SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૬ જ્ઞાન દ્વારા જાણેલા પદાર્થનું પ્રતિપાદન, શબ્દદ્વારા થાય છે, તેથી તે શબ્દને, શબ્દનય કહેવામાં આવે છે. જ્ઞાનનો વિષય પદાર્થ છે, તેથી નયથી પ્રતિપાદન કરવામાં આવતા પદાર્થને, પણ નય કહેવામાં આવે છે, તે અર્થનય (૯) એવંભૂતનય = જે શબ્દનો, જે ક્રિયારૂપ અર્થ છે, તે ક્રિયારૂપ પરિણમતા પદાર્થને જે નય ગ્રહણ કરે છે, તેને એવંભૂત નય કહે છે. જેમ કે પૂજારીને પૂજા કરતી વખતે જ, પૂજારી કહેવો. પહેલા ત્રણ ભેદ દ્રવ્યાર્થિકનયના છે, તેને સામાન્ય, ઉત્સર્ગ અથવા અનુવૃત્તિ એવા નામથી, પણ કહેવામાં આવે છે. પાછળના ચાર ભેદ, પર્યાયાર્થિકનયના છે. જેને વિશેષ, અપવાદ અથવા વ્યાવૃત્તિ, એવા નામથી, પણ કહેવામાં આવે છે. પહેલા ચાર નય અર્થનય છે, પછીના ત્રણ શબ્દનાય છે. પર્યાય બે પ્રકારના છે : (૯) સહભાવી - જેને ગુણ કહેવામાં આવે છે, (૯) ક્રમભાવી - જેને પર્યાય કહેવામાં આવે છે, દ્રવ્ય એ નામ, વસ્તુઓનું પણ છે. અને વસ્તુઓના સામાન્ય સ્વભાવમય, એક સ્વભાવનું પણ છે. જ્યારે દ્રવ્ય પ્રમાણનો વિષય હોય, ત્યારે તેનો અર્થ વસ્તુ (દ્રવ્ય, ગુણ અને ત્રણેયકાળના પર્યાયો સહિત), એવો કરવો, નયોના પ્રકરણમાં જ્યારે દ્રવ્યાર્થિક વપરાય, ત્યારે “સામાન્ય સ્વભાવમય એક સ્વભાવ', (સામાન્યત્મક ધર્મ) એવો તેનો અર્થ કરવો. વ્યર્થિકમાં નીચે પ્રમાણે ત્રણ ભેદ થાય છે. સત્ અને અસત્ પર્યાયના સ્વરૂપમાં, પ્રયોજનવશ પરસ્પર ભેદ ન માની બન્નેને વસ્તુનું સ્વરૂપ માનવું, તે નૈગમનાય છે. • સના અંતર્ભેદોમાં ભેદ ન ગણવો, તે સંગ્રહાય છે. • સભા અંતભેદો માનવા, તે વ્યવહારનય છે. નયના જ્ઞાનનય, શબ્દનય અને અર્થનય, એવા પણ ત્રણ પ્રકાર પડે છે. વાસ્તવિક પ્રમાણજ્ઞાન છે, અને એકદેશગ્રાહી તે હોય, ત્યારે તેને નય કહે છે. તથા જ્ઞાનનું નામ નય છે, અને તેના જ્ઞાનનય કહેવામાં આવે છે. આત્માના સંબંધમાં આ સાત નો નીચેના ચૌદ બોલમાં શ્રીમદ રાજચંદ્રજીએ ઉતારેલા છે, તે સાધકને ઉપયોગી હોવાથી, અહીં અર્થ સાથે આપવામાં આવે છે. એવંભૂત દૃષ્ટિથી ઋજુસૂત્રસ્થિતિ કર = પૂર્ણતાને લક્ષે, શરૂઆત કર. ઋજુસૂત્ર દષ્ટિથી એવંભૂત સ્થિતિ કર. = સાધકદષ્ટિ દ્વારા સાધ્યમાં સ્થિતિ કર. નૈગમદષ્ટિથી એવંભૂત પ્રાપ્તિ કર = તું પૂર્ણ છે એવી સંકલ્પદષ્ટિ વડે, પૂર્ણતાને પ્રાપ્ત કર. એવંભૂત દષ્ટિથી નૈગમ વિશુદ્ધ કર = પૂર્ણદષ્ટિથી અવ્યકત અંશ, વિશુદ્ધ કર. સંગ્રહદષ્ટિથી એવંભૂત થા = ત્રિકાળી સન્દષ્ટિથી પૂર્ણ શુદ્ધ પર્યાય પ્રગટરૂપ કર. એવંભૂત દષ્ટિથી સંહ વિશુદ્ધ કર = નિશ્ચયદૃષ્ટિથી સત્તાને વિશુદ્ધસ કરે. વ્યવહાર દ્રષ્ટિથી એવંભૂત પ્રત્યેજા = ભેદદષ્ટિ છોડીને, અભેદ પ્રત્યે જા. એવંભૂત દષ્ટિથી વ્યવહાર નિવૃત્ત કર = અભેદદષ્ટિથી, ભેદને નિવૃત્ત કરે. શબ્દદષ્ટિની એવંભૂત પ્રત્યેજા = શબ્દના રહસ્યભૂત પદાર્થની દષ્ટિથી, પૂર્ણતા પ્રત્યે જા.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy