________________
નિશ્ચયપ્રતિબદ્ધ :નિશ્ચયના જાણનારા નિશ્ચયબંધુ રાગપરિણત જીવ જ, નવા દ્રવ્ય કર્મથી બંધાય છે, વૈરાગ્યપરિણત
બંધાતો નથી, રાગપરિણત જીવ, નવા દ્રવ્યકર્મથી મુકાતો નથી, વૈરાગ્યપરિણત જ મુકાય છે, રાગપરિણત જીવ સંસ્પર્શ કરતા (સંબંધમાં આવતા), એવા નવા દ્રવ્યકર્મથી અને ચિરસંચિત (લાંબા કાળથી સંચય પામેલા) એવા જૂના દ્રવ્યમકર્મથી, અને ચિરસંચિત એવા જૂના દ્રવ્યકર્મથી મુકાય જ છે, બંધાતો નથી, માટે નકકી થાય છે કે, દ્રવ્યબંધનો સાધકતમ
(ઉત્કૃષ્ટહેતુ) હોવાથી, રાગપરિણામ જ, નિશ્ચયથી બંધ છે. નિલયભક્તિ :આત્મ આરાધના. (૨) પોતે સચ્ચિદાનંદ સ્વરૂપ, ભગવાન આત્મા
સિદ્ધ સ્વરૂપ, પરમાત્મા છે, તેની અંતર્મુખ એકતાથી પ્રાપ્ત, શ્રદ્ધાન તે નિશ્ચય ભક્તિ, અર્થાત્ સમકિત છે, અને તેને નિમિત્તરૂપે બતાવનાર, આવા ભગવાનની શ્રદ્ધાનો વિકલ્પ, તે વ્યવહર ભકિત છે. (૩) પરમાર્થે, પોતાનો ચિદાનંદ સ્વભાવી ભગવાન, આત્મા, તેની પ્રતીત કરીને તેમાં એકાગ્ર થવું,
તે નિશ્ચયભકિત છે. નિશ્ચયવાદીઓ :સત્યાર્થવાદીઓ. નિશ્ચયસ્તુતિ પહેલા નંબરની નિશ્ચયસ્તુતિમાં, મોહથી જુદો જાણવો ને માનવો
તેમ કહ્યું. બીજા નંબરમાં, મોહમાં ભળ્યો નહિ પણ દૂરથી પાછો વળ્યો, એટલે મોહનો તિરસ્કાર કર્યો, એ રીતે મોહનો ઉપશમ કર્યો, તેમ કહ્યું. ત્રીજા નંબરમાં મોહનો ક્ષય કર્યો છે. આ પ્રમાણે જઘન્ય, મધ્યમ ને ઉત્કૃષ્ટ સ્તુતિ કહી. પોતાના આત્માની ઉત્કૃષ્ટ શુદ્ધ-નિર્મળભાવની ભાવના, એટલે અંતર એકાગ્રતા, નિર્વિકલ્પ સ્વભાવમાં કર્યો. એકલા શુદ્ધ વીતરાગ સ્વભાવમાં એકાગ્રતા કરવા મંડ્યો, તેનું સારી રીતે અવલંબન એવું કર્યું કે, બે ધડીમાં
કેવળજ્ઞાન લે તેવી આ ઉત્કટ ભકિત છે. નિશ્ચયસાધિત :નિશ્ચય વડે, સિદ્ધ થયેલો. નિથયાભાસી જે કોઇ જીવ નિશ્ચયનયના અભિપ્રાયને યર્થાથ જાણતો નથી અને
સદવ્યહાર કહેતાં આત્મવ્યવહારને લોપે છે અર્થાત નિશ્ચય રત્નત્રય પ્રગટ
૫૫૩ કરતો નથી તે સાધન રહિત થયો થકો નિશ્ચયાભાસી મિથ્યાદ્રષ્ટિ છે. શ્રીમદે કહેલી પંક્તિઓ આ પ્રમાણે છે - અથવા નિશ્ચયનય ગ્રહે માત્ર શબદની માંય; લોએ સવ્યવહારને સાધન રહિત થાય. (આત્મસિદ્ધિ). સાધન રહિત થાય એમ કહ્યું ત્યાઃ કયું સાધન ? આ શુભભાવ જે અજીવ ભાવ છે એ સાધન ? એ તો સાધન છે જ નહિ. અંતરંગ સાધન નિજ શુધ્ધાત્મા છે અને તેના લક્ષે પ્રગટ થતાં જે નિશ્ચયરત્નત્રય તે બાહ્યસાધન છે. આ સિવાય અન્ય કોઇ સાધન નથી. (૨) નિશ્ચયનું જ્ઞાન કરી લે પણ અનુભવ કરે નહિ, અને પોતાને અનુભવી માની લે તો, તે નિશ્ચયભાસી છે. (૩) જે જીવ, આત્માના ત્રિકાળી સ્વરૂપને સ્વીકારે, પણ વર્તમાન પર્યાયમાં પોતાને વિકાર છે, તે ન સ્વીકારે, - તે નિશ્ચયાભાસી છે, તેને શુષ્કજ્ઞાની પણ કહેવામાં આવે છે. (૪) જે જીવ, આત્માના ત્રિકાળી સ્વરૂપને સ્વીકારે, પણ વર્તમાન પર્યાયમાં પોતાને વિકાર છે, તે ન સ્વીકારે,-તે નિશ્ચયાભાસી છે, તેને શુષ્કજ્ઞાની પણ કહેવામાં આવે છે. (૫) જે જીવ આત્માના, ત્રિકાળી
સ્વરૂપને સ્વીકારે પણ વર્તમાન પર્યાયમાં પોતાને, વિકાર છે તે ન સ્વીકારે, તે
નિશ્ચયાભાસી છે. તેને શુષ્કજ્ઞાની પણ કહેવામાં આવે છે. નિશ્ચલ :નિત્ય, સ્થિર. (૨) અડોલ નિયેલ- કરપાત્રત્વ:વસ્ત્રરહિતપણું અને હાથ રૂપી પાત્રમાં, ભોજન કરવાપણું. નિશળતાક્ષ:નિષ્કપરૂપ નિહારિત્ર :ચારિત્ર રહિત. નિશ્ચિત રહેલા (૨) નકકી (૩) નિર્ણત, નકકી નિશ્ચિતપણું :નિર્વિકલ્પ પણું નિશ્ચયસ્તુતિ :ઉત્કૃષ્ટ આત્મ સ્વભાવ પૂર્ણ, વીતરાગ સ્વભાવમય શુદ્ધ સિદ્ધ દશા,
જેને પ્રગટ છે તેને ઓળખીને, જે નમસ્કાર કરે છે તે નિશ્ચય સ્તુતિ છે. પરમાત્માને નમસ્કાર કરનાર, પોતાના ભાવે, પોતાના ઇષ્ટ સ્વભાવને નમે
છે, તેમાં જ ઢળે છે. નિશ્ચિત નિયત; અચળ.