SearchBrowseAboutContactDonate
Page Preview
Page 620
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૦ પુણ્યના પ્રકારો :(૧) સામાન્ય પુણય; (૨) શુભક્રિયાથી થતું પુણ્ય; (૩) | સપુરુષની આજ્ઞાથી જે પુણયપ્રકૃતિ બંધાય તે પુણ્યાનુબંધી પુણ્ય. સમ્યદૃષ્ટિ આત્મા જે સંયમ સહિત સંવરમાં આવે તે સત્પય. બીજા પ્રકારોમાં પુણ્યાનુબંધી પાપ - પાપાનુબંધી પુણ્ય એ સમાવેશ પામે છે. જેમાં વ્યવહાર શુભ અને પરમાર્થ શુભ એ પુણ્યબંધના પ્રકારો છે. મનુષ્યો રિદ્ધિ પામે છે, સુંદર સ્ત્રી પામે છે, આજ્ઞાંકિત પુત્ર પામે છે, બહોળો કુટુમ્બપરિવાર પામે છે, માન-પ્રતિષ્ઠા તેમજ અધિકાર પામે છે, અને તે પામવા કંઈ દુર્લભ નથી. (આ સર્વ પામવું તે વ્યવહારપુણ્ય છે. આજ્ઞા વિના થતી ધર્મક્રિયા જે આસવરૂપ એટલે હેયરૂપ છે તે જગતમાં લાખો મનુષ્યો વધતા ઓછા પ્રકારે દેવાદિગતિ વગેરે દ્વારા મિથ્યાદષ્ટિપણે પામે છે, અને તેનું વાસ્તવિક રીતે જ્ઞાની પુરુષની દષ્ટિએ કાંઈ મહત્ત્વ નથી.) પરંતુ ખરું ધર્મતત્ત્વ કે તેની શ્રદ્ધા કે તેનો થોડો અંશ પણ પામવો મહાદુર્લભ છે. (આ પામવામાં પરમાર્થ શુભ પુણયાનુબંધી પુણ્ય અને સંપુર્ણય સત્પુરુષની આજ્ઞાએ વર્તતા સમ્યષ્ટિ આત્માઓની સંયમ અને સંવર પ્રાપ્ત કરાવી પરિણામે મુક્તિધામ પામે છે.) એ રિદ્ધિ ઈત્યાદિક અવિવેકથી પાપનું કારણ થઈ અનંત દુઃખમાં લઈ જાય છે. પરંતુ આ થોડી શ્રદ્ધાભાવના પણ ઉત્તમ પદવીએ પહોંચાડે છે. પુણ્યના ભાગી પુણ્યશાળી; પુણયને ભોગવનારા; પુણ્યના ભાજન. (૨) પુષ્યજ્ઞાતા; પુણયને ભોગવનાર; ઉદયમાં લઇને પુછય-પાપ:(૧) પુણ્ય-પાપના ભાવ ઘાતક છે અને આત્મા (પર્યાય) વધ્ય-ઘાત થવા યોગ્ય છે. (૨) પુય-પાપના ભાવ વધતા-ઘટતા છે તેથી અધ્રુવ છે અને ભગવાન આત્મા ધ્રુવ છે. (૩) પુણ્ય-પાપના ભાવ અનુક્રમે ઉત્પન્ન થાય છે માટે અનિત્ય છે, અને ભગવાન આત્મા એકરૂપ નિત્ય છે. (૪) રાગાદિભાવ નિમિત્તના લક્ષે થાય છે તેથી અશરણ છે, અને આનંદધન પ્રભુ આત્મા શરણ છે. (૫) શુભાશુભભાવ દુઃખરૂપ છે, અને ભગવાન આત્મા સહજ સુખસ્વરૂપ છે. (૬) આસવો ભવિષ્યમાં દુઃખના કારણરૂપ છે. કારણકે શુભભાવથી શાતાદનીય આદિ પુણ્યની ૪૨ પ્રકૃતિ છે તે બંધાય અને ભવિષ્યમાં તેનો ઉદય આવે ત્યારે ધન-દોલત, આબરૂ ઈત્યાદિ અનેક સામગ્રી મળશે ત્યારે એના પર લક્ષ જશે એટલે રાગ થશે એટલે દુઃખ થશે, કેમ કે રાગ દુઃખસ્વરૂપ જ છે. પરય-પા૫ અને શુદ્ધ પરિણામ ૫ર પ્રત્યે પ્રવર્તતો એવો શુભ પરિણામ, તે પુણ્યનું કારણ છે અને અશુભ પરિણામ, તે પાપનું કારણ છે. તેથી કારણમાં કાર્યનો ઉપચાર કરીએ તો શુભ પરિણામ, તે પુણ્ય છે. અને અશુભ પરિણામ, તે પાપ છે. સ્વાત્મ દ્રવ્યમાં પ્રવર્તતે એવો શુદ્ધ પરિણામ, તે મોક્ષનું કારણ છે. તેવા કારણમાં કાર્યનો ઉપચાર કરીએ, તો શુદ્ધ પરિણામને ભોગવે છે. પૃશ્ય-પાપ આદિ ભાવને પુદગલ સ્વભાવ કહ્યા છે. હા, કહ્યા છે. સ્વભાવ - દષ્ટિવંત પુરુષ દૃષ્ટિની પ્રધાનતામાં પુણ્ય-પાપ આદિ ભાવોને પુદગલસ્વભાવ જાણે છે. કેમ કે, તેઓ સ્વભાવમાં નથી. અને સ્વભાવની દષ્ટિમાંસ્વાનુભૂતિમાં સમાતા નથી. ભિન્ન જ રહી જાય છે, વળી તેઓ પુદગલના કર્મના ઉદયના લક્ષે પર્યાયમાં થાય છે, અને સ્વભાવનું લક્ષ કરતાં નીકળી જાય છે. માટે તેમને પુદગલ સ્વભાવ કહ્યા છે. પણ અહીં બીજી વાત છે. અહીં તો અજ્ઞાની જીવ પોતે રાગના પરિણામને કરે છે. અને તેનું ફળ જે દુઃખ તેને ભાગવે છે, કેમ કે અજ્ઞાની જીવ પોતાના પરિણામથી, તન્મય છે. પરંતુ પરદ્રવ્યની જે પર્યાય થાય, તેનો તે કર્તા-ભોકતા નથી, કેમ કે, તેમાં તે તન્મય નથી. આ શરીર, મન, વાણી કર્મ, ધન-ધાન્ય, ઝવેરાત, મકાન, લાડુ, ગુલાબજાંબુ ઇત્યાદિ, જે બધા પરદ્રવ્યનાં પરિણામ છે, તેને જીવ કરેય નહિ ને ભોગવેય નહિ. પર્યાયમાં અન્ના જીવને જે શુભાશુભ ભાવ થાય, તે પરિણામ છે અને પોતાનું દ્રવ્ય, તે પરિણામી છે. તે પરિણામ પરિણામીથી અનન્ય છે, એમ અહીં કહેલ છે. આ સ્વરૂપથી શ્રુત એવા, અજ્ઞાની જીવની વાત છે. શુભાશુભભાવથી જીવ અનન્ય છે, તન્મય છે, માટે કહે છે પરિણામ
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy