________________
આગમથી પ્રથમ નિર્ણય કરે, કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે. ત્યાર પછી મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને મર્યાદામાં લાવી, આત્મસન્મુખ કરે છે. જ્ઞાન જે પર તરફ ઢળેલું છે, તેને સ્વ તરફ વાળે છે. ત્યારે શું થાય છે ? અત્યંત વિકલ્પરહિત થઈને તત્કાળ નિજરથી જ પ્રગટ તથા, આદિ-મધ્ય-અંત રહિત, અનાકુળ. કેવળ એક, આખાય વિશ્વના ઉપર, જાણે કે તરતો હોય તેમ અખંડ પ્રતિભાસમય, અનંત વિજ્ઞાનદાન, પરમાત્મારૂપ સમયસારને, આત્મા અનુભવે છે. રાગથી ભિન્ન, આત્માને અનુભવે નહિ અને રાગ વડે લાભ (ધર્મ) માને, તે બહારથી કંચન-કામિનીનો ત્યાગી, નિર્વસ્ત્ર દિગંબર અવસ્થા ધારી હોય તો પણ તેને સાધુ કેમ કહીએ ? રાગથી લાભ માનવો એ તો મિથ્યાદર્શન છે. આ કોઈ વ્યક્તિ વિશેષના અનાદરની વાત નથી પણ વસ્તુની સ્થિતિની વાત છે. અમને ઘણાં શાસ્ત્રોનો અભ્યાસ છે, અમે ઘણી શાસ્ત્રસભાઓ સંબોધી છે, તેથી અમને આત્મજ્ઞાન છે, એમ કોઈ કહે, તો તે યથાર્થ નથી. એ તો બધી રાગની-વિકલ્પની વાતો છે. વસ્તુ આત્મા, તો શાસ્ત્રજ્ઞાનના વિકલ્પથી પાર નિર્વિકલ્પ છે. આવા નિર્વિકલ્પ શુદ્ધ ચૈતન્યમય આત્માની દૃષ્ટિ કરી, તેનો અનુભવ કરવો, તે આત્મદર્શન અને આત્મજ્ઞાન છે. (૬) મનના શુભ ભાવથી જરાક છૂટીને સ્વભાવનું લક્ષ કરતાં બુદ્ધિપૂર્વક વિકલ્પ રહેતા નથી તે દશાને અનુભવ કહેવામાં આવે છે, એવા એકરૂપ અનુભવમાં દર્શન, જ્ઞાન, ચારિત્રના ભેદ નથી. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પર્યાય છે, તે પર્યાયના ભેદ ઉપર લક્ષ જવું તે વ્યવહાર છે. જેના ભેદના) લક્ષે નિર્મળતા ન થાય. (૭) કરવાથી જવાથી-અભ્યાસથી-અવલોકનથીસીધાપરિચયથી આવેલી સમઝ; સીધો પરિચય; ઈન્દ્રિયગમ્ય પરિચય. (૮) સંવેદન. (૯) અનુ + ભવ = અંતરનો સ્વભાવને ભવવું–થવું તે અનુભવ. (૧૦) વેદન; ભોગવટો. (૧૧) આત્મસાક્ષાત્કાર. (૧૨) અનુભવમાં એકલું દ્રવ્ય કે એકલી પર્યાય નથી, પણ સ્વસમ્મુખ વળીને પર્યાય દ્રવ્ય સાથે તદ્રુપ થઈ છે, તે દ્રવ્ય-પર્યાય વચ્ચે ભેદ નથી રહ્યો, આવી જે બન્નેની અભેદ અનુભૂતિ ને અનુભવ છે. દ્રવ્ય-પર્યાય વચ્ચે ભેદ રહે ત્યાં સુધી નિર્વકલ્પ અનુભવ થાય નહીં. (૧૩) વેદન (૧૪) મનના શુભભાવથી જરાક
છૂટીને સ્વભાવમાં લક્ષ કરતાં બુદ્ધિપૂર્વક વિકલ્પ રહેતા નથી તે દશાને અનુભવ કહેવામાં આવે છે. એવા એકરૂપ અનુભવમાં દર્શન, જ્ઞાન, ચારિત્રના ભેદ નથી. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પર્યાય છે. તે પર્યાયના ભેદ ઉપર લક્ષ જવું તે વ્યવહાર છે. તેના ભેદના) લક્ષે નિર્મળતા ન થાય. (૧૫) અનુભવમાં એકલી પર્યાય કે એકલું દ્રવ્ય નથી, પણ સ્વસમ્મુખ વળીને પર્યાય દ્રવ્ય સાથે તદ્રપ થઈ છે, ને દ્રવ્ય-પર્યાય વચ્ચે ભેદ નથી રહ્યો - આવી જે બન્નેની અભેદ અનુભૂતિ-તે અનુભવ છે. દ્રવ્ય-પર્યાય વચ્ચે ભેદ રહે ત્યાં સુધી નિર્વિકલ્પ અનુભવ થાય નહીં. (૧૬) પ્રત્યક્ષજ્ઞાન; વેદન; વસ્તુ વિચારત ધ્યાયતે મન પાસે વિશ્રામ, રસાસ્વાદન સુખ ઊપજે અનુભવ પાકો નામ શ્રી બનારસી દાસ. (૧૭) અનુ + ભવ = અંતરમાં સ્વભાવને ભવવું
થવું તે અનુભવ. અનુભવ કરે તેમાં લીન થાય. અનુભવ કરતાં જ્ઞાન કરતાં; આશ્રય કરીને; અનભવ ગમ્ય પ્રવચનશાસ્ત્રસિદ્ધ વાત; અનુભવ સિદ્ધ. (૨) અંતર દૃષ્ટિથી;
અંતર જ્ઞાનદષ્ટિથી સમજાય તેવું; અનુભવગોચર:અનુભવથી જાણમાં-સમજમાં આવે તેવું. અનુભવરૂપ :બેમાંથી એક સ્વરૂપ નથી. અનુભવ સિદ્ધ અનુભવથી નિવડી આવેલું. અનુભવગમ્ય અનુભવસિદ્ધ; ઈંદ્રિયગમ્ય પરિચયથી સમજી શકાય તેવું. (૨).
ઈન્દ્રિયગમ્ય પરિચયથી સમજી શકાય તેવું. અનુભવન :એકાગ્રતા. અનભવનથીલ વાણી સર્વજ્ઞ અનુસારિણી; સર્વ સર્વજ્ઞ વીતરાગનો એકરાર
કરનારી વાણી-એને અનુભવનશીલ કહી છે. અનભવ્ય :ભોગ્ય. અનુભવરૂપ બન્ને રૂપ નહીં. અનુભવરૂપ પરિણતિની પશ્મ વિશુદ્ધિ :સમસ્ત રાગાદિ વિભાવપરિણતિ રહિત,
ઉત્કૃષ્ટ નિર્મળતા.