SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ બિલકુલ મેલ વગરની, કર્મ અંજનથી રહિત, કર્મકલંકથી રહિત, શુદ્ધ પરમાત્મા (૧૦) ર્મમલરૂપ અંજન રહિત, મલિનતાથી રહિત. (૧૧) જેને વર્ણ, રંગ નથી, ગંધ નથી, રસ નથી, શબ્દ નથી, સ્પર્શ નથી, જન્મ નથી, તથા મરણ નથી, તે પરમાત્માની નિરંજન સંજ્ઞા છે. જેને ક્રોધ નથી, મોહ નથી, મદ નથી, માયા નથી, માન નથી, જેને કર્મજન્ય સ્થાન નથી તથા ધ્યાન નથી, તેને હે જીવ તું નિરંજન જાણ. જેને પુણ્યનથી, પાપનથી, હર્ષનથી, વિષાદ નથી, જેને અઢાર દોષોમાંથી એકપણ દોષ નથી તે નિરંજન પરમાત્માં છે. (૧૨) રાગ, દ્વેષ, રૂપ, વગરનો. (૧૩) મલિનતા રહિત, અશરીરી. નિર્ઝરવું :ખરી જવું નિર્ઝરવા :ખરીજવા. નિર્જરા ઃસંવરપૂર્વક અશુધ્ધતાનું ખરવું, કર્મનું ગળવું અને શુધ્ધતાનું વધવું એ ત્રણેય નિર્જરા છે. (૨) કર્મના વીર્યનું (કર્મની શક્તિનું) શાતન કરવામાં સમર્થ એવો જે બહિરંગ અને અંતરંગ (બાર પ્રકારના) તપો વડે વૃધ્ધિ પામેલો જીવનો શુધ્ધોપયોગ તે નિર્જરા છે, તેમ જ તેના પ્રભાવથી-વૃધ્ધિ પામેલા શુધ્ધોપયોગના નિમિત્તથી-નીરસ થયેલાં એવાં ઉપાર્જિત કર્મ પુદ્ગલોનો એક દેશ સંક્ષય તે નિર્જરા છે. (૩) કર્મના વીર્યનું (-કર્મની શક્તિનું) શાતન કરવામાં (પાતળું કરવું-હીન કરવું-ક્ષીણ કરવું-નષ્ટ કરવું) સમર્થ એવો જે બહિરંગ અને અંતરંગ (બાર પ્રકારના) તપો વડે વૃધ્ધિ પામેલો જીવનો શુધ્ધોપયોગ (તે નિર્જરા છે.) તેમ જ તેના પ્રભાવથી (-વૃધ્ધિ પામેલા શુધ્ધોપયોગના નિમિત્તથી) નીરસ થયેલાં એવાં ઉપાર્જિત કર્મ પુદગોનો એક દેશ સંક્ષય (સમ્યક પ્રકારે ક્ષય) તે નિર્જરા છે. (૪) ઉદયમાં આવતા પૂર્વકર્મનો જાગૃતિ પ્રમાણ અંશે ક્ષય. આત્મ પ્રદેશમાંથી કર્મને છૂટાં પાડવા એ. (૫) અહંકાર રહિત; કદાગ્રહ રહિત; લોકસંજ્ઞા રહિત આત્મામાં પ્રવર્તવું તે નિર્જરા (૬) જડ કર્મ સાથેના બંધનો અંશે અંશે અભાવ (૭) અખંડાનંદ શુધ્ધ આત્મ સ્વભાવના અવલંબનના બળથી સ્વરૂપ સ્થિરતાની વૃધ્ધિ વડે અશુધ્ધ (શુભાશુભ) અવસ્થાનો અંશે નાશ કરવો તે ભાવ નિર્જરા છે અને તે ૫૩૩ સમયે ખરવા યોગ્ય જડ કર્મોનું અંશે ખરી જવું તે દ્રવ્ય નિર્જરા છે. (૮) એ રીતે ખરેખર આ (પૂર્વોકત) ભાવમુક્ત (-ભાવમોક્ષવાળા) ભગવાન કેવળીને-કે જેમને સ્વરૂપતૃક્ષપણાને લીધે કર્મવિપાકકૃત સુખદુઃખરૂપ વિક્રિયા અટકી ગઇ છે તેમને આવરણનાં પ્રક્ષીણપણાને લીધે, અનંત જ્ઞાનદર્શનથી સંપૂર્ણ શુધ્ધ જ્ઞાનચેતનામયપણાને લીધે તથા અતીદ્રિયપણાને લીધે જે અન્ય દ્રવ્યના સંયોગ વિનાનું છે અને શુધ્ધ સ્વરૂપમાં અવિચલિત ચૈતન્યવૃત્તિરૂપ હોવાને લીધે જે કચિત ધ્યાન નામને યોગ્ય છે. એવું આત્માનું સ્વરૂપ (આત્માની નિજ દશા) પૂર્વસંચિત કર્મોની શક્તિનું શાતન અથવા તેમનું પતન અવલોકીને નિર્જરાના હેતુ તરીકે વર્ણવવામાં આવે છે. ભાવાર્થઃ કેવળી ભગવાનના આત્માની દશા જ્ઞાનદર્શનાવરણના ક્ષયવાળી હોવાને લીધે શુધ્ધજ્ઞાન ચેતનામય હોવાને લીધે તથા ઇન્દ્રિયવ્યાપારાદિ બર્હિદ્રવ્યના આલંબન વિનાની હોવાને લીધે તથા અન્ય દ્રવ્યના સંસર્ગ રહિત છે અને શુધ્ધ સ્વરૂપમાં નિશ્ચળ ચૈતન્ય પરિણતિરૂપ હોવાને લીધે કોઇ પ્રકારે ધ્યાન નામને યોગ્ય છે. તેમની આવી આત્મદશા નિર્દેશના નિમિત્ત તરીકે વર્ણવવામાં આવે છે. કારણ કે તેમને પૂર્વોપાર્જિત કર્મોની શક્તિ હીન થતી જાય છે તેમ જ તે કર્મો ખરતાં જાય છે.આ દ્રવ્યકર્મ મોક્ષના હેતુભુત એવી પરમ નિર્જરાના કારણભૂત ધ્યાનનું કથન છે. (૯) સંવર એટલે શુભાશુભ પરિણામનો નિરોધ, અને યોગ એટલે શુધ્ધોપયોગ; તેમનાથી (-સંવર અને યોગથી) યુકત એવો જે (પુરુષ), અનશન, અવૌદર્ય, વૃત્તિપરિસંખ્યાન, રસપરિત્યાગ, વિવિકતઐય્યાસન, અને કાયકલેશાદિ ભેદોવાળાં બહિરંગ તપો સહિત તથા પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, વ્યુત્સર્ગ અને ધ્યાન એવા ભેદોવાળાં અંતરંગ તપો સહિત-એમ બહુવિધ તપો સહિત પ્રવર્તે છે તે (પુરુષ) ખરેખર ઘણાં કર્મોની નિર્જરા કરે છે. કર્મના વીર્યનું (-કર્મની શકિતનું) શાતન કરવામાં સમર્થ એવો જે બહિરંગ અને અંતરંગ તપો વડે વૃધ્ધિ પામેલો શુધ્ધોપયોગ તે ભાવનિર્જરા છે અને તેના પ્રભાવથી (-વૃધ્ધિ પામેલા શુધ્ધોપયોગના નિમિત્તથી) નીરસ થયેલાં એવાં ઉપાર્જિત કર્મપુદગલોનો એક દેશ સંક્ષય તે દ્રવ્ય નિર્જરા છે. (૧૦) સંવર એટલે
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy