SearchBrowseAboutContactDonate
Page Preview
Page 626
Loading...
Download File
Download File
Page Text
________________ વર્તતાં શુભાશુભ કર્મો વિષે પણ (-જેમને સુખદુઃખ પરિણામરૂપ ફળ દેનારાં કહ્યાં હતાં તેમના વિશે પણ) તે અપેક્ષાએ એમ કહી શકાય છે કે તેઓ જીવને નિશ્ચયથી સુખદુઃખ પરિણામ રૂપ ફળ દે છે. તથા (૨) ઇટાનિષ્ટ વિષયો તો જીવથી તદ્દન ભિન્ન હોવાથી જીવ ઇટાનિટ વિષયોને તો વ્યવહારથી ભોગવે છે. અને તેથી ઇટાનિટ વિષયોમાં નિમિત્તભૂત વર્તતાં શુભાશુભ કર્મો વિષે પણ (જેમને ઇટાનિટ વિષયરૂપ ફળ દેનારાં કહ્યાં હતાં તેમને વિષે પણ) તે અપેક્ષાએ એમ કહી શકાય છે કે તેઓ જીવને વ્યવહારથી ઇટાનિષ્ટ વિષયરૂ૫ ફળ દે છે. અહીં (ટીકાના બીજા ફકરામાં) જે નિશ્ચય અને વ્યવહાર એવા બે ભંગ પાડ્યા છે તે માત્ર એટલો ભેદ સૂચવવા માટે જ પાડયા છે કે કર્મનિમિત્તક સુખદુઃખ પરિણામો જીવમાં થાય છે. અને કર્મનિમિત્તક ઇટાનિષ્ટ વિષયો જીવથી તદ્દન ભિન્ન છે. પરંતુ અહીં કહેલા નિશ્ચયરૂપી ભંગથી એમ ન સમજવું કે પૌદગલિક કર્મ જીવને ખરેખર ફળ આપે છે અને જીવ ખરેખર કમેં દીધેલા ફળને ભોગવે છે. પરમાથે કોઇ દ્રવ્ય કોઇ અન્ય દ્રવ્યને ફળ આપી શકતું નથી અને કોઇ દ્રવ્ય કોઇ અન્ય દ્રવ્ય પાસેથી ફળ મેળવીને ભોગવી શકતું નથી. નો પરમાથે કોઇ દ્રવ્ય અન્ય દ્રવયને ફળ આપે અને તે અન્ય દ્રવ્ય તેને ભોગવે તો બન્ને દ્રયો એક થઇ જાય. અહીં એ ધ્યાનમાં રાખવું ખાસ આવશ્યક છે કે ટીકાના પહેલા ફકરામાં આખી ગાથાના કથનનો સાર કહેતાં શ્રી ટીકાકાર આચાર્યદેવે પોતે જ જીવને કર્મે દીધેલા ફળનો ભોગવટો વ્યવહારથી જ કહ્યો છે, નિશ્ચયી નહિ. સુખદુઃખના બે અર્થો થાય છેઃ (૧) સુખદુઃખ પરિણામો, અને (૨) ઇટાનિક વિષયો. જયાં નિશ્ચયથી કહ્યું છે ત્યાં સુખદુઃખ પરિણામો એવો અર્થ સમજવો અને જયાં વ્યવહારથી કહયું છે ત્યાં ઇટાનિટ વિષયો એવો અર્થ સમજવો. પુદગલજીવાત્મકબંધ જીવ અને કમૅ પુદ્ગલ એકબીજાને પરિણામમાં નિમિત્ત માત્ર થાય એવો (ખાસ પ્રકારનો) જે તેમનો એક ક્ષેત્રાવગાહ સંબંધ તે પુદ્ગલજીવાત્મક બંધ છે. પદગલના ભેદ :પુલના બે ભેદ છે, એક પરમાણુ અને બીજો અંધ. પુદગલના મુખ્ય ગુણો સ્પર્શ, રસ, ગંધ અને વર્ણએ પુદ્ગલના મુખ્ય ગુણો છે. પુદગલપરિણામ :જડકર્મની દશા (૨) રાગાદિ ભાવ પુદગલપરિણામનું ફળ સુખદુઃખાદિ પરિણામ પુદગલ પરિણામ સુખ દુઃખ વગેરે, અંતરંગમાં ઉત્પન્ન થતું કર્મનું પરિણામ, તે પુલ પરિણામ છે; મોહ, રાગ દ્વેષ વગેરે, વિકારી અવસ્થા આત્માની પર્યાયમાં ઉત્પન્ન થાય છે, તે જડની જ અવસ્થા છે તેમ અહીં કીધું છે, કારણ કે, જડ તરફના વલણવાળો ભાવ છે, માટે તેને જડનો કહ્યો છે. તે ભાવ આત્માનો સ્વભાવ નથી, અને તેની મૂળ ઉત્પત્તિ આત્મામાંથી થતી નથી, માટે તેને જડ કહ્યા છે. (૨) નિશ્ચયથી મોહ, રાગ, દ્વેષ, સુખ, દુઃખ, આદિરૂપે, અંતરંગમાં ઉત્પન્ન થતું જે કર્મનું પરિણામ, અને સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દ, બંધ, સંસ્થાન, સ્થૂલતા, સૂક્ષ્મતા આદિરૂપે બહાર થતું, જે નોકર્મનું પરિણામ, તે બધું ય પુલ પરિણામ છે. પુદગલપરિણામસંતતિ દ્રવ્યર્મરૂપ પુલના પરિણામોની પંરપરા. (૨) પુદગલના પરિણામોની પરંપરા પુદગલબંધુ કર્મને જે સ્નિગ્ધતા-રૂક્ષતારૂપ સ્પર્શવિશેષો (ખાસ સ્પર્શી) સાથે એકત્વ પરિણામ તે કેવળ પુલબંધ છે. પુદગલભેદો સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દરૂપ (પાંચ) ઇન્દ્રિયવિષયો, સ્પર્શન, રસન, ધાણ, ચક્ષુ ને શ્રોત્રરૂપ (પાંચ) દ્રવ્યન્દ્રિયો, ઔદારિક, વૈક્રિયિક, આહારક, તેજસ ને કાર્મણરૂપ (પાંચ) કાયો, દ્રવ્યમન, દ્રવ્યકમોં, નોકર્મો, વિચિત્ર પર્યાયોની ઉત્પત્તિના હેતુભૂત (અર્થાત અનેક પ્રકારના પર્યાયો - પજવાના કારણભૂત) અનંત અનંતાણુક વર્ગણાઓ, અનંત અસંખ્યાતાણુક વર્ગણાઓ અને દ્વિઅણુક સ્કંધ સુધીની અનંત સંખ્યાતાણુક વર્ગણાઓ તથા
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy