SearchBrowseAboutContactDonate
Page Preview
Page 727
Loading...
Download File
Download File
Page Text
________________ નિરાવલંબી એકરૂપ સ્વભાવના જોરે અશુધ્ધતા રોકાય તે ભાવ સંવર, એ યોગ્યતા આત્માની છે. કષાયોનો નિરોધ ભાવ સંવર કહેવાય છે. ક્રોધ-માન માયા-લોભ આદિ કષાયોને આવતા અટકાવવા તે ભાવસંવર છે. ભાવહિંસા મિથ્યાત્વ, રાગ, અને દ્વેષ વગેરે વિકારોની ઉત્પત્તિ (ખરેખર રાગાદિ ભાવોનું પ્રગટ ન થવું તે અહિંસા છે. અને તે રાગાદિ ભાવોની ઉત્પતિ થવી તે હિંસા છે-એવું જૈનશાસ્ત્રનું ટુંકું રહસ્ય છે.) પુરુષાર્થ સિદ્ધોપાય (૨) આત્માના ગુણનો ઘાત તે ભાવહિંસા છે. ભાવાંતર અન્વભાવ (૨) બીજાના ભાવો (૩) ભાવ વિશેષ, ખાસ ભાવ, બીજો ભાવ, જુદો ભાવ (નવ પદાર્થોના અશ્રદ્ધાનનો અભાવ જેનો સ્વભાવ છે એવો ભાવાંતર (નવ પદાર્થોના શ્રદ્ધાનરૂપ ભાવ) તે સમ્યગ્દર્શન છે.) (૪) અન્ય ભાવ (૫) જ્ઞાયકભાવથી અન્ય ભાવો; વિભાવો (૬) જ્ઞાયકભાવથી અન્યભાવો. (૭) ભાલવિશેષ, ખાસ ભાવ, બીજો ભાવ, જુદા ભાવ (નવ પદાર્થોના આશ્રદ્ધાનનો આ બાવ જેનો સ્વભાવ છે એવો ભાવાંતર (નવ પદાર્થોના શ્રદ્ધાનરૂપ ભાવ) તે સમ્યગ્દર્શન છે.) (૮) અન્ય ભાવ ભાવાય સતરૂપ; હોવા રૂપ અવિનાશી વસ્તુ છે. ભાવાય ચિસ્વભાવાય વાનર્ભત્યા થકાશ્મતે ભાવાય એટલે સત્તાસ્વરૂપ પદાર્થ વસ્તુ (આત્મા) અને ચિસ્વભાવાય કહેતાં ગુણ એટલે જ્ઞાન જેવો સ્વભાવ છે તે, અને સ્વાનુભુત્યા ચકાસતે એટલે અનુભૂતિથી પ્રકાશે છે તે. અનુભૂતિ થી પ્રકાશે છે. અનુભૂતિ તે પર્યાય એમ દ્રવ્ય, ગુણ, પર્યાય ત્રણે સિદ્ધ થયા અહીં અનુભૂતિથી પ્રકાશે છે. એમાં રાગથી નહિ, પુણ્યથી નહિ, નિમિત્તથી નહિ, એમ સિધ્ધ થયું. પોતાની અનુભવનરૂપ ક્રિયાથી પ્રકાશે છે. અર્થાત્ પોતાને પોતાનાથી જાણે છે. એટલે જ્ઞાનની પર્યાયથી ત્રિકાળજ્ઞાન (જ્ઞાયક) જણાય છે. જ્ઞાનની પર્યાયથી ત્રિકાળ ધ્રુવ જણાય છે, પોતાને પોતાહથી પ્રગટ કરે છે એટલે અનુભુતિ શાયકને પ્રગટ કરે છે. સંવર અધિકારમાં આવે છે કે ઉપયોગમાં ઉપયોગ છે. ત્યાં ઉપયોગમાં કહેતાં જાણનક્રિયામાં ઉપયોગ છે કહેતાં ધૃવ ત્રિકાળી આત્મા છે. જણનક્રિયા તે આધાર અને ધ્રુવ વસ્તુ તે આધેય કહી છે. ઉપયોગરૂપ જાણનક્રિયામાં ત્રિકાળી આત્મા જણાવો તેથી | અહીં જાણનક્રિયાનો આધાર કહી અને તેમાં જે ધૃવ આત્મા જણાયો તે વસ્તુને આધેય કહી છે. કળશમાં ત્રણ અસ્તિથી વાત લીધી છે. ‘ભાવાય' કહેતાં સત્ સ્વરૂપ શુધ્ધ ચૈતન્યપ્રભ તે દ્રવ્ય અસ્તિ, ચિત સ્વભાવાય કહેતાં તેનો જ્ઞાનસ્વભાવ તે ગુણ અસ્તિ અને “સ્વાનુભૂલ્યા ચકાસ' કહેતાં ત્રિકાળી જ્ઞાયકભાવ તેનો જે ચિસ્વભાવ ભાવ તેને સ્વાનુભૂતિથી પ્રકાશે છે તે સ્વાનુભુતિ, તે પર્યાયઅસ્તિ. કેવી અદભુત શૈલી! આમાં બાર અંગનો સાર છે. અમૃતચંદ્રાચાર્યે ગજબનું કામ કર્યું છે. એકલાં અમૃત રેડ્યાં છે. કહે છે કે ચૈતન્ય જેનો સ્વભાવ છે એવી સ્વભાવવાન ભાવ-સ્વરૂપ વસ્તુ-આત્મા તે સ્વાનુભૂતિથી જણાય છે. ભાવાર્થ સ્વ-પરના વિવેકથી મોહનો નાશ કરી શકાય છે. તે સ્વ પરનો વિવેક, જિનાગમ દ્વારા સ્વપરનાં લક્ષણો યર્થાથપણે ઓળખવાથી કરી શકાય છે. (૨) કર્મોના નિમિત્તે થનારી રાગ-દ્વેષરૂપ આત્માની અવસ્થાનું નામ જ વૈભાવિકબાવ છે. તે જ અશુદ્ધિભાવ પુલોને કર્મરૂપ બનાવવામાં કારણ છે અને તે કર્મ પણ થે વૈભાવિક ભાવની ઉત્પત્તિનું કારણ છે તેથી આ બન્નેમાં પરસ્પર કારણપણું છે. ઉપર્યુકત કથનનો આ જ આશય છે કે જે કર્મનું વૈભાવિકભાવ કાર્ય છે, તે જ કર્મનું કારણ પણ છે, તેથી એક તો ભાવ અને એક કર્મ આ બન્નેથી જ ઉભયબંધ થાય છે. ભાવાર્થિક નય :આત્માની સમય સમયવર્તી અવસ્થા બતાવનારું શાસ્ત્રનું પડખું ભાવાર્ટુ :અત્યંત લાગણીશીલ; માયાળુ ભાવ; ભાવથી તરબોળ (૨) ભાવભીનું; મૃદુભાવ વાળું; કોમળ ભાવવાળું; (૩) કોમળ લાગણીવાળું; મૃદુ લાગણીવાળું,; માયાળુ ભાવિત જેને વિષે વિચાર કરવામાં આવ્યો હોય તેવું; વિચારેલું (૨) સંસ્કારિત ભાવિતાત્મા જેનો આત્મા ઉચ્ચ આશયવાળો હોય તેવું ; સ્થિતપ્રજ્ઞ; ધીર. ભાવો સદ્રવ્યો, નવ પદાર્થો (૨) શેયોના સ્વભાવ (૩) નવ પદાર્થો (૪) અવસ્થાઓ (૫) ગંધ, રસ, સ્પર્શ, રૂપ, શરીર, સંસ્થાન, સંહનન, રાગ, દ્વેષ,
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy