________________
કહ્યો છે. અને અહીં જીવને ત્રિકાળ શુદ્ધભાવ કહ્યો છે. આ માર્ગણાસ્થાનો વિકલ્પલક્ષણાનિ એટલે કે ભેદસ્વરૂપ જેનું લક્ષણ છે એવા છે. જેથી તે જીવનું સ્વરૂપ નથી. રાગાદિ તો જીવનું સ્વરૂપ નથી પણ ભેદજ્ઞાન પણ નિશ્ચયથી જીવ નથી. અભેદિષ્ટ થયા વિના સમ્યગ્દર્શન થતું નથી. અને તેમાં (અભેદની દૃષ્ટિ થવામાં) નિમિત્ત કે વ્યવહાર કાંઈ મદદગાર નથી.
ભાઈ! કાળ થોડો છે અને કરવાનું ઘણું છે. ત્યાં વળી જીવને બહારનો મોહ બહુ છે. બહારનો ત્યાગ જોઈને તે ખૂબ રાજી થઈ જાય છે. પણ તે બહારનો ત્યાગ આત્મામાં છે કયાં ? અહીં તો કહે છે કે જ્ઞાનના ભેદ આત્માં માં નથી તો એ સઘળા બાહ્ય ક્રિયાકાંડ વસ્તુમાં કયાંથી હોય ? ત્યારે આકરી વાત, ભાઈ ! પ્રથમ મિથ્યાત્વ ના ત્યાગ વિના બીજો ત્યાગ હોઈ શકે જ નહિ. એ મિથ્યાત્વના ત્યાગ માટે શું છોડવું ? જો કહે છે કે નિમિત્તને, રાગને અને ભેદને દૃષ્ટિમાંથી છોડવાં, અને અભેદ એકરૂપ નિર્મળનંદસ્વરૂપ ભગવાન આત્માની દૃષ્ટિ કરવી. ઊર્વજ્ઞ પરમેશ્વરે આજ માર્ગ કહ્યો છે. (૮) સંયમ
સંયમ એટલે ચારિત્રની વાત કરે છે. સંયમના પણ ભેદો જીવને નથી કેમ કે તે પુદ્ગલ પરિણામ છે. આત્મા શુદ્ધ જ્ઞાયકભાવ ત્રિકાળ એકરૂપ છે, તેમાં સંયમના ભેદ કેવા ? ભેદના લો તો રાગ થાય છે. માટે એભેદમાં ચારિત્રના ભેદો પાડવા એ પુદ્ગળનાં પરિણામ છે. ચારિત્ર પર્યાય છે અને ચારિત્ર ત્રિકાળી ગુણ પણ છે. એ ત્રિકાળી ચારિત્ર ગુણના ભેદ પર્યાયમાં ભાસવા તે વિકલ્પનું કારણ છે. તેથી ભેદને પુદ્ગલના પરિણામ કહ્યા છે.
જેને સમ્યગ્દર્શન હોય, જેને અભેદની દૃષ્ટિ થઈ હોય તેને જ શુભભાવમાં અશુભ રાગ ઘટે છે. પણ જેને વસ્તુની દષ્ટિ થઈ નથી, જે ચૈતન્યનિધાન છે તે નજરમાં આવ્યું નથી, તે જીવને શુભભાવ વખતે અશુભ ભાવ ઘટયાં જ નથી. શુભાશુભભાવરહિત શુદ્ધ ચૈતન્યવસ્તુને જાણ્યા વિના શુભભાવ વખતે અશુભ ઘટે એમ ત્રણકાળમાં બનતું નથી કેમ કે તેને મિથ્યાત્વ તો આખું પડયું છે. ભાઈ ત્રિકાળી પૂર્ણ આનંદના નાથને જેણે અનુભવમાં લીધો છે તેને શુભભાવ વખતે અશુભ ઘટે છે અને તે ક્રમે ક્રમે રાગ ઘટીને નાશ થઈ
૫૫
જાય છે. આહાહા! જેમાં રાગ નથી, ભવના ભાવ નથી, અપૂર્ણતા નથી એવા પૂર્ણ સ્વભાવમય શુદ્ધ ચૈતન્ય ભગવાનના નિધાનને જોયુ છે તેને શુભભાવ વખતે અશુભ ઘટે છે અને તે શુદ્ધ ચૈતન્યવસ્તુના આશ્રયે શુભભાવને પણ ઘટાડીને ક્રમે કરી સ્વાશ્રયની પૂર્ણતા કરી મુકિત પામશે. (૯) દર્શન
ચક્ષુ, અક્ષુિ, અવધિ અને કેવળ દર્શન એવા દર્શનનાં જે ભેદસ્થાનો છે તે વસ્તુમાં-ત્રિકાળી શુદ્ધ જીવદ્રવ્યમાં નથી એમ કહે છે.શદ્ર વસ્તુ તો પરમ પવિત્ર છે. પરંતુ પર્યાયમાં જે અશુદ્ધતા થાય છેતે પોતાના ઊંધા પુરુષાર્થથી થાય છે, કર્મને લઈને નહિ. પોતે રાગમાં રોકયો છે તે કર્મને કારણે નહિ પણ પોતાની જ ભૂલના કારણે રોકાયો છે.
(૧૦) લેશ્યા
કૃષ્ણ, નીલ, કાપોત,પીત,પદ્મ અને શુકલ એમ જે લેશ્યાના ભેદો છે તે વસ્તુમાં શુદ્ધ જીવદ્રવ્યમાં નથી.
(૧૧) ભવ્ય
વળી ભવ્ય, અભવ્ય એવા ભેદ જીવને નથી. ભવ્ય-અભવ્યપણું તો પર્યાયમાં છે. ચૈતન્યસ્વભાવી વસ્તુમાં ભવ્ય-અભવ્યપણાના ભેદ નથી. તેથી જ ભવ્ય હો કે અભવ્ય, વસ્તુપણે શુદ્ધ હોવાથી પ્રત્યેક જીવ સમાન છે. (૧૨) સમ્યક્ત્વ
ક્ષાયિક, ઉપશમ અને ક્ષયોપશમ એવા જે સમકિતના ભેદો છે તે જીવને નથી, સમ્યગ્દર્શનનો વિષય જે અખંડ ધ્રુવ આત્મદ્રવ્ય છે તેમાં સમ્યગ્દર્શનના ભેદો નથી. બહુ ઝીણું ભાઈ પ્રભુ ! તને પરમાત્મા બનાવવો છે ને ? તું દ્રવ્યસ્વભાવથી તો પરમાત્મા છે જ, પરંતુ પર્યાયમાં પરમાત્મા બનાવવો છે, હોં ! ભાઈ! તું એવા અભેદ પરમાત્મસ્વરૂપે છો કે તેમાં ગુણભેદ કે પર્યાયભેદ નથી અને એવી અભેદષ્ટિ થતાં તું અલ્પકાળમાં પર્યાયમાં પણ પરમાત્માપદ પામીશ-અહીં ભેદનું લક્ષ છોડાવવા ઉપશમ, ક્ષયોપશમ અને જ્ઞાયિક એવા સમકિતના ભેદો પરમાત્માસ્વભાવમાં નથી એમ કહ્યું છે. એક સમયમાં પૂર્ણ જ્ઞાનરસકંદ શુદ્ધ ચૈતન્યઘનવસ્તુનો ચૈતન્ય-ચૈતન્ય-ચૈતન્ય.. એવો ત્રિકાળી