SearchBrowseAboutContactDonate
Page Preview
Page 556
Loading...
Download File
Download File
Page Text
________________ આલંબનરૂપ અભિપ્રાય અપેક્ષિત હોવાથી ઉપરોકત નિશ્ચયનયને ઉપાદેય કહ્યો છે.. નિશ્ચયનયથી નિરપે નિશ્ચયનય પ્રત્યે ઉપેક્ષાવાળો; નિશ્ચયનય પ્રત્યે બેદરકાર; નિશ્ચયનયને નહિ ગણતો. નિશ્ચયનય :નયચક્રમાં આવે છે કે પ્રમાણ પૂજ્ય નથી પણ નિશ્ચયનય પૂજ્ય છે. પ્રશ્ન :પ્રમાણ કેમ પૂજ્ય નથી ? ઉત્તર કારણ કે એમાં પર્યાયનો વ્યવહારનો) નિષેધ થતો નથી. જયારે નિશ્ચયનયમાં પર્યાયનો નિષેધ થાય છે. પ્રશ્ન :નિશ્ચયનયમાં તો એક દ્રવ્ય જ માત્ર છે, જયારે પ્રમાણજ્ઞાનમાં તો દ્રવ્ય પર્યાય બન્નેય આવે છે. માટે તે પ્રમાણજ્ઞાન પૂજ્ય કેમ નહિ ? ઉત્તર :કારણ કે નિશ્ચયનયમાં પર્યાયનો નિષેધ છે અને સ્વનો આશ્રય છે. પર્યાયના નિષેધપૂર્વક સ્વનો આશ્રય કરે છે તેથી નિશ્ચયનય પૂજ્ય છે. આવી ખુલ્લી ચોખ્ખી વાત છે. કોઇ બીજા પ્રકારે માને તો માનો, પણ તેથી વસ્તુ સ્વરૂપ કાંઇ બદલાઇ જતું નથી. પ્રશ્ન : જો ઉપાદાનથી જ (કાર્ય થતું હોય તો આપે બોલવાની પ્રવચન કરવાની) કંઇ જરૂર નથી. પણ આપ બોલો તો છો ? આપ નિમિત્તનો આશ્રય જયારે લો છો ત્યારે તો બીજાને સમજાવી શકો છો. માટે નિમિત્ત સિધ્ધ થઇ ગયું ઉત્તર : ભગવાન! નિમિત્ત તો છે. (છે અને કોણ નિષેધ કરે છે) પણ નિમિત્ત કરે શું? ભાઇ ! શરીરના એકેએક રજકણનો તો તે કાળે પરિણમવાનો સ્વભાવ છે તેથી તે પોતાના કારણે સ્વકાળે પરિણમે છે. તેમાં નિમિત્તનો દાવ જ કયાં છે ? રમતમાં દાવ આવે ત્યારે પાસા નાખે છે. પણ અહીં તો નિમિત્તનો દાવ જ આવતો નથી. કહ્યું છે ને કેએક ચક્ર સૌ રથ ચલે રવિ કો ચહે સ્વભાવ. જેમ સૂર્યનો રથ એક પૈડાથી ચાલે છે તેમ દરેક પદાર્થ એકલા પોતાના પરિણમન સ્વભાવથી જ પરિણમે છે, તેમાં બીજાની અપેક્ષા નથી. સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રરૂપ શુધ્ધરત્નત્રયના પરિણમનમાં પણ પરની અપેક્ષા નથી. શ્રી નિયમસારની બીજી ગાથાની ટીકામાં આવે છે કે નિજ ૫૫૬ પરમાત્મતત્વનાં સમ્યક-શ્રધ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાનરૂપ શુધ્ધ રત્નત્રયાત્મક માર્ગ પરમ નિરપેક્ષ હોવાથી મોક્ષનો ઉપાય છે. આમ નિશ્ચય મોક્ષમાર્ગને વ્યવહારની કે નિમિત્તની અપેક્ષા છે જ નહિ. આ પરમ વીતરાગના શાસનનું કથન છે. પ્રશ્ન : તો વ્યવહારનય શી રીતે પ્રયોજનવાન છે ? ઉત્તર : તેને જાણવો તે પ્રયોજનવાન છે. સમયસારની બારમી ગાથાની ટીકામાં આવે છે કે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. તે કઇ રીતે ? કે નિશ્ચય સ્વભાવનો આશ્રય થતાં સ્વાનુભુતિ પ્રગટ થાય છે, સમ્યગ્દર્શન થાય છે છતાં પર્યાયમાં અપૂર્ણતા તથા રાગનો અશુધ્ધતાનો ભાગ છે તે કાળે હોય છે. તેને તે તે કાળે જાણવો-તદાન્ય પ્રયોજનવાન પ્રયોજાવાની છે. જયાં સુધી પૂર્ણ શુધ્ધતા થાય નહીં ત્યાં સુધી પર્યાયમાં જે અશુધ્ધતાનો ભાગ છે તેને તે સમયે જાણવો-એમ વ્યવહારનય જાણેલો પ્રયોજનવાન છે. તે વ્યવહારનય છે, વ્યવહારનયનો વિષય પણ છે; પરંતુ વ્યવહારનય જાણેલો પ્રયોજનવાન છે, આદરેલો નહિ. ત્રિકાળી શુધ્ધ દ્રવ્ય છે. તે નિશ્ચયનયનો વિષય છે. જયારે પર્યાયમાં જે સાધકપણું છે, અપૂર્ણતા છે અર્થાત શુધ્ધતા તેમ જ અશુધ્ધતાના અંશો છે એ બધો વ્યવહારનયનો વિષય છે. તેને તે કાળે જાણેલો પ્રયોજનવાન છે. વ્યવહારનય આશ્રય કરવા લાયક નથી. માટે વ્યવહારનય છે જ નહિ એમ નથી. જો વ્યવહારનય હોય જ નહિ તો ચોથું, પાંચમું, છઠું, આદિ ગુણસ્થાનો બનશે જ નહિ. અને તો પછી તીર્થનો જ નાશ થશે, અર્થાત પર્યાયના જે ભેદ છે તે રહેશે જ નહિ. માટે જેમ નિશ્ચયનયનો વિષય છે. તેમ વ્યવહારનયનો પણ વિષય તો છે પણ તે આશ્રય કરવા લાયક નથી એમ યર્થાથ સમજવું. નિશ્ચયપ્રતિબુદ્દ:નિશ્ચયના જાણનારા નિશ્ચયમાર્ગ :સત્ય માર્ગ નિશ્ચયવાદીઓ સત્યાર્થવાદીઓ
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy