SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ પરમ ધર્મ અકળ છે તો ક્રિયા જરૂર અફળ નથી ઃએક વીતરાગ ભાવ જ, મનુષ્યાદિ પર્યાયોરૂપ ફળ ઉપજાવતો નથી, પરંતુ રાગદ્વેષમય ક્રિયા, તો અવશ્ય કે ફળ ઉપજાવે છે. પરમનોગત :પારકાના મન સાથે સંબંધવાળા. પરસ્પર આમ્નાય ધાર્મિક પરંપરા, સંપ્રદાય; પરંપરાથી મળેલ ધાર્મિક ગ્રંથ. પપુણ્ય :સર્વજ્ઞને પરમ-પુરુષ કહેવામાં આવે છે. એમ આત્મા વસ્તુપણે પરમ પુરુષ છે. અંદર આનંદનો નાથ પ્રભુ સચ્ચિદાનંદ સ્વરૂપ એ પરમ પુરુષ છે. પરમભાવગ્રાહક ત્રિકાળી એક જ્ઞાયક સ્વભાવ, તેને ગ્રહનાર અર્થાત, જાણનાર; શુદ્ધ દ્રવ્યાર્થિક નય, અતીન્દ્રીય આનંદરૂપજ્ઞાયક, ધ્રુવ સ્વભાવરૂપ. પરમ વૈષ્કÇરૂપ પરમ નિષ્કર્મપણારૂપ. પરમ પ્રગટતું આત્મદૃષ્ટિવંત પ.પૂ. ભાઈશ્રી; શુકરાજદેવ; પૂ. શ્રી પોપટલાલભાઈ. પરમ પ્રભાવ ઃસર્વોત્કૃષ્ટ શક્તિ; સામર્થ્ય. પરમ પુરુષ :સર્વજ્ઞને પરમપુરુષ કહેવામાં આવે છે, એમ આત્મા વસ્તુપણે પરમ પુરુષ છે. અંદર આનંદનો નાથ પ્રભુ, સચ્ચિદાનંદ-સ્વરૂપ, એ પરમ પુરુષ છે. (૨) સર્વજ્ઞને પરમ પુરુષ કહેવામાં આવે છે.અંદર આનંદનો નાથ, પ્રભુ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એ પરમ પુરુષ છે. પરમ પારિણામિક ભાવ :પારિણામિક ભાવ તો, ત્રિકાળ છે. પણ અંતર્મુખ જ્ઞાનના પરિણમનમાં, તેનો પ્રતિભાસ થાય ત્યારે, તે છે એમ નિશ્ચય થાય છે. સ્વસ્વરૂપમાં અંતર એકાગ્ર થઇ, તેની સત્તાનો સ્વીકાર કરે, ત્યારે પારિણામિક ભાવ ત્રિકાળ છે, એમ જણાય છે. (૨) ત્રિકાળી, ચૈતન્ય સ્વભાવ (૩) આ પરમ પારિણામિક ભાવમાં, પારિણામિક શબ્દ હોવા છતાં, તે ઉત્પાદ વ્યયરૂપ પરિણામને સૂચવવા માટે નથી. અને પર્યાયાર્થિક નયનો વિષય નથી; આ પરમ પારિણામિક ભાવ, તો ઉત્પાદ થય નિરપેક્ષ એકરૂપ છે. અને દ્રવ્યાર્થિક નયનો વિષય છે. (૪) શુદ્ધ પારિણામિકભાવ દ્રવ્યરૂપ છે તે આત્માનો અહેતુક, અકૃત્રિમ, સહજ સ્વભાવ છે. ૫૫ ચાર પ્રકારની પર્યાયના આવરણ રત, શુદ્ધ ચૈતન્યઘન પ્રવાહરૂપ એક શુદ્ધ ચૈતન્યના ધ્રુવપ્રવાહરૂપ, શુદ્ધ જીવત્વ છે. તે નિરાવરણ શુદ્ધ પારિણામિક ભાવ (૫) ત્રિકાળી ધ્રુવ સહજ, એક પરમ પારિણામિક ભાવ જ, સદા પવિત્ર એવો નિજ પરમ સ્વભાવ છે. અને બાકીના ઔદયિકાદિ ચાર ભાવો છે. તે તો અપેક્ષિત ભાવો છે. અને તેથી વિભાવ સ્વભાવ પરભાવો છે, વળી તે પર્યાયભાવો છે, ને તેથી તે પર્યાય ભાવો નો આશ્રય કરવાથી, ધ્રુવ દ્રવ્યનો આશ્રય થતો નથી. અર્થાત્ ધ્રુવ દ્રવ્ય સ્વભાવ પર્યાયના આશ્રયે જણાવા યોગ્ય નથી. અગમ્ય છે. ત્રિકાળી ધ્રુવ, આનંદકંદરૂપ એક પરમ સ્વભાવરૂપ આત્મા છે, તેનો એકનો જ આશ્રય કરવાથી. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યકચારિત્ર, કેવળ જ્ઞાન અને મોક્ષ ઇત્યાદિ, મોક્ષ પર્યંતની નિર્મળ અવસ્થાઓ થાય છે. પરંતુ ઔદયાદિક વર્તમાન વર્તતી પર્યાયના આશ્રયે, કાંઇ નિર્મળ પર્યાય થતી નથી. આ ઝીણી વાત છે. ભારે સૂક્ષ્મ (૭) જે દર્શનોપયોગ અને ત્રિકાળી શ્રદ્ધાનો ભાવ છે, તે ઔદયિકાદિ વર્તમાન પર્યાયના આશ્રયે જણાય એવો નથી. (૮) પોતાના શુદ્ધાત્માનો ત્રિકાળી જ્ઞાયક ભાવ. પરમ ભટ્ટારક :પરમ પુરુષ. દિગંબર આમ્નાયમાં પરમ પુરુષ માટે ભટ્ટારકની પદવી ગણાય છે. (૨) મહા દેવાધિદેવ; પરમેશ્વર; અરિહંત; સિદ્ધ; પરમપૂજ્ય. પરમ ભદ્દારક :મહાધિદેવ; પરને પદ; પરમ શૂન્ય પરમ યોગ, પ્રાપ્ત ઃમહાપાત્ર; સિદ્ધિને પ્રાપ્ત થાય છે. પરમ વિચાણ :પરમ વિવેક; પરમ વિનય પરમ વિવિધતા સમસ્ત પદાર્થસમૂહ કે જે અનંત વિવિધતામય છે. પરમ શીલ આત્મામાં સ્થિરતા કરવારૂપ આચરણ. પરમ સુખ :આત્મસુખ પરમ સમરશીભાવ ઃપારમાર્થિક સુખરસાસ્વાદ. પરમ સમાધિ :અંતર આત્માની દષ્ટિ કરતાં પર્યાયમાં જે શાંતિનો અંશ પ્રગટ થાય છે તેનું નામ પરમ સમાધિ છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy