________________
અન્યોન્યાભાવ પુદ્ગલ દ્રવ્યની એક વર્તમાન પર્યાયનો બીજા પુલની વર્તમાન
પર્યાયમાં જે અભાવ તેને અન્યોન્યાભાવ કહે છે. (તેને ન માનવામાં આવે તો એક પુદ્ગલ દ્રવ્યની વર્તમાન પર્યાયથી બીજા પુદ્ગલની દ્રવ્યની વર્તમાન
પર્યાયથી સ્વતંત્ર અને ભિન્ન નહિ રહે.) અનુરક્ત તલ્લીન (૨) મગ્ન (૩) વિકારી, અસંયમી, અનુરાગી, રાગવાળાં (૪)
રાગયુક્ત. (૫) રાગરૂપ; રાગી. (૬) અનુરાગી; પ્રેમાસક્ત; રંગાયેલું;
તલ્લીન; અનુષ્ઠતતા આસક્તિ. (૨) અનુરાગીપણું; આસકિત.પ્રેમા સકિત. અનર્ગળ :નિરંકુશ; અપાર; પુષ્કળ; બેશુમાર; અંકુશ વિનાનું; સ્વતંત્ર અનુરંજિત :અનુરક્ત; રાગવાળી; સરાગ; (૨) રંગાયેલ. (કષાયના ઉદયથી
અનુરંજિત યોગ પ્રવૃત્તિ, તે લેડ્યા છે. ત્યાં કૃષ્ણાદિ ત્રણ લેશ્યાઓ, તીવ્ર
કષાયના ઉદયથી અનુરંજિત યોગ પ્રવૃત્તિરૂપ છે.) અનુકતતા : પ્રેમાશકિત. અનર્થ નુકસાન (૨) પાપ; અત્યાચાર; ખોટી મતલબ, અધર્મથી મેળવેલું ધન;
નુકશાન; ઉપદ્રવ; હાનિ; ખોટો અર્થ; ખોટો આશય. અનર્થ દંડ વ્રતના પાંથ અતિચાર : ૧. રાગથી હાસ્ય સહિત અશિષ્ટ વચન બોલવાં,
૨. શરીરની કુચેષ્ટા કરીને અશિષ્ટ વચન બોલવાં, ૩. દુષ્ટતા પૂર્વક જરૂર કરતાં વધારે બોલવું. ૪. પ્રયોજન વગર મન, વચન, કાયાની પ્રવૃત્તિ કરવી અને ૫. ભોગ-ઉપભોગનો પદાર્થોનો જરૂર કરતાં વધારે સંગ્રહ કરવો. એ પાંચ અનર્થ
દંડના અતિચારો છે. અનર્થ અહિત. (૨) જેનાથી કંઈ અર્થ એટલે કે પ્રયોજન સિદ્ધ ન થાય તે અનર્થ
છે. અનર્થ દંડ પ્રયોજન વગરની મન, વચન, કાયા તરફની અશુભ પ્રવૃત્તિ. અનર્થ દંડ ત્યાગ નામનું ગુણવત :પ્રયોજન વિનાના પાપનો ત્યાગ કરવો તેને
અનર્થ દંડ ત્યાગવ્રત કહે છે. તેના પાંચ ભેદ છે. ૧. અપધ્યાન ત્યાગવ્રત ૨. પાપોપદેશ ત્યાગવત,
૩. પ્રમાદચર્યા ત્યાગવત, ૪. હિંસા પ્રદાન ત્યાગવત,
૫. દુઃશ્રુતિ ત્યાગવૃત. અનર્થ દંડ ત્યાગતના પાંચ અતિસાર :
૧. હાસ્ય સહિત ભાંડ વચન બોલવાં, ૨. કાયાથી કુચેષ્ટા કરવી, ૩. પ્રયોજનથી અધિક ભોગના પદાર્થો ભેગા કરવા તથા નામ ગ્રહણ કરવું, ૪. લડાઈ ઝઘડા કરાવનાર વચનો બોલવાં, ૫. પ્રયોજન વિના મન, વચન, કાયાનો વ્યાપાર વધારતા જવું - એ જ પાંચ
અનર્થ દંડ ત્યાગવ્રતના અતિચાર છે. અનર્થ દેહત્યાગ :અનર્થ દંડત્યાગના પાંચ ભેદ છેઃ ૧. અપધ્યાન અનર્થ દંડ ત્યાગ વ્રતનું સ્વરૂપ :- શિકાર, જય, પરાજય, યુદ્ધ,
પરસ્ત્રીગમન, ચોરી આદિનું કોઈપણ સમયે ચિંતવન ન કરવું જોઈએ. ખોટા
(ખરાબ) ધ્યાનનું નામ અપધ્યાન અનર્થ દંડ ત્યાગવત છે. (૨) પાપોપદેશ = વિદ્યા, વ્યાપાર, લેખનકળા, ખેતી, નોકરી અને કારીગરીથી
નિર્વાહ ચલાવનાર પુરુષોને પાપનો ઉપદેશ મળે એવું વચન કોઈપણ વખતે
ન બોલવું જોઈએ. (૩) પ્રમાદચર્યા = વિના પ્રયોજને પૃથ્વી ખોદવી, વૃક્ષ ઉખાડવા,અતિશય
ઘાસવાળી જમીન કચરવી, પાણી સીંચવું-ઢોળવું, પાંદડાં, ફળ, ફૂલો તોડવાં
ઈત્યાદિ કોઈપણ કાર્ય પ્રયોજન વિના ન કરવું. (૪) હિંસા પ્રદાન = હિંસા કરવાનાં સાધન છરી, વિષ, અગ્નિ, હળ, તરવાર,
બાણ વગેરેનું દેવું અર્થાત્ બીજાને આપે નહિ, એને જ હિંસાદાન અનર્થદંડ
ત્યાગવત કહે છે. (૫) દુઃશ્રુતિ અનર્થદંડ ત્યાગવ્રત = મિથ્યાત્વ સહિત રાગદ્વેષ, વેરભાવ, મોહ,
મદાદિ વધારનાર કુકથાઓનું શ્રવણ તથા નવી કથાઓ બનાવવી, વાંચવી વગેરે કદી પણ ન કરવું. એને જ દુઃશ્રુતિ અનર્થદંડ ત્યાગવ્રત કહે છે.