________________
પ્રાણીઓને ઈચ્છિત સ્થાનમાં જતાં રોકવા માટે રસ્સી વગેરેથી બંધવા તે. (૯) આત્માનો વિશાળ સ્વભાવ ચૂકીને, વર્તમાન વિકારી પર્યાય જેટલો જ હું છું–તેમ માનીને રોકાવું તેનું નામ બંધ છે. વાસ્તવિક રીતે વિકારમાં જો એકાકાર થઇ ગયો હોય તો કોઇ દિવસ છૂટો પડી શકે નહિ, માટે વસ્તુમાં વિકાર નથી પરંતુ પર્યાયમાં વિકાર છે. પર્યાય માત્રમાં અટકવું તેનું નામ બંધ છે. સ્વભાવની શુધ્ધિને ભૂલી જવી અને પર્યાયમાં અટકવું તેનું નામ બંધ છે. (૧૦) જે સંબંધ વિશેષથી અનેક વસ્તુમાં એકપણાનું જ્ઞાન થાય તે સંબંધ વિશેષને બંધ કહે છે. (૧૧) અનેક ચીજોમાં એકપણાનું જ્ઞાન કરાવવાવાળા સંબંધ વિશેષને બંધ કહે છે. (૧૨) (૯) પ્રકૃતિબંધઃકર્મોના સ્વભાવને પ્રકૃતિબંધ કહે છે. (૯) સ્થિતિબંધ= જ્ઞાનાવરણાદિ કર્મો પોતાના સ્વભાવરૂપે જેટલો કાળ રહે તે સ્થિતિબંધ છે.(*) અનુભાગબંધ = જ્ઞાનાવરણાદિ કર્મોના રસવિશેષને અનુભાગબંધ કહે છે. (૯) પ્રદેશબંધ = જ્ઞાનાવરણાદિ કર્મોરૂપે થનાર પુદ્ગલસ્કંધોના પરમાણુઓની સંખ્યા તે પ્રદેશબંધ છે. બંધના ઉપર્યુકત ચાર પ્રકારમાં પ્રકૃતિબંધ અને પ્રદેશબંધના યોગનો નિમિત્તે થાય છે, અને સ્થિતિબંધ તથા અનુભાગ બંધ કષાયના નિમિત્તે થાય છે. અહીં બંધના પ્રકાર વર્ણવ્યા છે તે પદુલકર્મ બંધના છે; તે દરેક પ્રકારના ભેદ ઉપભેદ હવે અનુક્રમે કહે છે. પહેલો અર્થાત્ પ્રકૃતિબંધ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાય-એ આઠ પ્રકારનો છે. (૧) જ્ઞાનાવરણ =જયારે આત્મા પોતે પોતાના જ્ઞાનભાવનો ઘાત કરે ત્યારે
આત્માના જ્ઞાનગુણના ઘાતમાં જે કર્મનો ઉદય નિમિત્ત થાય તેને જ્ઞાનાવરણ કહે છે. દર્શનાવરણ જયારે આત્મા પોતે પોતાના દર્શનભાવનો ઘાત કરે,
ત્યારે આત્માના દર્શનગુણના ઘાતમાં જે કર્મનો ઉદય નિમિત્ત થાય તેને દર્શનાવરણ કહે છે.
(૩) વેદનીય= જયારે આત્મા પોતે મોહભાવ વડે પર લક્ષે આકુળતા કરે
ત્યારે સગવડતા કે અગવડતારૂપ સંયોગ પ્રાપ્ત થવામાં જે કર્મનો ઉદય
નિમિત્ત થાય તેને વેદનીય કહે છે. (૪) મોહનીય જીવ પોતાના સ્વરૂપને ભૂલીને અન્યને પોતાના સમજે
અથવા સ્વરૂપાચરણમાં અસાવધાની કરે ત્યારે જે કર્મનો ઉદય નિમિત્ત
થાય તેને મોહનીય કહે છે. (૫) આયુ= જયારે જીવ પોતાની યોગ્યતાથી નારકી, તિર્યંચ, મનુષ્ય ક
દેવના શરીરમાં રોકાઇ રહે છે ત્યારે જે કર્મનો ઉદય નિમિત્ત થાય તેને આયુકર્મ કહે છે. (૬) નામ = જીવ જે શરીરમાં હોય તે શરીરાદિની
રચનામાં જે કર્મનો ઉદય નિમિત્ત થાય તેને નામકર્મ કહે છે. (૭) ગોત્ર = જીવને ઉંચ કે નીચ આચરણવાળા કુળમાં પેદા થવામાં જે
કર્મનો ઉદય નિમિત્ત થાય તેને ગોત્રકર્મ કહે છે. (૮) અંતરાય= જીવને દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્યના વિદ્ધમાં જે
કર્મનો ઉદય નિમિત્ત થાય તેને અંતરાયકર્મ કહે છે. પ્રકૃતિબંધના આ આઠ ભેદોમાંથી જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય એ ચાર ઘાતિકર્મ કહેવાય છે, કેમ કે તેઓ જીવના અનુજીવી ગુણોના પર્યાયના નિમિત્તના ઘાતમાં નિમિત્ત છે; અને બાકી વેદનીય, આયુ,નામ અને ગોત્ર એ ચારને અઘાતિકર્મ કહેવાય છે, કેમ કે, તેઓ જીવના અનુજીવી ગુણોના પર્યાયના ઘાતમાં નિમિત્ત નથી પણ
પ્રતિજીવી ગુણોની પર્યાયના ઘાતમાં નિમિત્ત છે. વસ્તુમાં ભાવ સ્વરૂપ ગુણ અનુજીવી ગુણ અને અભાવ સ્વરૂપ ગુણ
પ્રતિજીવી ગુણ કહેવાય છે. (૧૩) બંધાવાનું નામ બંધ છે. અથવા જેના દ્વારા કે જેમાં બંધાય છે તેનું નામ બંધ છે. તે બંધ ત્રણ પ્રકારનો છે.-જીવબંધ, પુદ્ગલબંધ અને જીવપુગલબંધ. એક શરીરમાં રહેનારા અનંતનંત નિગોદના જીવોનો જે પરસ્પર બંધ છે તે જીવબંધ કહેવાય છે. બેત્રણ વેગેરે પુગલોનો જે સમવાય સંબંધ થાય છે તે પુગલબંધ કહેવાય છે. તથા ઔદારિક વર્ગણાઓ, વૈક્રિયિક