________________
૪૬૧
સુખ ઇત્યાદિ સ્વજાતિમાં સાધારણ-એટલે જીવ દ્રવ્યની અપેક્ષાએ સાધારણ, પણ જીવ સિવાય અન્ય દ્રવ્યમાં ન હોવાથી, અસાધારણ છે. જ્ઞાન, સુખ આદિ ગુણો જીવનાં મુખ્ય લક્ષણ છે. અમૂર્તત્વ-અરૂપીપણું પુદ્ગલદ્રવ્યમાં ન હોવાથી, અસાધારણ છે અને આકાશાદિની અપેક્ષાએ સાધારણ છે. પ્રદેશ કાળદ્રવ્ય તથા પુદ્ગલ પરમાણુ પ્રત્યે, અસાધારણ છે અને બીજા પ્રત્યે
સાધારણ છે. દ્રવ્ય ગુણ પર્યાય :માળાની ઉપમા આપીને સમજાવે છે :દ્રવ્ય = આત્મા વસ્તુ છે, તે દ્રવ્ય છે. (ચૈતન્ય ચિંતામણી માળા) ગુણ = તેના ચૈતન્ય સ્વભાવમય ગુણો છે, તે દોરા સમાન કાયમ નિત્ય છે. પર્યાય = તે ગુણોના ધરનાર ગુણી એવા આત્માનો, બધા વિકલ્પોને મટાડી દઇ,
અંતર્મુખ થઇ અનુભવ કરવો, તે પર્યાય છે, તે નિર્મળ પર્યાયને, મોક્ષનો
માર્ગ કહીએ છીએ. દ્રવ્ય દષ્ટિ નિશ્ચય દષ્ટિ, (૨) વસ્તુનો સ્વભાવ જિનવાણીમાં દ્રવ્યપર્યાય સ્વરૂપ
કહ્યો છે. માટે સ્યાદ્વાદથી એવો અનેકાન્ત સિદ્ધ થાય છે કે પર્યાય અપેક્ષાએ તો વસ્તુ ક્ષણિક છે, અને વ્ય અપેક્ષાએ નિત્ય છે. જીવ પણ વસ્તુ હોવાથી, દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે. તેથી પર્યાય દૃષ્ટિએ જોવામાં આવે, તો કાર્યને કરે છે એક પર્યાય, અને ભોગવે છે અન્ય પર્યાય. જેમ કે, મનુષ્ય પર્યાયે શુભાશુભ કર્મ કર્યા અને તેનું ફળ દેવાદિ પર્યાયે ભોગવ્યું. દ્રવ્યદૃષ્ટિએ જોવામાં આવે, તો જે કરે છે તે જ ભોગવે છે. જેમ કે, મનુષ્ય પર્યાયમાં જે જીવ દ્રવ્ય, શુભાશુભ કર્મ કર્યા તે જીવ દ્રવ્ય, દેવાદિ પર્યાયમાં, પોતે કરેલા કર્મનું ફળ ભોગવ્યું. દેવાધિદેવ જિનેન્દ્રદેવની વાણીમાં, વસ્તુનો સ્વભાવ દ્રવ્યપર્યાય સ્વભાવ નિરૂપ્યો છે. ત્યાં દ્રવ્ય તે ત્રિકાળ નિત્ય છે અને જે પર્યાય છે તે ક્ષણિક છે. પર્યાય છે તે ક્ષણેક્ષણે બદલતી હોવાથી ક્ષણિક છે. અને દ્રવ્ય તો ઉત્પાદવ્યયરહિત ત્રિકાળ શાશ્વત નિત્ય છે. આવું વસ્તુનું અનેકાન્ત સ્વરૂપ છે જે સ્યાદવાદથી સિદ્ધ થાય છે તે આ રીતે કે પર્યાય અપેક્ષાએ વસ્તુ ક્ષણિક છે અને દ્રવ્ય અપેક્ષાએ તે નિત્ય છે. ટકીતે પલટવું તે પલટીને ટકી રહેવું એ દ્રવ્ય
નામ વસ્તુનો સ્વભાવ છે. (૨) શુદ્ધ છે, અભેદ છે, નિશ્ચય છે, ભૂતાર્થ છે,
સત્યાર્થ છે, પરમાર્થ છે. દ્રવ્ય નમસ્કાર :શુભભાવરૂપ સ્તુતિ, તે દ્રવ્ય નમસ્કાર છે. (૨) શબ્દરૂપ-વચન, દ્રવ્ય
નમસ્કાર છે. દ્રવ્ય નમસ્કાર વ્યવહારનય અપેક્ષાએ, સાધક દશામાં હોય છે. ભાવ તથા દ્રવ્ય નમસ્કાર, વ્યવહારનયની અપેક્ષાએ, સાધક દશામાં હોય છે. શુદ્ધ નિશ્ચયનયથી વંઘવંદક ભાવ નથી. (૩) શુભભાનરૂપ સ્તુતિ, તે દ્રવ્ય,
નમસ્કાર છે. દ્રવ્ય નિકોપ :ભૂત, ભવિષ્ય પર્યાયની મુખ્યતા લઇ, તેને વર્તમાનમાં કહેવી
જાણવી, તે દ્રવ્યનિક્ષેપ છે. જેમ શ્રેણીક રાજા ભવિષ્યમાં તીર્થકર થવાના છે, તેને વર્તમાનમાં તીર્થકર કહેવા-જાણવા, અને મહાવીર ભગવાનાદિ ભૂતકાળમાં થયેલ તીર્થકરોને વર્તમાન તીર્થકરો ગણી સ્તુતિ કરવી, તે દ્રવ્યનિક્ષેપ છે. નિર્જરા નિર્જરા કરનાર (દ્રવ્ય-કર્મનું ખરી જવું) એ નિમિત્ત છે. એ દ્રવ્યનિર્જરા છે. એ બન્ને નિર્જરા છે. (૨) અશુદ્ધતા માં જે નિમિત્ત કર્મ હતું, તે કર્મમાં ટળવાની યોગ્યતા તેને કારણે થઇ, નિર્જરવાયોગ્ય રજકણોની
અવસ્થા બદલી, તે દ્રવ્ય નિર્જરા છે. દ્રવ્ય પુજ્યપાપ શુભાશુભ પરિણામ દ્રવ્ય પુણયપાપનું નિમિત્તકારણ હોવાને લીધે
મૂર્ત એવાં તે પુદ્ગલ પરિણામ રૂપ (શાતા-અશાતાદનીયાદિ) દ્રવ્યપુયપાપ વ્યવહારથી જીવનું કાર્ય કહેવાય છે. (અર્થાત્ જીવના પુણ્યપાપ ભાવના નિમિત્તે શાતા-અશાતા વેદનીયાદિ પુલમાત્ર પરિણામ વ્યવહારથી જીવનું કર્મ કહેવાય છે. પુદ્ગલ કર્તાના નિશ્ચય કર્મભૂત વિશિષ્ટ પ્રકૃતિરૂપ પરિણામ (શાતા વેદનીયાદિ ખાસ પ્રકૃતિરૂપ પરિણામ) - કે જેમાં જીવના શુભપરિણામ નિમિત્ત છે તે -દ્રવ્યપુય છે. પુદ્ગલરૂપ કર્તાના નિશ્ચયકર્મભૂત વિશિષ્ટ પ્રકૃતિરૂપ પરિણામ (અશાતા વેદનીયાદિ ખાસ પ્રકૃતિરૂપ પરિણામ) કે જેમાં જીવના અશુભ પરિણામ નિમિત્ત છે તે દ્રવ્યપાપ છે. (પુદ્ગલ કર્તા છે એને