________________
આ ત્રણે ભાવ નિર્મળ પર્યાયરૂપ છે; તે અનાદિના નથી હોતા, પણ આત્માના આશ્રયપૂર્વક નવા પ્રગટે છે, માટે સાદિ છે અને તે ભાવો મોક્ષનું કારણ થાય છે એમ આગળ કહેશે. ઔદયિક ભાવ=જેમાં કર્મનો ઉદય નિમિત્ત હોય છે. એવો જીવનો રાગાદિ વિકારી ભાવ તે ઔદયિક ભાવ છે. દયા, દાન, વ્રત, ભક્તિ આદિ તથા હિંસા, જૂઠ, ચોરી, કુશીલ આદિના જે ભાવ થાય તે ઔદયિક ભાવ છે. એક અપેક્ષાએ તેને પરિણામિક કહ્યો છે. જીવ સ્વયં જે ભાવ કરે છે તે અપેક્ષાએ તેને પરિણામિક કહ્યો છે. અને કર્મોદયના નિમિત્તના વડે થાય છે. માટે તેને ઔદયિક ભાવ કહેવાય છે. હવે આવી વાત છે ઓછે સાંભળે એને શું સમજાય ? ભાઇ! દયા પાળો, દાન કરો, વ્રત પાળો એમ પ્રરૂપણા કરે પણ! એ બધા રાગના ઔદયિક ભાવ છે. તે બંધના કારણરૂપ છે, તે કોઇ ભાવો મોક્ષનું કારણ થતા નથી. અનાદિથી બધા સંસારી જીવોને ઔદયિક ભાવ હોય છે. મોક્ષદશા
થતાં તેનો સર્વથા અભાવ થાય છે. (૫) પારિણામિક ભાવઃ- આત્માનો ત્રિકાળી સહજ એકરૂપ શાશ્વત
સ્વભાવ તે પારિણામિક ભાવ છે; તે ધ્રુવ દ્રવ્યરૂપ છે. તેને પરમભાવ કહ્યો છે. અન્ય ચાર ભાવો ક્ષણિક છે તેથી તેમને પરમભાવ કહ્યા
નથી. પારિણામિક પરમ સ્વભાવ ભાવ પ્રત્યેક જીવને સદાય વિદ્યમાન છે. હવે આ પાંચ ભાવોમાં સર્વ વિશુધ્ધ પરમ પરિણામિક ભાવ જે શાશ્વત ધ્રુવ અચલ છે તે દ્રવ્યરૂ૫-વસ્તુરૂપ છે અને અન્ય ચાર ભાવો પ્રગટ પર્યાયરૂપ છે. તેમાં ત્રણ નિર્મળરૂપ છે અને ઔદયિક મલિનરૂપ છે. એ પરસ્પર સાપેક્ષ એવું દ્રવ્ય-પર્યાયદ્રવ્ય તે આત્મા-પદાર્થ છે. અર્થાત દ્રવ્ય-પર્યાય બન્ને થઇને આખો આત્મા-પદાર્થ છે. દ્રવ્ય તે નિશ્ચય, પર્યાય તે વ્યવહાર; બન્ને થઇને પ્રમાણ વસ્તુ સત્.
૭૧૧ દ્રવ્ય-પર્યાયરૂપ આખો પદાર્થ આત્મા તે પ્રમાણનો વિષય છે. તેમાં પરમ પારિણામિક સ્વભાવે જે ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય છે તે નિશ્ચયનો વિષય છે. અને વર્તમાન વર્તતી પર્યાય તે વ્યવહારનો વિષય છે. નિશ્ચય છે તે ત્રિકાળી દ્રવ્યને
સ્વીકારે છે અને વ્યવહારનય વર્તમાન વર્તતી પર્યાયને સ્વીકારે છે. ત્યાં નિશ્રયનું જે જ્ઞાન કર્યું, તેની સાથે પર્યાયનું જ્ઞાન મેળવે તેને પ્રમાણજ્ઞાન કહેવામાં આવે છે. નિશ્ચયને રાખીને વ્યવહારને જાણે તે પ્રમાણજ્ઞાન છે; પણ યિને ઉડાડીને વ્યવહારને ભેળવે તો પ્રમાણજ્ઞાન રહે જ નહિ. ભાઇ! તારી વસ્તુને આત્મા જોવાના ત્રણ પ્રકાર:-ત્રિકાળી ધ્રુવ દ્રવ્યરૂપ પરમ ભાવને દેખનારી દષ્ટિ તે દ્રવ્યાર્થિક નય. -વસ્તુને પર્યાયરૂપે દેખનારી દષ્ટિ તે પર્યાયાર્થિકનય અને
-દ્રવ્ય-પર્યાયરૂપ વસ્તુને સમગ્રપણે દેખનારું તે પ્રમાણજ્ઞાન. ભાવ અને ભાવવાનું અસ્તિત્વ તે દ્રવ્યનો ભાવ છે અને દ્રવ્ય તે ભાવવાન
(ભાવવાળું) છે. ભાવ આસવ અને દ્રવ્ય ભાસવ:જૂનાં કર્મના ઉદયમાં જોડાણ કરી પુણ્ય-પાપનો
જે વિકારી ભાવ જીવ કરે છે તે ભાવ આસ્રવ છે અને તે ભાવનું નિમિત્ત પામી પુણ્ય-પાપ રૂપ કર્મ પણે થવાની યોગ્યતાવાળા રજકણો જીવ પાસે એક ક્ષેત્રે આવે છે તે દ્રવ્ય આસવ છે. જીવ પુણ્ય-પાપના આસવરૂપી જેવા ભાવો કરે તેનું નિમિત્ત પામીને તે પ્રમાણમાં તેવા જ પુણ્ય-પાપરૂપ રજકણો બંધાય છે. એમ બંન્ને પરસ્પર નિમિત્ત અને નૈમિત્તિક વ્યવહારે છે. જડ રજકણને કાંઇ ખબર નથી અને તે જીવને કાંઇ કરતું નથી પણ અજ્ઞાની માને છે કે તે મને અસર કરે છે. અને મારાથી જડનું આ બધું થાય છે. હું જ
કર્મની અવસ્થા બાંધુ છું અને છોડું છું. ભાવ ક્યું મિથ્યાત્વ, રાગ, દ્વેષ, ક્રોધ વગેરે (૨) રાગ-દ્વેષ વિકારરૂપ વિભાવિક
ભાવશકિત, દ્રવ્યકર્મનું નિમિત પામી જીવમાં વિકાર થાય છે તે અશુધ્ધ
ઉપાદાન આશ્રિત છે. પણ સ્વભાવ નથી. ભાવ નિ હોપ કેવળ વર્તમાન પર્યાયની મુખ્યતાથી, જે પદાર્થ વર્તમાન જે દશામાં
છે તે રૂપ કહેવો-જાણવો, તે ભાવ નિક્ષેપ છે.