________________
કેવળીને તે હોતાં નથી. કેમ કે ભગવાન પરમ વીતરાગ છે. ભાઈ, દેવગુરુ પ્રત્યેનો પ્રેમ-ભક્તિ-વાત્સલ્ય એ કાંઈ ધર્મ નથી, પણ શુભરાગ
છે, ને તે પુણ્યબંધનું કારણ છે. આવો વીતરાગનો મારગ છે. પ્રશ્ન :- પ્રશસ્ત રાગ ને મોહમાં શું ફેર ? સમાધાન : એ તો એનું એ છે. શ્રમણ સંઘ પ્રત્યે વાત્સલ્ય સંબંધી મોહ એમ
છે ને ? અહીં મોહ શબ્દથી પર તરફ સાવધાની જાય છે એટલું કહેવું
(૩) ત્રીજો પ્રકાર : યતિ. ઉપશમક અથવા ક્ષપક શ્રેણિમાં આરુઢ શ્રમણ તે
યતિ છે ! અહા ! શ્રમણ આત્માની જનતામાં ચઢયા છે તે યતિ છે. ને તેમના પ્રત્યે પ્રેમ-વાત્સલ્ય તે મોહ છે. હવે યતિ પણ બીજા પ્રત્યે પ્રેમ કરતા નથી. તેઓ શ્રેણિમાં આરૂઢ છે ને ? અંદર ધ્યાનમાં છે, આત્માની સ્થિરતામાં રમે છે. જેથી તેમને બીજા પ્રત્યે પ્રેમ નથી. તો પછી કેવળીને બીજા પ્રત્યે પ્રેમ કેવો ? અહા ! એક-એક વાતમાં બીજી
કેટલી વાત ભરી છે? (૪) ચોથો પ્રકાર : અણગાર. અને સામાન્ય સાધુ તે અણગાર છે. પ્રશ્ન : સામાન્ય સાધુ એટલે ? સમાધાન : જે છઠ્ઠા-સાતમા ગુણસ્થાનમાં બિરાજમાન છે, ને જેમને કોઈ
ઋદ્ધિ પ્રગટી નથી, જે અવધિજ્ઞાન, મન:પર્યય જ્ઞાન વા કેવળ જ્ઞાનથી રહિત છે તથા ઉપશમક કે ક્ષેપક શ્રેણિ વિનાના છે તે સામાન્ય સાધુ એમ અર્થ છે પણ સામાન્ય સાધુ એટલે જૈન સિવાયના આ બધાય
સાધુ એમ નહિ, થતા જૈનોના નામે ભેખ ધારીને બેઠા છે એય નહિ. શ્રમણના ચાર ભેદ દીધા. (૧) ઋષિ - ઋદ્ધિ સહિત શ્રમણ તે ઋષિ છે. (૨) મુનિ-અવધિજ્ઞાન, મનઃપર્યય જ્ઞાન વા કેવળ જ્ઞાન સહિત ક્ષમણ તે
મુનિ છે. (૩) યતિ ઉપશમક વા ક્ષેપક શ્રેણિમાં આરૂઢ શ્રમણ તે યતિ છે.
૭૪ (૪) અણગાર. ઉપરોક્ત ત્રણ સિવાયના અર્થાત્ શ્રદ્ વિનાના, શ્રમણિ,
મન:પર્યાય કે કેવળજ્ઞાન વિનાના અને શ્રેણિ વિનાના શ્રમણ તે સામાન્ય સાધુ-અણગાર છે. જે પાંચમાં ગુણસ્થાનથી ઉપર અને આઠમા ગુણસ્થાનથી નીચે છઠ્ઠા-સાતમા ગુણસ્થાનમાં વિરાજમાન હોય છે. આ ચારેય શ્રમણો પ્રત્યેનો વાત્સલ્ય સંબંધ મોહ તે પ્રશસ્ત છે ને તે ભગવાન કેવળી પરમાત્માને હોતો નથી. અને આ સિવાય તો બીજા પ્રત્યેનો મોહ તે અપ્રશસ્ત અર્થાત્ અશુભ-ભૂંડો જ છે. કુટુંબ-પરિવાર, ધન-સંપત્તિ પ્રત્યેનો મોહ-રાગ અશુભ છે; અને તેય ભગવાનને હોતો નથી. અરે ભાઈ ! ચાર પ્રકારના સાધુ પ્રત્યેનું વાત્સલ્ય પણ શુભરાગ છે, શાન્તિને બાળનારી આગ છે, તો પછી અશુભનું તો શું કહેવું ? અહા ! મુનિવરોને પ્રેમથી-વત્સલતાથી-ભકિતથી આહાર-પાણી દેવાં એ પણ રાગ-મોહ છે, અને તે ભગવાનને હોતો નથી. ભગવાન કોને આહાર દે ને કોણ લે? ભાઈ! અનંત-અનંત . આનંદ આનંદ કોને કહે ? અરે ! ધર્મ કોને કહેવો એ લોકોને ખબર નથી ! એ તે બહારમાં લઈ બેઠા છે કે – આ ભક્તિ કરી ને ભગવાનની પૂજા કરી એટલે બસ થઈ ગયો ધર્મ; પણ એમાં ધૂળેય ધર્મ નથી, સાંભળ ને? તું લાખ ભક્તિ કરને, પણ એ તો બધો શુભરાગ છે, ને એવો પ્રશસ્ત વા અપ્રશસ્ત મોહ કેવળીને હોતો નથી. તેમને ચતુર્વિધ શ્રમણ સંઘ પ્રતિ પણ રાગ હોતો નથી એમ કહે છે. પ્રશ્ન : તો ભગવાન ઉપદેશ શું કામ આપે છે ? સમાધાન : ઉપદેશ ? ઉપદેશ કોણ આપે ? ઉપદેશ તો વાણી છે, તે વાણી
વાણીના કારણે એના કાળે નીકળે છે. ભગવાનમાં એ વાણી ક્યાં છે ?
(ભગવાનની વાણી-એ તો વ્યવહારનું કથન છે.) (૭) ચિંતા :- ધર્મરૂપ તથા શુકલરૂપ ચિંતન (ચિંતા, વિચાર) પ્રશસ્ત છે અને એ
સિવાયનું (આર્તરૂપ તથા રૌદ્રરૂપ ચિંતન) અપ્રશસ્ત જ છે. જુઓ, શું કીધું ?
કે ધર્મધ્યાન ને શુકલ ધ્યાન પ્રશસ્ત છે; ને એ ભગવાનને નથી. પ્રશ્ન : કેવળીઓને શુકલા ધ્યાન કહ્યું છે ને ?