________________
તરફ અપ્રીતિ થવી તે ભાવ પ્રતિબંધ છે. મુનિએ, તેનાથી છૂટવું જોઇએ.
(૪) કાળ પ્રતિબંધ = અમુક ક્ષેત્રમાં અમુક કાળે જ જવું, અન્ય કાળે ન જવું, તેવી ઇચ્છા, તે કાળ પ્રતિબંધ છે. જેમ કે અતિશય ઠંડા પ્રદેશમાં, શિયાળામાં ન જવું તે કાળ પ્રતિબંધ છે.
પ્રમાદ ભાવ સ્વરૂપનો અણ ઉત્સાહ
પ્રમાદચર્ચા:વિના પ્રયોજન પૃથ્વી ખોદવી, વૃક્ષ ઉખાડવા, ઘાસ કચરવું, પાણી સિંચવું-ઢોળવું, તથા પાંદડા, ફળ, ફૂલો તોડવાં ઈત્યાદિ નકામાં કામ ન કરવા જોઇએ. એને જ પ્રમાદચર્યા અનર્થદંડ ત્યાગ વ્રત કહે છે.
પ્રમાદનું સ્વરૂપ ઉત્તમ ક્ષમાદિ, દશ ધર્મોમાં ઉત્સાહ ન રાખવો, તેને સર્વજ્ઞદેવે પ્રમાદ કહ્યો છે.
જેને મિથ્યાત્વ અને અવિરતિ ટળ્યા ૫, પ્રમાદ તરત ટળી જાય, એવો નિયમ નથી, તેથી સૂત્રમાં અવિરત પછી, પ્રમાદ કહ્યો છે, તે અવિરતથી જુદો છે. સમ્યગ્દર્શન પ્રગટ થતાં, પ્રમાદ ટાળીને અપ્રમત્તદશા પ્રગટ કરે, એવા જીવો વિરલા જ હોય છે.
પ્રમાદી :યત્નાચાર રહિત; ઇર્યાદિ સમિતિ રહિત.
પ્રશ્નોદ :અંશમાત્ર પણ કોઈનો ગુણ જોઈ હર્ષ પામવો. (૨) ગુણજ્ઞ જીવ પ્રત્યે ઉલ્લાસ પરિણામ (૩) કોઈ પણ આત્માના ગુણ જોઈ હર્ષ પામવો. પ્રવણ ઢળતી; અભિમુખ; રત
પ્રયત્ન ઃશુદ્ધોપયોગ, મુનિને (મુનિત્વોચિત) શુદ્ધોપયોગ તે અંતરંગ અથવા નિશ્ચય પ્રયત્ન છે અને તે શુદ્ધોપયોગમાં વર્તતો જે (હઠ વગરનો) દેહચેષ્ટાદિક સબંધી શુભોપયોગ તે બહિરંગ અથવા વયવહાર પ્રયત્ન છે. (શુદ્ધોપયોગ દશા ન હોય ત્યાં શુભોપયોગ હઠ સહિત હોય છે. તે શુભોપયોગ વ્યવહાર પ્રયત્નપણાને પણ પામતો નથી.)
પ્રોક :પાછળથી ઉમેરો કરનાર
પ્રોષણ :દૂર ફેંકવાની ક્રિયા; બહાર નીકળી જવું; વિખરાઇ જવું. પલટવાપણું પ્રશ્નોપણ-આકર્ષણ :આવવું-જવું
૬૬૩
પ્રજ્ઞાપનીયતા :જણાવવા યોગ્ય વર્ણન
પ્રેાયોગ્ય માત્ર પ્રેક્ષકભાવે-ટાજ્ઞાતાપણે-મધ્યસ્થભાવે દેખવા યોગ્ય. પ્રધાન ધોઇ નાખતો; પાણીથી સાફ કરતો.
પ્રક્ષીણ નષ્ટ; નાશ (૨) ક્ષય (૩) સંપૂર્ણક્ષય (૪) અત્યંત ક્ષીણ-નાશ પ્રક્ષીણધાતિકર્મ :ચારે ઘાતિ કર્મો (જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય અને મોહનીય) ક્ષય પામ્યા છે. પ્રશા જ્ઞાન (૨) બુદ્ધિ
પ્રશાછીણી જ્ઞાનની પરિણતિ; જ્ઞાનપર્યાય (૨) આત્માનુભવ; અંતદષ્ટિ (૩) સ્વાનુભૂતિ; અનુભવ; સ્વાનુભવ. (૪) અનુભવ; સ્વાનુભવ; સમ્યગ્દર્શન. પ્રજ્ઞાતિય આત્મસામર્થ્ય; આત્મલક્ષી દષ્ટિ; તત્ત્વમીમાંસા
પ્રજ્ઞાપન :નિરૂપણ; પ્રરૂપણ; શિષ્યવર્ગને ઉપદેશ. (૨) જણાવવું (૩) દર્શાવવું; પ્રતિપાદન (૪) પ્રતિપાદન; જણાવવું
પ્રશાપના પ્રરૂપણા; નિરૂપણ.
પ્રશાબ્રહ્માસ્વરૂપ પ્રભુ જ્ઞાનમાત્ર વસ્તુ આત્મા; શુદ્ધ એક જ્ઞાયક તત્ત્વ
પ્રાબ્રહ્મ જ્ઞાન સ્વરૂપ નિજ ચૈતન્ય આત્મા; ત્રિકાળી ધ્રુવજ્ઞાયક આત્મા (૨) સહજ ચિદાનંદ સ્વરૂપ આત્મા.
પ્રશાબ્રહ્મ સ્વરૂપ જ્ઞાનાનંદ સ્વરૂપ, પરમાત્માનું જે કાંઇ અનિર્વચનીય સ્વરૂપ છે, તે. (૨) સર્વજ્ઞ સ્વરૂપ (૩) જ્ઞાન, સ્વરૂપી પ્રભુ; (૪) એક જ્ઞાનમાત્રવસ્તુ પ્રશાવંત :બુદ્ધિશાળી; મેધાવી; ઊંડી સમઝ ધરાવનાર. પ્રયુક્ત યોજાયેલું; પ્રયોજવામાં આવેલું; પ્રયોગરૂપ બનેલું; રચવામાં આવેલું; વાપરવામાં આવેલું; જોડવામાં આવેલું
પ્રયા :પ્રયત્નશીલ; સાવધાન; સંયમી. (૨) સંયમવાળું; સંયમી; જિતેન્દ્રિય;
તપથી પવિત્ર થયેલું. (૩) પ્રયત્નશીલ; સાવધાન; સંયમી (૪) પ્રયત્નશીલ; સાવધાન; સંયમી; શુદ્ધોપયોગી.
પ્રયત આથાર અશુદ્ધ ઉપયોગ ન હોય ત્યાં જ પ્રયત આચાર વર્તે છે, માટે પ્રયત્ન આચાર વડે અશુદ્ધ ઉપયોગનો અસદ્ભાવ પ્રસિદ્ધ થાય છે-જાણવામાં આવે
છે.