SearchBrowseAboutContactDonate
Page Preview
Page 747
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪૭ મહામુનિઓની પ્રવૃત્તિ રત્નત્રયરૂપ પદવીને પ્રાપ્ત થયેલા જે મહામુનિઓ છે તેમની રીત લોકનીતિને મળતી આવતી નથી. તે જ કહીએ છીએ. લોકો પાપક્રિયામાં આસક્ત થઈ પ્રવર્તે છે, મુનિ પાપ ક્રિયાનું ચિંતવન પણ કરતા નથી. લોકો અનેક પ્રકારે શરીરની સંભાળ રાખે, પોષે છે, મુનિ અનેક પ્રકારે શરીરને પરીષહ ઉપજાવે છે. અને પરી પણ સહે છે. વળી લોકોને ઇન્દ્રિયવિષયો બહુ મીઠા લાગે છે, મુનિ વિષયોને હળાહળ ઝેર સમાન જાણે કારણ તેઓ અલ્પકાળમાં જ સયોગીપદ તજી અયોગી થઇ સિધ્ધપદ પામવાના છે, અને પરમ કૃતાર્થ થઇ જગત શિરોમણિ બની લોકાગ્રે જઇ વિરાજિત થવાના છે. અભિનંદન હો તે સદા જયવંત એવા પરમાત્મપદને માનવપણું વિદ્વાનો કોને કહે છે? જેનામાં વિવેક બુધ્ધિ એટલે આ સત્ય છે, આ અસત્ય છે એમ નિર્ણય કરવારૂપ વિવેકબુધ્ધિ પ્રગટી હોય; છ દ્રવ્ય, નવ તત્ત્વ, એમાં પરમ તત્ત્વ શુધ્ધ આત્મા છે તે આત્મામાં લીનતા કરવા માટે પાંચ મહાવ્રત વગેરે ઉત્તમ આચાર પાળીને અને સમ્યગ્દર્શન જ્ઞાન-ચારિત્રરૂપ સદધર્મનું સેવન કરી જેઓ અનુપમ મોક્ષ સુખને પામે છે તેઓ ખરા માનવ કહેવાય છે. મોક્ષમાર્ગમાં પ્રવૃતિ કરે તે માનવ. મહાભાગ્ય :મહા પુરુષાર્થ મહાભગીરથ :મહા પ્રયત્ન મહાભાગ:મહા પવિત્ર, મહા ગુણિયલ, મહા ભાગ્યશાળી. મોક્ષને માટે નિત્ય ઉદ્યમ કરનારા મહાપવિત્ર ભગવંતોને (મોક્ષમાર્ગી જ્ઞાની જીવોને) નિરંતર શુદ્ધ દ્રવ્યાર્થિકનયના વિષયભૂત શુદ્ધાત્મસ્વરૂપનું સમ્યક્ અવલંબન વર્તતું હોવાથી તે જીવોને તે અવલંબનની તરતમતા પ્રમાણે સવિકલ્પ દશામાં ભૂમિકાનુસાર શુદ્ધ પરિણતિ તેમજ શુભપરિણતિનો યથોચિત સુમેળ (હઠ વિના) હોય છે તેથી તે જીવો આ શાસ્ત્રમાં જેમને કેવળ નિશ્ચયવાલંબી કહ્યા છે એવા કેવળ નિશ્ચયાવલંબી નથી તેમજ જેમને કેવળ વ્યવહારલંબી કહ્યા છે એવા કેવળવ્યવહારલંબી નથી. (૨) મહાપવિત્ર, મહા ગુણિયલ, મહા ભાગ્યશાળી. (મોક્ષને માટે નિત્ય ઉદ્યમ કરનારા મહાપવિત્ર ભગવંતોને (મોક્ષમાર્ગી જ્ઞાની જીવોને) નિરંતર શુદ્ધ દ્રવ્યાર્થિકનયના વિષયભૂત શુદ્ધાત્મ સ્વરૂપનું સમ્યક અવલંબન વર્તતું હોવાથી તે જીવોને તે અવલંબનની તરતમતા પ્રમાણે સવિકલ્પ દશામાં ભૂમિકાનુસાર શુદ્ધ પરિણતિ તેમ જ શુભપરિણતિને યથોચિત સુમેળ (હઠ વિના) હોય છે તેથી તે જીવો આ શાસ્ત્રમાં જેમને કેવળ નિશ્ચયાવલંબી કહ્યા છે એવા કેવળ નિશ્ચયાવલંબી નથી તેમ જ જેમને કેવળ વ્યવહારવલંબી કહ્યા છે એવા કેવળ વ્યવહારવલંબી નથી.) (૩) મહાભાગ્યવંત; મધ્યમપાત્ર લોકોને પોતાની પાસે માણસોનો સંગ-સમુદાય ગમે છે. મુનિ બીજાનો પણ સંયોગ થતા ખેદ માને છે. લોકોને વસ્તી ગમે છે, મુનિને નિર્જન સ્થાન સારું લાગે છે. કયા સુધી કહીએ? મહા મુનીશ્વરોની રીત લોકોના રીતથી ઊલટારૂપે હોય છે. કેવી છે મુનીશ્વરોની પ્રવૃત્તિ? પાપક્રિયા સહિતના આચારથી પરાડમુખ છે. જેમ શ્રાવકનો આચાર પાપક્રિયાથી મિશ્રિત છે તેમ મનીશ્વરોના આચારમાં પાપનો મેળાપ નથી અથવા કર્મભનિત ભાવમિશ્રિત જે આચરણ તેમા પરાડમુખ છે. કેવળ નિજસ્વરૂપને અનુભવે છે. તે માટે એકાંત વિરતિરૂપા એટલે સર્વથા પાપક્રિયાના ત્યાગ સ્વરૂપ છે. અથવા એક નિજ સ્વભાવના અનુભવ વડે સર્વથા પરદ્રવ્યોથી ઉદાસીન સ્વરૂપ છે. રત્નત્રયના ધારક મહામુનિઓની એવી પ્રવૃત્તિ છે. મહામહા વિકટ અત્યંત મુશ્કેલ; કઠિન મહામાન :બહુમાન મહારત્ન :જગતનાં જડ રત્નોની તો ધર્મમાં કાંઇ કિંમત નથી. હવે આત્મામાં મોક્ષનાં કાણરૂપ ત્રણ રત્નો-સમ્મદર્શન-જ્ઞાનચારિત્ર તેનું ફળ કેવળ જ્ઞાનાદિ ચતુષ્ટય-તે મહારત્ન અનંતી કેવળજ્ઞાન પર્યાયરૂપે હવે પરિણમવાની જેની તાકાત એવો જ્ઞાન ગુણ તે મહા-મહારત્ન અને અનંત ગુણ રત્નોથી ભરેલો ચૈતન્યસમુદ્ર તે તો મહા-મહામહારત્ન
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy