________________
થથાપદવી :જયાં સુધી શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ ન થઈ હોય ત્યા સુધી ||
વ્યવહારમાર્ગમાં પ્રવૃત્ત થવું. યથાયોગ્ય જેવા જોઈ તેવ - તથારૂપ યથાર્થ રીતે અપેક્ષા સમજીને યથાર્થ તદ્દન સાચું, ઉચિત, યોગ્ય, વાજબી, વાસ્તવિક, સ્વાભાવિક (૨) નિશ્ચય
(૩) વાસ્તવિક, વાસ્તવિક રીતે, સાચું, ખરું. (૪) હોય તેવું, તદ્દન સાચું,
ઉચિત, યોગ્ય, વ્યાજબી, વાસ્તવિક, સ્વાભાવિક યથાર્થતા :પ્રમાહાતા યથાશુધ્ધ જેવો મળે તેવો યથાવિધ તે પ્રકારનું અથાત્ શરીરાદિરૂપ યથાશકિત પોતાની શકિત અનુસાર યથાસુખ મરજી મુજબ, જેમ સુખ ઉપજે તેમ, યથેચ્છપણે. (જેમને
દ્રવ્યાર્થિકનયના (નિશ્ચયનયના) વિષયભૂત શુદ્ધાત્મદ્રવ્યનું સમ્યક્ શ્રદ્ધાન કે અનુભવ નથી તેમ જ તેને માટે ઝંખના કે પ્રયત્ન નથી, આમ હોવા છતાં જેઓ નિજ કલ્પનાથી પોતાને વિષે કાંઈક ભાસ થતો કલ્પી લઈને નિશ્ચિતપણે સ્વચ્છંદપૂર્વક વર્તે છે.- જ્ઞાની મોક્ષમાર્ગી જીવોને પ્રાથમિક દશામાં આંશિક શુદ્ધિની સાથે સાથે ભૂમિકાઅનુસાર શુભ ભાવો પણ હોય છે.-એ વાતને શ્રદ્ધતા નથી. તેમને અહીં કેવળ નિશ્ચયાલંબી કહ્યા છે. મોક્ષમાર્ગ જ્ઞાની જીવોને સવિકલ્પ પ્રાથમિક દશામાં (છઠ્ઠા ગુણ સ્થાન સુધી) વ્યવહારનયની અપેક્ષાએ ભૂમિકાનુસાર ભિન્નસાધ્ય સાધનભાવ હોય છે અર્થાત્ ભૂમિકા પ્રમાણે નવ પદાર્થો સંબંધી, અંગ-પૂર્વ સંબંધી અને શ્રાવકમુનિના આચારો સંબંધી શુભ ભાવો હોય છે. આ વાત કેવળ નિશ્ચયાલંબી જીવો માનતા નથી અર્થાત(આંશિક શુદ્ધિ સાથેની) શુભભાવવાળી પ્રાથમિક દશાને તેઓ શ્રદ્ધાતા નથી અને પોતે અશુભ ભાવોમાં વર્તતા હોવા છતાં પોતાને વિષે ઉચી શુદ્ધ દશા કલ્પી લઈ સ્વચ્છંદી રહે છે.
૭૯૯ કેવળ નિશ્ચયાલંબી જીવો પુણ્યબંધના ભયથી ડરીને મંદકપાયરૂપ શુભભાવો કરતા નથી અને પાપબંધના કારણભૂત અશુભભાવોને તો સેવ્યા કરે છે. આ રીતે તેઓ પાપને જ બાંધે છે. શ્રી જયસેનાચાર્યદેવ રચિત ટીકામાં વ્યવહાર-એકાંતનું સ્પષ્ટીકરણ કર્યા પછી તુરત જ નિશ્ચય એકાંતનું નીચે પ્રમાણે સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. :વળી જેઓ કેવળ નિશ્ચયાલંબી વર્તતા થકા રાગાદિવિકલ્પરહિત પરમસમાધિ પરમસમાધિરૂપ શુદ્ધ આત્માને નહિ ઉપલબ્ધ કરતા હોવા છતાં, મુનિએ (વ્યવહારે) આચરવા યોગ્ય થઆવશ્યકાદિરૂપ અનુષ્ઠાનને તથા શ્રાવકે (વ્યવહારે) આચરવા યોગ્ય દાનપૂજારિરૂપ” અનુષ્ઠાનને દૂષણ દે છે. જેઓ પણ ઉભયભ્રષ્ટ વર્તતા થકા, નિશ્ચયવ્યવહારઅનુકાનયોગ્ય અવસ્થાંતરને નહિ જાણતા થકા પાપને જ બાંધે છે અર્થાત્ કેવળ નિશ્ચય અનુકાનરૂપ શુદ્ધ અવસ્થાથી જુદી એવી જે નિશ્ચય-અનુષ્ઠાન અને વ્યવહાર અનુકાનવાળી મિશ્ર અવસ્થા તેને નહિ જાણતા થકા પાપને જ બાંધે છે, પરંતુ જો શુદ્ધાત્માનુષ્ઠાનરૂપ મોક્ષમાર્ગને અને તેના સાધકભૂત (વ્યવહાર સાધનરૂ૫) વ્યવહારમોક્ષમાર્ગને માને, તો ભલે ચારિત્રમોહના ઉદયને લીધે શકિતનો અભાવ હોવાથી શુભ-અનુષ્ઠાન રહિત હોય તથાપિ- જો કે તેઓ શુધ્ધાત્મભાવના સાપેક્ષ શુભઅનુષ્ઠાનરત પુરુષો જેવા નથી તોપણ-સરાગ સમ્યકત્વાદિવડે વ્યવહાર સમ્યગ્દષ્ટિ છે અને પરંપરાએ મોક્ષને પામે છે.આમ નિશ્ચય-એકાંતના નિરાકરણની મુખ્યતાથી બે વાકય કહેવામાં આવ્યાં. (અહીં જે જીવોને “વ્યવહારસમ્યગ્દષ્ટિ' કહ્યા છે તેઓ ઉપચારથી સમ્યગ્દષ્ટિ છે એમ ન સમજવું. પરંતુ તેઓ ખરેખર સમ્યગ્દષ્ટિ છે એમ સમજવું તે મને ચારિત્ર-અપેક્ષાએ મુખ્યપણે રાગાદિ હયાત હોવાથી સરાગ સમ્યત્વવાળા કહીને ‘વ્યવહારસમ્યગ્દષ્ટિ' કહ્યા છે. જયારે આ જીવ આગમભાષાએ કાળલબ્ધિરૂપ અને અધ્યાત્મભાષાએ શુદ્ધાત્માભિમુખ પરિણામરૂપ સ્વસંવેદનજ્ઞાનને પ્રાપ્ત કરે છે ત્યારે પ્રથમ તો તે મિથ્યાત્યાદિ સાત પ્રકૃતિઓના ઉપશમ અને ક્ષયોપશમ વડે સરાગસમ્યગ્દષ્ટિ થાય છે.)