SearchBrowseAboutContactDonate
Page Preview
Page 696
Loading...
Download File
Download File
Page Text
________________ પુરુષ ઉપચરિત નિરૂપણને જ યથાર્થ-સત્યાર્થ નિરૂપણ માની વસ્તુસ્વરૂપને | ખોટી રીતે સમજી બેસે તે તો ઉપદેશોનો જ યોગ્ય નથી. (અહીં એક ઉદાહરણ લેવામાં આવે છે :સાધ્ય-સાધન વિષેનું સત્યાર્થ નિરૂપણ એમ છે કે છઠ્ઠા ગુણસ્થાને વર્તતી આંશિક સુધી સાતમા ગુણસ્થાન યોગ્ય નિર્વિકલ્પ શુદ્ધ પરિણતિનું સાધન છે. હવે છઠ્ઠા ગુણસ્થાને કેવી અથવા કરેલી શુદ્ધિ હોય છે - એ વાતનો પણ સાથે સાથે ખ્યાલ કરાવવો હોય તો વિસ્તારથી એમ નિરૂપણ કરાય છે જે શુદ્ધિના સદ્ભાવમાં તેની સાથે સાથે મહાવ્રતાદિના શુભવિકલ્પો હઠ વિના સહજપણે વર્તતા હોય છે તે છઠ્ઠા ગુણસ્થાન યોગ્ય શુદ્ધિ સાતમા ગુણસ્થાન યોગ્ય નિર્વિકલ્પ શુદ્ધ પરિણતિનું સાધન છે. આવા લાંબા કથનને બદલે એમ કહેવામાં આવે કે છઠ્ઠા ગુણસ્થાને વર્ત મહાવ્રતાદિના શુભવિકલ્પો સાતમાં ગુણસ્થાનયોગ્ય નિર્વિકલ્પ શુદ્ધ પરિણતિનું સાધન છે. આવા લાંબા કથનને બદલે, એમ કહેવામાં આવે કે છઠ્ઠા ગુણસ્થાને વર્તતા મહાવ્રતાદિના શુભવિકલ્પો સાતમાં ગુણસ્થાનયોગ્ય નિર્વિકલ્પ શુદ્ધ પરિણતિનું સાધન છે, તો એ ઉપચરિત નિરૂપણ છે. આવા ઉપચરિત નિરૂપણમાંથી એમ અર્થ તારવવો જોઈએ કે મહાવ્રતાદિના શુભવિકલ્પો નહિ પણ તેમના દ્વારા સૂચવવા ધારેલી છઠ્ઠા ગુણસ્થાનયોગ્ય શુદ્ધિ ખરેખર સાતમા ગુણસ્થાનયોગ્ય નિર્વિકલ્પ શુદ્ધ પરિણતિનું સાધન છે.). (૨) દ્રવ્ય ને પર્યાય; નિશ્ચય અને વ્યવહાર. બે નયો દ્વારા પાણીનું કથન હોય છે. કથન તો દ્રવ્યને પર્યાયનું, નિશ્ચય અને વ્યવહારનું એમ બે નયોનું હોય છે. તેમાં એક નય આદરણીય છે અને બીજો નય છોડવા યોગ્ય હોય છે. બે ભાવો મૂળ પદાર્થો (જીવ અને અજીવ). બેઈમાની વિશ્વાસઘાત; અપ્રમાણિકતા; કૃતનતા; નિમકહરામી; નાસ્તિકતા; અધર્મ. બેખબરું ઘેલું બેખબરો ભાન વિનાના; પોતાના સ્વરૂપના ભાન વિના એ ચતુર્ગતિમાં રખડે છે. બેજોડ બેનમૂન; અજોડ. બેભાન :અજ્ઞાન; અભાન; બેશુધ્ધિ (૨) ભાન વગરનો બેભાનપણું અજ્ઞાનપણું ભણે છે:મુક્ત થાય છે. બનાસ :કદર કરનારા (બૂઝ=કદર). અઝવું :સામાના કાર્યને સમઝી એની કદર કરવી; કરવું; પાર પડવું. બુઝાવું ઠરવું. બુદ્ધ સર્વજ્ઞ પરમાત્મા પર્યાયમાં બુદ્ધ છે. એક સમયમાં જ્ઞાનની પૂર્ણ દશા પ્રગટ થતાં પોતે અને આખું લોકાલોક જ્ઞાનમાં આવ્યું એવા ભગવાનને બુદ્ધ કહે છે. આ ભગવાન આત્મા દ્રવ્ય બુદ્ધ છે. જ્ઞાનસ્વરૂપ બુદ્ધ ની મૂર્તિ છે. (૨) જ્ઞાનસ્વરૂપ (૩) જ્ઞાનનો ઘનપિંડ; અનંત જ્ઞાનાદિ ચતુષ્ટય સહિત. (૪) જ્ઞાનરૂપ; મળ રહિત શુદ્ધ આત્માને જ્ઞાનરૂપે પ્રગટ કરે છે. જે મળના અભાવનું કળ છે. (૫) સર્વજ્ઞ પરમાત્મા પર્યાયમાં બદ્ધ છે. એક સમયમાં જ્ઞાનની પૂર્ણ દશા પ્રગટ થતાં પોતે અને આખું લોકાલોક જ્ઞાનમાં આવ્યું એવા ભગવાનને બુદ્ધ કહે છે. આ ભગવાન આત્મા દ્રવયે બુદ્ધ છે. જ્ઞાનસ્વરૂપ બુદ્ધની મૂર્તિ છે. (૬) અનંતદર્શન; અનંતજ્ઞાન; અનંતસુખ અને અનંત વીર્ય આદિ ચતુષ્ટય સહિતને બુધ્ધ કહેવાય છે. (૭) જ્ઞાનનો પિંડ બુદ્ધ :અનંત જ્ઞાનાદિ ચતુષ્ટય સહિત (૮) જ્ઞાનસ્વરૂપ બુધ્ધ પુરુષ :વિચક્ષણ પુરુષ; હિત કરવાના કામી બદ્ધપુe :બંધાયેલું અને સ્પર્શાયેલું બુદ્ધિ બોધનમાત્રપણું તે બુદ્ધિ છે. બુદ્ધિ, પ્રતિભા, પ્રજ્ઞા એ મતિજ્ઞાનની તારતમ્યતા (હીન-અધિકપણું) સૂચક જ્ઞાનના ભેદો છે. (૨) મતિજ્ઞાન (૩) ઇન્દ્રિય આશ્રિત હોય છે. ઇન્દ્રિય આશ્રિત બુધ્ધિ સંસાર વૃદ્ધિ આપનાર હોય છે. સંસાર ફળને આપનાર હોય છે. ઇન્દ્રિય આશ્રિત બુદ્ધિ અજ્ઞાનરૂપ છે અને આગમઆશ્રિત બુધ્ધિ જ્ઞાનરૂપ છે. તેથી જ અજ્ઞાનીના ભોગોને બંધનું અને જ્ઞાનીના ભોગોને નિર્જરાનું કારણ કહેવામાં આવે છે. (૪) ઇન્દ્રિય આશ્રિતને બુધ્ધિ કહે છે. બુદ્ધિ ગોચર દુઃખ તે તો દ્રષ્ટાંતથી સમજાવી શકાય.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy