SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ ધન્યરૂપ દૃતાર્થરૂપ, કૃતકૃત્યરૂપ, ભાગ્યશાળી, નશીબદાર. ધનુષ્ય ૪ હાથનો એક ધનુષ્ય થાય છે. સીમંધર ભગવાનને પાંચસો ધનુષ્યનો ઊંચો, દેહ છે, કોડ પૂર્વનું તેમનું આયુષ્ય છે. ધનુષ્યનું માપ:જ હાથનું ધનુષ્ય. અઢાર ઇંચનો હાથ. ૭૨ ઇંચ એટલે બે વાર લાંબુધનુષ્ય હોય છે. સિમંધર ભગવાનની કાયા, ચાંચસો ધનુષ્ય ઊંચી છે. બે હજાર હાથ ઊંચાઇની, સીમંધર ભગવાનની કાયા છે. ધમાધમ :દુઃખી થવાના વિકલ્પો, ને સંકલ્પો. ધર્તા ધારણ કરવું ધર્મની મા જિનેન્દ્રદેવની વાણી ઝીલીને જે ધર્મ કે ચારિત્ર પ્રગટયું છે તેનાથી નિરંતર ઝરતો-આસ્વાદમાં આવતો એવો સુંદર જે પ્રચુર અતીન્દ્રિય આનંદ તે ધર્મની મુદ્રા છે. ધર્મ આત્મામાં નિર્વિકલ્પ અનુભવની દશા થવી; આત્મામાં અતીન્દ્રિય આનંદની દશા થવી તેનું નામ ધર્મ છે. (૨) આત્મસ્વરૂપને ઓળખવું, આત્મામાં સ્થિર થવું તે ધર્મ. (૩) આત્મપરિણામની સહજ સ્વરૂપે પરિણતિ થવી તેને શ્રી તીર્થકર ધર્મ કહે છે. (૪) શુદ્ધ ઉપયોગમાં જોડાયેલો આત્મા, ધર્મ સ્વરૂપ પરિણામ વાળો છે. ધર્મ પરિણમેલા સ્વરૂપવાળો આત્મા, જો શુદ્ધ ઉપયોગમાં જોડાયેલો હોય, તો મોક્ષના સુખને પામે છે. અને જો શભઉપયોગવાળો હોય તો સ્વર્ગના સુખને (બંધને પામે છે. (૫) ધર્મ એટલે પરનિમિત્ત રહિત, આત્માનો પૂર્ણ સ્વાધીન સ્વભાવ છે. આવું જાણપણું, આત્માએ અનંત કાળમાં કર્યું નથી, કર્યું હોય, તો પૂર્ણ પવિત્ર સ્વભાવની પ્રાપ્તિ થયા વગર રહે નહીં. અખંડ પૂર્ણ સ્વભાવનું યથાર્થ લક્ષ કરવાથી, સમ્યગ્દર્શન પ્રગટે છે. (૬) ધર્મ એટલે જ્ઞાનાનંદ રૂપ આત્માની ચીજ. પોતીકો સ્વભાવ, સ્વતંત્ર ભાવ. તે સદાય પોતામાં છે. પોતાના આધારે જ ઊધડે છે. શરીરાદિ કોઇ સંયોગ મારા નથી, કોઇ સાથે મારે સંબંધ નથી, એમ સ્વભાવ સમીપ જઇ, અંતરદૃષ્ટિથી જોતાં, ક્ષણિક બંધન સંયોગરૂપ અવસ્થા અભૂતાર્થ છે, નાશ પામવા યોગ્ય છે. પ્રભુ! તું પૂર્ણ છો, મુકત છો. અંદર નજર કરે. (૭) ધર્મ એટલે પરનિમિત્ત રહિત, આત્માનો પૂર્ણ સ્વાધીન સ્વભાવ છે. આવું જાણપણું આત્મા એ, અનંત કાળમાં કર્યું નથી, કર્યું હોયતો, પૂર્ણ પવિત્ર સ્વભાવની પ્રાપ્તિ થયા વગર રહે નહી. અખંડ પૂર્ણ સ્વભાવનું યર્થાથ લક્ષ કરવાથી, સમ્યગ્દશન પ્રગટે છે. (૮) આત્માનો અવિકારી સ્વભાવ તે ધર્મ છે. તે સ્વભાવને ગુરુગમથી જાણી, સાચો સમજણનો અભ્યાસ કરી, ખોટી માન્યતા છોડી, વિકાર કર્તા આત્મા નથી, પુણ્યના શુભ વિકલ્પ મારા સ્વભાવમાં નથી. તેમ જ તે મારું કર્તવ્ય પણ નથી, તેમ માની ને તથા નિર્મળ પર્યાય ના ભેદનું લક્ષ ગૌણ કરી, અખંડ જ્ઞાયક ધ્રુવ સ્વભાવને શ્રદ્ધાના લક્ષમાં લેવો તે શુદ્ધ નયનો વિષય છે અને તેનું ફળ, મોક્ષ છે. શુદ્ધનયનો આશ્રય કરવાથી, સમ્યગ્દર્શન થાય છે. આ વાત શ્રાવક અને મુનિ થયા પહેલાંની છે. (૯) નિજ આત્માની અહિંસાને, ધર્મ કહે છે. (૧૦) વસ્તુનો સ્વભાવ, તે જ ધર્મ છે. આત્માનો સ્વભાવ, સ્વભાવમાં કાંઇ બીજી લપ ન થવા દેવી અને સ્વભાવરૂપે રહેવું, તેનું નામ ધર્મ. (૧૧) દુઃખથી મુકિત અપાવનાર, નિશ્ચય રત્નત્રણ સ્વરૂપ મોક્ષમાર્ગ, જેનાથી આત્મા મોક્ષ પામે છે. (રત્નત્રય એટલે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર). (૧૨) ધર્મ તો ભગવાન આત્મા, આનંદસ્વરૂપ છે. એના અતીન્દ્રિય આનંદના વેદનમાં રહેવું, તે છે. (૧૩) આત્મ સ્વરૂપને ઓળખવું, આત્મામાં સ્થિર થવું, તે ધર્મ. (૧૪) ઉત્તમ ક્ષમા, માદવ, આર્જવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય એ દસ પ્રકારના ધર્મ છે. (દશે ધર્મને ઉત્તમ સંજ્ઞા છે. તેથી નિશ્ચય સમ્યગ્દર્શનપૂર્વક વીતરાગ ભાવના જ, એ દશ પ્રકાર છે.) (૧૫) આત્માનો નિર્મળ સ્વભાવ-આત્મામાં જ, સ્વાધીનપણે છે. તે બહારથી કે કોઇ બહારની મદદથી, આવતો નથી, કોઇપણ પરથી, શુભ વિકલ્પ મદદથી આત્માનો અવિકારી ધર્મ, પ્રગટે તેવો નથી, અજ્ઞાની પર સંયોગાધીન વિકારી અવસ્થાનો કર્તા થઇ, પોતાને ભૂલીને, દેહાદિ તથા રાગાદિપણે, પરની ક્રિયા કરનારપણે, પોતાને માને છે. પણ પરમાર્થે આત્મા, તે સર્વથી જુદો છે. દરેક સમયે, અનાદિ અનંત પૂર્ણ છે. શ્વતંત્ર છે. (૧૬) ધર્મ એટલે અનંત સુખસ્વરૂપ આત્માનો નિત્ય સ્વભાવ, તે અનંત
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy