________________
૭૦૦ (૧૨) દષ્ટિવાદ અંગ સૂત્ર કે જેમાં ચૌદ પૂર્વ હતા તેનો હાસ વિચ્છેદ થયો છે
તથા બાર ઉપાંગ છે. બાર ઉપાંગ :(૧) વિવાદ સૂત્ર (૨) રાય પસેણિય સૂત્ર (૩) કપિવડંસિયા સૂત્ર
(૪) જીવાભિગમ સૂત્ર (૫) જંબુદ્વીપ પન્નતિ સૂત્ર (૬) ચંદ્ર પન્નતિ સૂત્ર (૭) સૂર પન્નતિ સૂત્ર (૮) કમ્પિઆ સૂત્ર (૯) કમ્પિ વડંસિયા સૂત્ર (૧૦) પુષ્કિઆ સૂત્ર (૧૧) પુષ્ક યુલિયા સૂત્ર (૧૨) વહિન દશા સૂત્ર આ બાર ઉપાંગ
જાણવા. બાર ગુણ :અરિહંત ભગવાનના ૧૨ ગુણ છે. (૧) વચનાતિશય, (૨)
જ્ઞાનાતિશય, (૩) અપાયાપગમાતિશય, (૪) પૂજાતિશય, (૫) અશોકવૃક્ષ, (૬) કુસુમવૃષ્ટિ, (૭) દિવ્યધ્વનિ, (૮) ચામર, (૯) આસન, (૧૦) ભામંડળ, (૧૧) ભેરી, (૧૨) છત્ર. ૪ અતિશય તથા ૮ પ્રાતિહાર્ય કહેવાય
સૂક્ષ્મથી ઉલટું; સ્કૂલ; જાડું; મોટું (૪) અતિશૂલ; સ્થૂલતા (૫) સ્કૂલ (૬) |
સ્થળ-જળ, તેલ, છાશ, દૂધ આદિ બાદર અને સામ :પાંચ સ્થાવર એકેન્દ્રિય બાદર છે, તેમજ સૂકમ પણ છે. નિગોદ
બાદર છે તેમ સૂકમ છે. વનસ્પતિ સિવાય બાકીના ચારમાં અસંખ્યાત સૂક્ષ્મ કહેવામાં આવે છે. નિગોદ સૂક્ષ્મ અનંત છે, અને વનસ્પતિના સૂક્ષ્મ અનંત
છે. ત્યાં નિગોદમાં સૂક્ષ્મ વનસ્પતિ ઘટે છે. બાદર બાદર :ધૂળ ધૂળ; પૃથ્વી, પત્થરઆદિ બાદર સામ :સ્થળ સૂકમ. છાયા, તડકો, ચંદ્રની ચાંદની આદિ બાધ નડતર; અડચણ; પ્રતિબંધ; મનાઈ. બાધક નડતર કરનારું; પ્રતિબંધ કરનારું, પ્રતિકૂળ; વિરુદ્ધ જવું. બાધતા :પ્રતિકૂળતા. બાધા પીડા; દુઃખ; માનતા; આખડી. (૨) માનતા; આખડી; અમુક ઈટ સિદ્ધ
ન થાય ત્યાં સુધી અમુક કંઈ ન કરવું એવી પ્રતિજ્ઞા કરવી. (૩) વિરોધ. (૪)
આપત્તિ (૫) ઉપદ્રવ; ઈજા; વિ. (૬) અંતરાય બાબા રહિત :પીડા રહિત. બાધારૂપ:વિકારી. બાધાસહિત :ખાવાની ઈછા, પાણી પીવાની ઈચછા, મૈથુનની ઈચ્છા ઈત્યાદિ
તૃષ્ણાની પ્રગટતાઓ સહિત. બાંધીને લીન કરીને. બાર અંગ :આચારંગ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, ભગવતી, જ્ઞાતાધર્મકથા,
ઉપાસકદશાંગ, અનુકૃતદશાંગ, અનુત્તરૌપપાટિદશાંગ, પ્રશ્નવ્યાકરણ,
વિપાકસૂત્ર અને દષ્ટિવાદ. બાર અંગ સૂત્રો :(૧) આચારાંગ સૂત્ર (૨) સૂયગડાંગ સૂ (૩) ઠાણાંગ સૂત્ર (૪)
સમવાયાંગ સૂત્ર (૫) ભગવતીજી સૂત્ર (૬) જ્ઞાતા ધર્મકથાંગ સૂત્ર (૭) ઉપાશક દશાંગ સૂત્ર (૮) અંતગડ દશાંગ સૂત્ર (૯) અનુત્તરોપપાતિક દશાંગ સુત્ર (૧૦) પ્રશ્ન વ્યાકરણ સૂત્ર (૧૧) વિપાક સૂત્ર આ અગિયાર અંગ તથા
બાર તપ : બાહ્ય : (૧) અનશન - ઉપવાસ આધ, સ્વાદ્ય, લેહ્ય (ચાટવાના),
પેય (પીવાના) ચાર પ્રકારના આહારનો ત્યાગ. (૨) ઊણોદર - ભૂખ હોય તેથી ઓછું ખાવું. પેટના બે ભાગ અન્નાદિથી, અને એક ભાગ પાણીથી ભરી એક ભાગ ખાલી રાખવો. (૩) વૃત્તિપરિસંખ્યાન - ભિક્ષા લેવા જતી વખતે કોઈ પ્રતિજ્ઞા લેવી અને તે પૂર્ણ થાય તો જ તે દિવસે આહાર લેવો. (૪) રસપરિત્યાગ - ગળપણ, મીઠું, દૂધ, દહીં, ઘી, તેલ, એ છ રસમાંથી એક અથવા અનેકનો ત્યાગ. (૫) વિવિક્ત શવ્યાસન - એકાંતમાં શયન અને આસન (સૂવા બેસવાનું) રાખવું. (૬) કાયકલેશ શરીરનું સુખિયાપણું મટાડવા કઠણ સ્થાનો ઉપર જઈ તપ કરવું. છ અંતરંગ :- (૭) પ્રાયશ્ચિત્ત - કોઈ દોષ લાગે તો દંડ (શિક્ષા) લઈ શુદ્ધ થવું. (૮) વિનય - ધર્મ અને ધર્માત્માઓનું સન્માન. (૯) વૈયાવૃત્યધર્માત્માઓની સેવા કરવી. (૧૦) સ્વાધ્યાય-શાસ્ત્રોનું પઠન, પાઠન અને મનન. (૧૧) વ્યુત્સર્ગ - શરીરાદિ ઉપરથી મમતાનો ત્યાગ. (૧૨) ધ્યાન - ધર્મધ્યાન કે શુકલધ્યાન કરવું.