SearchBrowseAboutContactDonate
Page Preview
Page 777
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૭૭ એ છે કે કોઇ અગિયારમી ગાથાનો આશય ન સમજે અને એકલું અખંડ તત્ત્વ છે, અવસ્થા નથી એમ માની વ્યવહારનું જ્ઞાન ન કરે તો પુરુષાર્થ કરી શકે નહિ માટે નિશ્ચય અને વ્યવહારની અવિરોધી સંધિથી મોક્ષમાર્ગનું સ્વરૂપ બન્ને ગાથામાં સમજાવ્યું છે. આ સમજ્યા વિના વ્યવહારની પકડ કરે તો તત્ત્વની શ્રધ્ધાનો નાશ થાય, અવસ્થાના પ્રકાર ન જાણે તો મોક્ષમાર્ગનો નાશ થાય; એટલે જે કોઇ વ્યવહાર ન માનતો હોય તેને ચોખવટથી સમજાય તે માટે આ બારમી ગાથા છે. જુદાપણાનો બોધનો ઉદય (પ્રગટ) થવાથી સર્વ પર દ્રવ્યોથી છૂટી નિરાવલંબી થઇ દર્શનજ્ઞાન સ્વભાવમાં જીવ પ્રવર્તે છે. મન, વાણી, દેહ, પુણય, પાપ, રાગ વગેરે હું નથી એવી જે શ્રધ્ધા થાય ત્યારે શ્રધ્ધામાં ‘પરથી છૂટવું' થયું. અહીં તો હજી મોક્ષદશા કેમ પ્રગટ થાય તેની શ્રધ્ધા એટલે ઓળખાણ કરવાની વાત છે. (૧૭) દુઃખનો નાશ અને સુખની પ્રાપ્તિ (૧૮) પોતાના આત્માની શુધ્ધિનો પંથ-રસ્તો-માર્ગ-ઉપાય અમૃતમાર્ગ; સ્વરૂપમાર્ગ; કલ્યાણમાર્ગ. (૧૯) વસ્તુસ્થિતિ જેમ છે તેમ જાણવાપણે રહેનારો હું તો એક જ્ઞાયકભાવ માત્ર આત્મા છું-એમ પોતાને જાણવો; અનુભવવો તે મોક્ષમાર્ગ છે. (૨૦) નિજ શુધ્ધ પરમાત્મ સ્વભાવમાં પરમ સમરસીભાવે પરિણમવાથી આત્મા જ મોક્ષમાર્ગ છે, અને ઉપાદેયરૂપ અતીન્દ્રિય સુખનો સાધક હોવથી આત્મા જ ઉપાદેય છે. મોટાભાર્ગ પ્રપંથસસ્ક :મોક્ષમાર્ગનો વિસ્તાર જાણાવનારી, મોક્ષમાર્ગને વિસ્તારથી કહેનારી, મોક્ષમાર્ગનું વિસ્તૃત કથન કરનારી મોક્ષમાર્ગનું ઉત્કટ સાધન :અજ્ઞાનીને ક્રમાનુસાર તથા બળતારૂપી ઉદ્યમથી કર્મ પાકે છે અને જ્ઞાનીને તો જ્ઞાનીપણાને લીધે વર્તતા ત્રિગુપ્તપણારૂપ પ્રચંડ ઉદ્યમથી કર્મ પાકે છે; તેથી જે કર્મ અજ્ઞાની અનેક શત-સહર્ષ-કોટિ ભવો પડે, મહા કષ્ટથી, ઓળંગી જાય છે. તે જ કર્મ જ્ઞાની ઉદ્વારા માત્ર વડે જ રમતમાત્રથી જ નષ્ટ કરે છે. વળી અજ્ઞાનીને તે કર્મ, સુખ દુઃખાદિ વિકાર રૂપ પરિભ્રમણને સાથે કરીને નૂતન કર્મરૂપ સંતતિ મૂકતું જાય છે. અને જ્ઞાનને તો સુખદ:આદિ વિકારરૂપ થી પરિણમન નહિ હોવાથી તે કર્મરૂપ સંતતિ મુકતું જતું નથી. માટે આત્મજ્ઞાન જ મોક્ષમાર્ગનું સંતુટ સાધન છે. ખોણામાર્ગનું સ્વરૂપ નિરપેક્ષ, નિર્વિકારી જ્ઞાપક સ્વભાવને યર્થાય ન્યાયથી લક્ષમાં લીધો તેના જોરે વિકારનો નાશ થાય છે, પણ વિકારને લક્ષે કે નિર્મદ અવસ્થાને લો રોગનો નાશ થતો નથી. આવી શ્રધ્ધારૂપ યર્થાથ સ્વરૂપનો નિશ્ચય જેને હોય છે તેને તો વર્તમાન અવસ્થાનો બરાબર વિવેક હોય જ; છતાં અહીં વ્યવહારનો વિશેષ ખુલાસો કરવા માટે ઉપદેશમાં વ્યવહારથી કહેવું પડે કે, તું અશુભ રાગ છોડવા માટે શુભભાવનો ટેકો લે. વળી બીજો આશય | મોટામાર્ગના ભકતો આરાધકો; ઉપાસકો મોક્ષમાર્ગના વિરોધી કુદેવ, કુગુરુ અને કુશાસ્ત્રની શ્રધ્ધા, જ્ઞાન અને તે રૂ૫ આચરણ તે મિથ્યા શ્રધ્ધા-જ્ઞાન ચારિત્ર છે. અને તે દુઃખરૂપ છે. મોશાયતન:મોક્ષનું સ્થાન મોાબ :મોક્ષ નામથી કહેવાતો મોશાયતન :મોક્ષનું સ્થાન પોણાથીનું પ્રથમ કર્તવ્ય :આગમ વિના પદાર્થોનો નિશ્ચય થતો નથી, પદાર્થોના નિશ્ચય વિના અશ્રકાજનિત તરલતા, પરકર્તુત્વાભિલાષાજનિત ક્ષોભ અને પરભોકતૃત્વભિલાષાજનિત અસ્થિરતાને લીધે એકાગ્રતા થતી નથી, અને એકાગ્રતા વિના એક આત્માનાં શ્રદ્ધાન-જ્ઞાન-વર્તનરૂપે પ્રવર્તતી શુદ્ધાત્મપ્રવૃત્તિ નહિ થવાથી મુનિપણું થતું નથી. માટે મોક્ષાર્થીનું પ્રધાન કર્તવ્ય શબ્દબ્રહ્મરૂપ આગમમાં પ્રવીણતા પ્રાપ્ત કરવી તે છે. મોાથીનું પ્રથમ કર્તવ્ય :આગમ વિના પદાર્થોનો નિશ્ચય થતો નથી; પદાર્થોના નિશ્ચય વિના અશ્રધ્ધાજનિત તરલતા, પરકર્તુત્વાભિલાષાજનિત ક્ષોભ અને પરભોકતૃત્વાભિલાષાજનિત અસ્થિરતાને લીધે એકાગ્રતા થતી નથી; અને એકાગ્રતા વિના એક આત્માનાં શ્રધ્ધાન-જ્ઞાન-વર્તનરૂપે પ્રવર્તતી શુધ્ધાત્મ પ્રવૃત્તિ નહિ થવાથી મુનિપણું થતું નથી. માટે મોક્ષાર્થીનું પ્રધાન કર્તવ્ય શબ્દબ્રહ્મરૂપ આગમમાં પ્રવીણતા પ્રાપ્તિ કરવી તે છે. મૌકિતÆાળા:મોતીની માળા, મોતીનો હાર
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy