SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) કુળમદ (૨) જાતિ મદ (૩) રૂપ મદ (૪) વિદ્યા કે જ્ઞાન મદ (૫) ધન ઋદ્ધિમદ, (૬) બળમદ, (૭) તપમદ, (૮) પૂજા-પ્રતિભામદ. ત્રણ મૂઢતાકુદેવ, કુગુરુ અને કુશાસ્ત્રની ભક્તિ, પ્રશંસા તે. આઠ સમ્યકત્વના દોષ-શંકા, કાંક્ષા, વિચિકત્સા, મૂઢદષ્ટિ, અનૂપગૂહન, અસ્થિતિકરણ, અવાત્સલ્ય અને અપ્રભાવના, આ સમ્યકત્વના આઠ દોષ છે. અને છ અનાયતન-કુદેવ, કુગુરુ, કુધર્મ, કુદેવસેવક, કુગુરુસેવક આ અનાયતન છે. આમ ૮ મદ, ૩ મૂઢતા ૬ અનાયતન (અધર્મસ્થાન) ૮ શંકાદિદોષ, આ પ્રમાણે સમ્યકત્વના ૨૫ દોષ પચંમુખ :બહારની બાજુ નજર હોય તેવું; વિમુખ; બેદરકાર; અવળચંડુ. પચકખાણ હું એક જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવવાળો છે. જે અન્ય દ્રવ્યના નિમિત્તથી વિભાવ પરિણામો થાય છે તે મારા સ્વભાવ૫ણે થવાને લાયક નથી. આમ સ્વભાવ અને રાગને ભિન્ન જાણવા તે રાગનો ત્યાગ છે. આ રાગ છે તે હું નહિ. એ ભિન્ન રાગપણે હં થવાને લાયક નથી અને રાગ મારા સ્વભાવ૫ણે થવાને લાયક નથી. આમ જે પહેલાં જાણે છે તે જ પછી ત્યાગે છે. જે જ્ઞાનમાં જણાયું કે આ રાગ છે તે મારા સ્વભાવ વડે વ્યાપ્ત થતો નથી અને મારો પણ સ્વભાવ નથી કે હું રાગપણે થાઉં એ જાણપણું એ પચ્ચકખાણ છે, સામાયિક છે, કેમ કે એમ જાણનાર રાગથી ખસીને સ્વરૂપમાં કરે છે. (૨) ત્યાગ; વિભાવ-વિકારીભાવ આત્માના સ્વભાવ વડે વ્યાપ્ત થવાને લાયક નથી, તેથી તેને પરપણે જાણવા એ જ તેનો ત્યાગ કર્યો એમ કહેવાય છે. (૩) ત્યાગ; પ્રત્યાખ્યાન; શુદ્ધતા, શુદ્ધ ઉપયોગમાં રમણતા. (૪) ચૈતન્ય તત્ત્વનું યથાર્થ જ્ઞાન થયે, તેમાં અંશે અંશે થંભ્યો, તે જ ખરું પચ્ચખાણ છે. યથાર્થ આત્માના જ્ઞાન વિના, પચ્ચખાણનું સ્વરૂપ, અજ્ઞાની નહિ જાણી શકે, પરંતુ શુભ ભાવરૂપ પચ્ચખાણ, બંધનરૂપ છે અને સ્વરૂપની સ્થિરતારમણતારૂપ, પચ્ચખાણ જ, અબંધનરૂપ છે. સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન થયે જ, અનંતો બંધ અટકી જાય છે. પછી અલ્પ બંધ રહે છે, એને ગણતરીમાં ગયો નથી. અને તે અલ્પ બંધ પણ, સ્વરૂપ સ્થિરતા થયે, અલ્પ કાળમાં નાશ થઇ જ જવાનો, માટે સમ્યજ્ઞાન થયે જ, બંધન અટકી ૫૬૮ જાય છે. સંસારનાશનો ઉપાય, ચૈતન્ય સ્વરૂપ આત્માને ઓળખવો, તે જ છે. બીજો કોઈ ઉપાય, છે જ નહિ.ગુ હસ્થાશ્રમમાં રહ્યા થકી, આત્માનું શ્રદ્ધા અને જ્ઞાન થઇ શકે છે. આત્માનું ભાન થતાં પરપદાર્થ પ્રત્યેનો અનંતો રાગદ્વેષ, ટળી જાય છે, સવદર્શન પામ્યા પછી, પાંચમી ભૂમિકા થતાં, અંશે સ્વરૂપ સ્થિરતા વધતાં, અણુવ્રતનાં શુભ પરિણામ આવે છે. પ્રથમ સાચી સમજણ થાય, પછી સાચાં વ્રત થાય. સાચી સમજણ, સાચી રુચિ વગર થાય નહિ, પર પદાર્થની રુચિ, અંતરથી ખસીને, આત્માની રૂચિ, અંતરથી જાગે, ત્યારે આ વાતની અંતરથી ઘડ બેસે તેમ છે. જેને આત્માની રુચિ અંતરથી જાગે, તે બધા નિર્ધન કે સધન- આ વાતને સમજી શકે તેમ છે. સહદયનું શ્રવણ કરીને, જે સત્ય સમજવાનો પ્રયાસ કરે, તેને સાચી સમજણ થાય, અને સમ્યગ્દર્શન થાય, અને પછી સાચાં વ્રત આવે, દુનિયા દોરંગી છે, જેને જેમ ઠીક પડે, તેમ બોલે, પરંતુ સત્ય તે ત્રિકાળ સત્ છે. પચ્ચખાણ આત્મ સ્વરૂપમાં સ્થિરતા; રમણતા તે પચ્ચખાણ છે. (૨) કશુંક ત્યાગવાનું વ્રત-પ્રતિજ્ઞા, પચખાણ પથ્થખીને ત્યાગીને; છોડીને. પશ્યમાન :પકાવવામાં આવતા પટ :વસ્ત્ર પટકવુ નાખવું; મારવું પટળ(પટલ) :પડદો; પડ; આચ્છાદન. પટારો :નિધિ પઠન કરવું વાંચી જવું પઠન-પાઠન ૫ઠન એટલે વાંચવું એ; અભ્યાસનું કે પાઠનું, મોઢેથી પરિશીલન કરવું એ; મુખ-પાઠ; અભ્યાસ કરવો એ; શિક્ષા; તાલીમ; ભણતર; પાઠન એટલે વંચાવવું એ, ભણાવવું એ. પઠન-પાઠન એટલે વાંચવું અને વંચાવવું; ભણવું અને ભણાવવું એ.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy