસ્તિકાયાદિની તસ્વાર્થપ્રતીતિરૂપ ભાવ) જેનો સ્વભાવ છે એવો શ્રદ્ધાન’ નામનો ભાવવિશેષ તે સમ્યકત્વ, તત્ત્વાર્થ શ્રદ્ધાનના સદ્ભાવમાં અંગપૂર્વગત પદાર્થોનું અવબોધન (જાણવું) તે જ્ઞાન, આચારાદિસૂત્રો વડે કહેવામાં આવેલા અનેકવિધ મુનિ-આચારોના સમસ્ત સમુદાયરૂપ તપમાં ચેષ્ટા(પ્રવર્તન) તે ચારિત્ર, આવો આ સ્વપરહેતુનું પર્યાયને આશ્રિત, ભિન્ન સાધ્ય સાધનભાવવાળા વ્યવહારનયના આશ્રયે (વ્યવહારનયની અપેક્ષાએ) અનુસરવામાં આવતો મોક્ષમાર્ગ, સુવર્ણપાષાણને લગાડવામાં આવતા પ્રદીપ્ત અગ્નિની માફક સમાહિત અંતરંગવાળા જીવને(અર્થાત્ જેનું અંતરંગ એકાગ્રસમાધિ-પ્રાપ્ત છે એવા જીવને) પદે પદે પરમ રમ્ય એવી ઉપરની શુદ્ધ ભૂમિકાઓમાં અભિન્ન વિશ્રાંતિ (અભેદરૂપ સ્થિરતા) નિપજાવતો થકો જો કે
૮૪૮ ઉત્તમ સુવર્ણની માફક શુદ્ધ જીવ કથંચિત ભિન્નસાધ્યસાધન ભાવના અભાવને લીધે સ્વયં (પોતાની મેળે) શુદ્ધ સ્વભાવે પરિણમે છે તો પણ - નિયમોક્ષમાર્ગના સાધનપણાને પામે છે. (આચાર્ય શ્રી જયસેન આચાર્યદેવકૃત ટીકામાં પંચમગુણસ્થાનવર્તી ગૃહસ્થને પણ વ્યવહાર મોક્ષમાર્ગ કહ્યો છે. ત્યાં વ્યવહાર માક્ષમાર્ગનું સ્વરૂપ નીચે પ્રમાણે વર્ણવ્યું છે.:- “વીતરાગ સર્વજ્ઞપ્રણીત જીવાદિપદાર્થો સંબંધી સભ્યશ્રદ્ધાન તેમ જ જ્ઞાનબન્ને, ગૃહસ્થને અને તપોધનને સમાન હોય છે. ચારિત્ર તપોધનને આચારાદિ ચરણગ્રંથોમાં વિહિત કરેલા માર્ગ પ્રમાણે પ્રમત્ત-અપ્રમત્ત ગુણસ્થાન યોગ્ય પંચમાહવ્રત-પંચસમિતિ-ત્રિગુમિ-વડાવશ્યકાદિરૂપ હોય છે. અને ગૃહસ્થને ઉપાસક ધ્યયનગ્રંથમાં વિહિત કરેલા માર્ગ પ્રમાણે પંચમગુણ સ્થાનયોગ્ય દાન-શીલ-પૂજા-ઉપવાસાદિરૂપ અથવા દાર્શનિકબ્રતિકાદિ અગિયાર સ્થાનરૂપ (અગિયાર પ્રતિમા રૂ૫) હોય છે. એ પ્રમાણે વ્યવહારમોક્ષમાર્ગનું લક્ષણ છે. (૨) અહીં એ ખ્યાલમાં રાખવા યોગ્ય છે કે જીવ વ્યવહાર મોક્ષમાર્ગને પણ અનાદિ અવિદ્યાનો નાશ કરીને જ પામી શકે છે, અનાદિ અવિદ્યાના નાશ પહેલાં તો (અર્ધાત્ નિશ્ચયનયનાદ્રવ્યાર્થિકનયના -વિષયભૂત શુદ્ધાત્મસ્વરૂપનું ભાન કર્યા પહેલાં તો) વ્યવહારમોક્ષમાર્ગ પણ હોતો નથી. (૩) પંચમ ગુણસ્થાનવર્તી ગ્રુહસ્થને પણ વ્યવહાર મોક્ષમાર્ગ કહ્યો છે. ત્યાં વ્યવહાર મોક્ષમાર્ગનું સ્વરૂપ નીચે પ્રમાણે વર્ણવ્યું છેઃ- વીતરાગ સર્વજ્ઞપ્રણીત જીવાદિપદાર્થો સંબંધી સમ્યક શ્રદ્ધાન તેમ જ જ્ઞાન બને, ગ્રહસ્થને અને તપોધનને સમાન હોય છે. ચારિત્ર, તપોધનોને આચારાદિ ચરણગ્રંથોમાં વિહિત કરેલા માર્ગ પ્રમાણે પ્રમત્ત-અપ્રમત્ત ગુણસ્થાન-યોગ્ય પંચમહાવ્રત-પંચ સમિતિ-ત્રિગુમિષટાક્ષકાતદિરૂપ હોય છે અને ગુહસ્થોને ઉપાસકાધ્યયનગ્રંથમાં વિહિને માર્ગ પ્રમાણે પંચમગુણસ્થાનયોગ્ય દાન-શીલ-પૂજા-ઉપવાસાદિરૂપ અથવા દાર્શનિક-વંતિકાદિ અગિયાર સ્થાનરૂપ (અગિયાર પ્રતિમારૂ૫) હોય છે. એ પ્રમાણે વ્યવહાર મોક્ષમાર્ગનું લક્ષણ છે.