________________
(૫) ઉપસર્ગ અને પરિષહજય = વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં, બાહ્ય સહાયક
આવેલા ઉપસર્ગોને જીતીને, આત્મામાં સ્થિર રહેવારૂપ, પરીષહજય છે. આ કારણોની પ્રાપ્તિથી, ધ્યાન સંપૂર્ણપણે થાય છે. અને તેથી પરમાનંદ રૂપ, પરમાત્માનો અનભવ થાય છે.
ધર્મ વાડીએ ન નીપજે, ધર્મ હાટે ન વેચાય,
ધર્મ વિવેકે નીપજે, જો કરીએ, તો થાય. લોકો આ પદ બોલ્યા કરે છે. તેમાં પણ એમ આવ્યું કે, ધર્મ વિવેકે નીપજે, ધર્મ બહારની ક્રિયાથી થતો નથી પણ, ધર્મ વિવેકથી થાય છે. વિવેક એટલે પરથી જુદાપણાનું સાચું જ્ઞાન, વિવેક એટલે, કર્મથી, મનથી, વાણીથી, શરીરથી અને શુભાશુભ પરિણામથી, આત્માનું જુદું ભાન. વિવેક એટલે, પર પદાર્થ અને મારો આત્મા ત્રણે કાળ જુદા છે, મારે અને પર પદાર્થને, ત્રણ
કાળમાં મેળ નથી. ધ્યાનની પ્રાશિ :આગમ દ્વારા અનુમાન દ્વારા અને ધ્યાનના અભ્યાસ રૂપ રસ
દ્વારા, ત્રણ પ્રકારે બુદ્ધિને વિશુદ્ધ કરતો થકો ધ્યાતા + પવિત્ર ધ્યાનને પ્રાપ્તિ થાય છે. ધ્યાનની બાહ્ય સામગ્રીનો ઉલ્લેખ કરીને, અહીં અંતરંગ સમાગ્રીરૂપે બુદ્ધિની શુદ્ધિને, પાવન ધ્યાનનું કારણ બતાવ્યું છે. અને તે બુદ્ધિની શુદ્ધિ માટે, ત્રણ ઉપાયોનો નિર્દેશ કર્યો છે, કે જે આગમ, અનુમાન તથા ધ્યાનભ્યાસના રસરૂપે છે. આગમજન્ય શ્રુતજ્ઞાન દ્વારા, જીવાદિ તત્ત્વોનું સ્વરૂપ જાણવું તે, આગમોપાય’ છે. આગમોથી જાણેલા જીવાદિના સ્વરૂપમાં અનુમાન પ્રમાણથી દઢતા લાવવી, તે “અનુમાનોપાય છે. અને ધ્યાનને અભ્યાસ કરતાં તેમાં જે એક પ્રકારની રુચિની વૃદ્ધિરૂપે રસ-આનંદ ઉત્પન્ન થાય છે. તેને ધ્યાનાભ્યાસ રસ કહે છે. આ ત્રણે ઉપાયો દ્વારા બુદ્ધિનું જે સંશોધન થાય છે, તેનાથી તે શુદ્ધ આત્મધ્યાન બને છે. જેમાં વિવિકત આત્માનું સાક્ષાત દર્શન હોય છે.
૪૯૪ ધ્યાનની બાહય સામગ્રી પણ કેવી રીતે થઇ શકે? ન થઈ શકે. તેથી તત્વદર્શનનું
હોવું પરમાવશ્યક છે, તેથી જ, આ યોગસાર ગ્રંથમાં તત્વોનું આવશ્યક નિરુપણ કરવામાં આવ્યું છે. અને છેલ્લી છડી સામગ્રી છે. જનપદત્યાગ, જયાં સુધી જનપદ અને જનસંપર્કનો ત્યાગ કરવામાં આવતો નથી ત્યાં સુધી, સાધનાની પૂર્ણતા થતી નથી. જન સંપર્કથી વાણીની પ્રવૃત્તિ, વાણીની પ્રવૃત્તિથી મનની ચંચળતા અને મનની ચંચળતાથી, ચિત્તમાં અનેક પ્રકારના વિકલ્પ તથા ક્ષોભ થાય છે. જે બધા ધ્યાનમાં બાધક છે. શ્રી કુન્દકુંદાચાર્યે તો પ્રવચનસારમાં ત્યાં સુધી લખ્યું છે કે, જે લૌકિક જનોનો સંસર્ગ છોડતો નથી તે નિશ્ચિત સૂત્રાર્થ પદ (આગમનો જ્ઞાતા) શમિત કપાયા અને તપમાં ખૂબ વધેલ હોવા છતાં પણ, સંયતમુનિ રહેતો નથી. ( પ્રવચનસાર ગાથા ૨૬૮, પૃષ્ઠ ૪૮૦) ત્રીજી આવૃત્તિ. સંસર્ગના દોષથી, અગ્નિના સંસર્ગને પ્રાપ્ત થવાથી, જે જળની જેમ અવશ્યમેવ વિકાર (ગરમ જળ થઇ જાય છે)ને પ્રાપ્ત થઇ જાય છે.તેથી ધ્યાન સિદ્ધિ માટે નગરોનો નિવાસ છોડીને, ઘણું કરીને, પર્વતાદિ નિર્જન સ્થાનોમાં રહેવાની
આવશ્યકતા છે. ધ્યાનનો વિષય સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્ર સ્વભાવવાળો, શુદ્ધ
આત્મા, એ ધ્યાનનો વિષય છે. ધ્યાવે છે:ભાવે છે, ધ્યાવતાં વિચારતાં ધ્યાવ૬ :ચિંતવવું; ચિંતન-મનન કરવું; ચિંતન કરવું; અંતર એકાગ્રતા કરવી. (૨)
ધ્યાન કરવું, પોતાની શકિતમાંથી ચૂસીને, અંતર એકાગ્રતા વડે પોતાની પૂર્ણ
પવિત્ર દશા, પ્રગટ કરવી. ધ્યાવીને શકિતમાંથી ચૂસીને અંતર એકાગ્રતા વડે, પોતાની પૂર્ણ પવિત્ર દશા પ્રગટ
ધ્યેય ધ્યાન કરવા યોગ્ય; પકડવા લાયક; આશ્રય કરવા લાયક; અનુકરણ કરવા
લાયક; અનુસરણ કરવા લાયક-જે ધ્રુવ છે તે. (૨) લક્ષ્ય કરવાનો વિષય કે પદાર્થ (૩) પકડવા લાયક, આશ્રય કરવા લાયક, અનુકરણ કરવા લાયક,