________________
મુનિને શુદ્ધોપયોગ :મુનિને (મુનિcોચિત) શુધ્ધોપયોગ તે અંતરંગ અથવા નિશ્ચય
પ્રયત્ન છે અને તે શુદ્ધોપયોગ દશામાં વર્તતો જે (હઠ વગરનો) દેહચેષ્ટાદિક સંબંધી શુભોપયોગ તે બહિરંગ અથવા વ્યવહાર પ્રયત્ન છે. (શુધ્ધોપયોગદશા ન હોય ત્યાં શુભોપયોગ હઠ સહિત હોય છે; તે શુભોપયોગ વ્યવહાર
પ્રયત્નપણાને પણ પામતો નથી.) મુનિના બાહ્ય અને અંતરંગ હિંગ :(૧) જન્મ સમયના રૂપ જેવું નગ્ન દિગંબર રૂપ
(૨) માથાના અને દાઢી મૂછના વાળનો લોચ કરાયેલું (૩) શુધ્ધ અકિંચન (૪) હિંસાદિરહિત અને (૫) પ્રતિકર્મ-શરીરની સજાવટ વિનાનું એવું મુનિનું બાહ્ય લિંગ હોય છે. તેમજ (૧) મૂછ (મમત્વ) અને આરંભ રહિત (૨) ઉપયોગ અને યોગની શુધ્ધિથી યુકતપણું અને (૩) પરની અપેક્ષાથી રહિત જિન દેવે કહેલું અંતરંગ
લિંગ હોય છે. મુનિની યિા:મુનિના ગુણ-મૂળ ગુણ ૨૮ છે. નિપણું ત્રણ કષાયના અભાવ સહિત જેને અંતરમાં પ્રચુર આનંદનો સ્વભાન
અનુભવ છે. અને બહારમાં જેને વસ્ત્રનો એક ધાત્રોય નથી. જંગલમાં જેનો વાસ હોય છે. એ દિગંબર સંતો સાતમે ગુણસ્થાને ઝૂલતા એ મોક્ષમાર્ગી
મુનિવરોની દશા મહા અલૌકિક હોય છે. મુનિવરો મુનિવરો મહાવ્રતની ક્રિયાને કરતાં કરતાં મોક્ષ પામે છે. એમ નહિ, પણ
તેને ઓળંગી જઈને સ્વરૂપમાં તૃપ્ત થયા થકી ઠરી જઈને પરમાનંદ દશા પામે
છે. આ વસ્તુસ્થિતિ છે. મુગ્ધ :અણસમજું; ભોળો; અણધડ; ભદ્રિક લોક મુળ :અસલી પળ અને ઉત્તર પરમ ગુરુ :મૂળ પરમગુરુ જે અહંતદેવ તથા ઉત્તર પરમ ગુરુ જે
દીક્ષાચાર્ય તેમના પ્રત્યે અત્યંત આરાધ્યભાવને લીધે આરાધ્ય એવા પરમ ગુરુ અને આરાધક એવા પોતાનો ભેદ અસ્ત થાય છે.
૩૮૯ મળ અને ઉત્તર પરમગુરુ મૂળ પરમગુરુ જે અદ્વૈતદેવ તથા ઉત્તરપરમગુરુ જે
દીક્ષાચાર્ય તેમના પ્રત્યે અત્યંની આરાધ્યભાવને લીધે આરાધ્ય એવા પરમ
ગુરુ અને આરાધક એવા પોતાનો ભેદ અસ્ત થાય છે. બળ પદ ? જીવ અને અબ્ધ એ બે મૂળ પદાર્થ છે. જીવ અને પુદ્ગલનાં
સંયોગપરિણામથી નીપજતા સાત બીજા પદાર્થો છે. જેમનું સંક્ષિપ્ત સ્વરૂપ નીચે પ્રમાણે છેઃ(૧) જીવના શુભ પરિણામ(તે પુણ્ય છે) તેમજ તે (શુભ પરિણામ)
જેનું નિમિત્ત છે એવા પુદ્ગલોનાં કર્મ પરિણામ(શુભ કર્મરૂપ પરિણામ) તે પુણ્ય છે. જીવના અશુભ પરિણામ(તે પાપ છે) તેમજ તે (અશુભ પરિણામ) જેનું નિમિત્ત છે એવા પુદ્ગલોના કર્મ પરિણામ(અશુભ કર્મરૂપ પરિણામ) તે પાપ છે. જીવના મોહરાગદ્વેષરૂપ પરિણામ(તે આશ્રવ છે) તેમ જ તે (મોહરાગદ્વેષરૂ પરિણામ) જેનું નિમિત્ત છે એવા જે યોગદ્વારા પ્રવેશતાં પુગલોના કર્મ-પરિણામ તે આસ્રવ છે. જીવના મોહરાગદ્વેષરૂપ પરિણામનો નિરોધ(તે સંવર છે) તેમ જ તે (મોહ રાગ દ્વેષરૂપ પરિણામનો નિરોધ) જેનું નિમિત્ત છે એવો જે યોગદ્વારા પ્રવેશતાં પુલોના કર્મ પરિણામનો નિરોધ તે સંવર છે. કર્મના વીયજ્ઞનું (કર્મની શકિતનું) શાતન કરવામાં સમર્થ એવો જે બહિરંગ અને અંતરંગ(બાર પ્રકારના) તપો વડે વૃદ્ધિ પામેલો જીવનો શુદ્ધોપયોગ (તે નિર્જરા છે) તેમ જ તેના પ્રભાવથી (વૃદ્ધિ પામેલા શુદ્ધોપયોગના નિમિત્તથી) નીરસ થયેલાં એવાં ઉપાર્જિત કર્મપુલોનો એકદેશ સંક્ષય તે નિર્જરા છે. જીવના મોહરાગદ્વેષ વડે સ્નિગ્ધ પરિણામ (તે બંધ છે) તેમ જ તેના (સ્નિગ્ધ પરિણામના) નિમિત્તથી કર્મપણે પરિણત પુદ્ગલોનું જીવની સાથે અળ્યોન્ય અવગાહન (વિશિષ્ટ શકિત સહિત એકક્ષેત્રાવગાહ સંબંધ) તે બંધ છે.