________________
પર્યાય જીવની કહેવામાં આવે છે અને પુદ્ગલના અંશની અપેક્ષાએ તે જ પર્યાય પુગલની કહેવાય છે. રાગ પર્યાય બન્નેની છે એનો અર્થ એ નથી કે જીવ પુગલમય બની જાય છે અથવા પુદ્ગલ જીવરૂપ થઇ જાય છે. પરંતુ બન્નેના અંશોના મેળથી રાગ-પર્યાય થાય છે. જે દ્રવ્યબંધ છે તે પણ અનેક
પરમાણુઓનો સમુદાય છે તથા ઉભયબંધમાં તો બંધનું લક્ષણ સ્પષ્ટ જ છે. બંધના ભેદ ભાવબંધ,દ્રવ્યબંધ, અને ઉભયબંધ. આ રીતે બંધના ત્રણ ભેદ છે.
તેમાં ભાવબંધ અને દ્રવ્યબંધમાં તો ધૂળપણે એક એક જ પદાર્થ હોય છે, કેમ કે રાગદ્વેષાદિ ભાવ જ ભાવબંધ કહેવાય છે. આ ભાવોમાં આત્માની જ મુખ્યતા રહે છે. કર્મના નિમિત્તે આત્માના ચારિત્રગુણના વિકારને રાગદ્વેષ કહે છે. દ્રવ્યબંધમાં કેવળ પુદ્ગલ જ આવે છે. તેથી આ બન્ને બંધ તો પ્રત્યેક સ્વતંત્ર છે. પરંતુ ત્રીજો બંધ જે ઉભયબંધ છે તે આત્મા અને પુલ આ બે દ્રયોના સંબંધથી થાય છે. પરસ્પર એક બીજાની અપેક્ષા સહિત જે જીવ અને કર્મ બન્નેનો સંબંધ છે તે જ ઉભયબંધ કહેવાય છે. જીવ તો કર્મોથી બંધાયેલો છે અને કર્મ જીવથી બંધાયેલા છે. (૨) પ્રકૃતિબંધ, પ્રદેશબંધ, સ્થિતિ બંધ
અને અનુભાગબંધ એ બંધના ચાર ભેદ છે. (૧) પ્રકૃત્તિબંધકર્મોના સ્વભાવને પ્રકૃતિબંધ કહે છે. (૨) પ્રદેશબંધ=જ્ઞાનાવરણાદિ કર્મોરૂપે થનાર પુદ્ગલસ્કંધોના પરમાણુઓની
સંખ્યા તે પ્રદેશબંધ છે. (૩) સ્થિતિ બંધ = જ્ઞાનાવરણાદિ કર્મો પાતાના સ્વભાવ રૂપે જેટલો કાળ રહે તે
સ્થિતિબંધ છે. અનુભાગ બંધ= જ્ઞાનાવરણાદિ કર્મોના રસવિશેષને અનુભાગ બંધ કહે છે. બંધના ઉપર્યુકત ચાર પ્રકારમાંથી પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ યોગના નિમિત્તે થાય છે. અને સ્થિતિબંધ તથા અનુરાગબંધ કષાયના નિમિત્ત થાય છે. અહીં જે બંધના પ્રકાર વર્ણવ્યા છે તે પુદ્ગલકર્મબંધના છે. તે દરેક પ્રકારના ભેદ-ઉપભેદ હવે અનુક્રમે કહે છે.
૬૯૩ પ્રકૃત્તિબંધના મૂળભેદ=પહેલો અર્થાત્ પ્રકૃતિબંધ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય, મોહનીય, આયુ, નામ, ગોત્ર અને વેદનીય એ આઠ પ્રકારનો છે. (૧) જ્ઞાનાવરણ =જયારે આત્મા પોતે પોતાના જ્ઞાન સ્વભાવનો
ઘાત કરે ત્યારે આત્માના જ્ઞાનગુણના ઘાતમાં જે કર્મનો
ઉદયનિમિત્ત થાય તેને જ્ઞાનાવરણ કહે છે. (૨) દર્શનાવરણ = જયારે આત્મા પોતે પોતાના દર્શન ભાવનો
ઘાત કરે ત્યારે આત્માના દર્શનગુણના ઘાતમાં જે કર્મનો
ઉદય નિમિત્ત થાય તેને દર્શનાવરણ કહે છે. (૩) અંતરાય-જીવને દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્યના
વિદનમાં જે કર્મનો ઉદય નિમિત્ત થાય તેને અંતરાય કર્મ
કહે છે. (૪) મોહનીય જીવ પોતાના સ્વરૂપને ભૂલીને અન્યને પોતાના
સમજે અથવા સ્વરૂપાચરણમાં અસાવધાની કરે ત્યારે જે કર્મનો ઉદય નિમિત્ત થાય તેને મોહનીય કહે છે. (૫) આયુ=જયારે જીવ પોતાની યોગ્યતાથી નારકી, તિર્યંચ, મનુષ્ય કે દેવના શરીરમાં રોકાઇ રહે ત્યારે જે કર્મનો ઉદય
નિમિત થાય તેને આયુકર્મ કહે છે. (૬) નામ = જીવ જે શરીરમાં હોય તે શરીરાદિની રચનામાં જે
કર્મનો ઉદય નિમિત્ત થાય તેને નામ કર્મ કહે છે. (૭) ગોત્ર = જીવને ઊંચ કે નીચ આચરણવાળા કુળમાં પેદા
થવામાં જે કર્મનો ઉદય નિમિત્ત થાય તેને ગોત્ર કર્મ કહે
(૮) વેદનીય = જયારે આત્મા પોતે મોહભાવ વડે પર લક્ષે
આકુળતા કરે ત્યારે સગવડતા કે અગવડતા રૂપ સંયોગો પ્રાપ્ત થવામાં જે કર્મનો ઉદય નિમિત્ત થાય તેને વેદનીય કહે છે.