SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ હોવા છતાં પણ પ્રદેશથી અભેદ છે. એમ ન માનનાર, સર્વથા ભેદ માનનારનો મત જૂઠો છે. દ્રવ્ય અને પર્યાય બને ભેગુ થઇને દ્રવ્ય કહેવાય છે. જે નહી, અર્થાત્ ગુણપર્યાય નો પિંડ તે દ્રવ્ય, એ અપેક્ષા અહીં નથી. પણ અહીં તો વર્તમાન અંશને ગોણ કરીને, ત્રિકાળ શકિત તે દિવ્ય છે. જે સામાન્ય સ્વભાવ છે, અને વર્તમાન અંશ તે વિશેષ છે. -પર્યાય છે. એ બે થઇને આખું દ્રવ્ય જેમાં ગુણ અને પર્યાય પ્રાપ્ત હોય, તે દ્રવ્ય છે. અર્થાત્ ગુણ પર્યાય જેમાં પ્રાપ્ત હોય, તે દ્રવ્ય છે. આ વાકયનો સ્પષ્ટ અર્થ એ છે કે ગુણ અને પર્યાયોનો સમુદાય જ, દ્રવ્ય છે. ત્રણે કાળમાં જે વસ્તુ જાત્યંત થાય નહીઃ તેને શ્રીજિન દ્રવ્ય કહે છે. કોઇ પણ દ્રવ્ય પર પરિણામે પરિણામે નહીં. સ્વપણાનો ત્યાગ કરી શકે નહીં. પ્રત્યેક દ્રવ્ય દ્રવ્ય- શ્રેત્ર- કાળ ભાવથી) સ્વપરિણામી છે. ઇનયત અનાદિ માર્ચદાપણે વર્તે છે. જે ચેતન છે. જે કોઇ દિવસ અચેતન થાય નહી. જે અચેતન છે. જે કોઈ દિવસ ચેતન થાય નહી. અનંત ગુણ પર્યાયરૂપ વસ્તુ જેઓ ગુણો ને પર્યાયો ને પામે- પ્રાપ્ત કરે- પહોંચે છે. અથવા જેઓ ગુણો અને પર્યાયો વડે પમાય- પ્રાપ્ત કરાય-પહોંચાય છે. એવા અર્થો, તે દ્રવ્યો ૪૫૫ જેઓ સામાન્ય - વિશેષાત્મક હોવાથી, બે પ્રકારના છે. જેમાં અસ્તિત્વ, નાસ્તિત્વ, એકત્વ, અન્યત્વ, દ્રવ્યત્વ, પર્યાયત્વ, સર્વગતત્વ, અસર્વગતત્વ, સપ્રદેશત્વ, અપ્રદેશત્વ, મૂર્તત્વ , અમૂર્તત્વ, સક્રિયત્વ, અક્રિયત્વ, ચેતનત્વ, અચેતનત્વ, કર્તૃત્વ, અકર્તુત્વ, ભોત્વ, અભાવ, અશ્રુરુ લધુત્વ ઇશ્વયાદિ, સામાન્ય ગુણો છે. અવગાહહેતુત્વ, ગતિનિમિત્તતા , સ્થિતિ કારણત્વ, વર્તનાયતનત, રૂપાદિમત્વ, ચેતનત્વ ઇશ્વયાદિક, વિશેષ ગુણો છે. (૬) પર્યાયો તે આયત વિશેષો છે. જેઓ ચાર પ્રકારના છે. દ્રવ્ય પર્યાય વિવિધ છે: (૧) સમાન જાતીય અને (૨) અસામાન જાતીય. જેવીજ રીતે ગુણપર્યાય પણ વિવિધ છે. (૧) સ્વભાવ પર્યાય અને (૨) વિભાવ પર્યાય. (૧)સમાન જાતીયઃ જેમકે વિઅણુક, ત્રિઅણુક વગેરે સ્કંધ. (૨) અસમાન જાતીયઃ જેમ કે જીવપુદગલાત્મક દેવ, મનુષ્ય વગેરે (૩) સ્વભાવ પર્યાયઃ જેમ કે સિદ્ધ ના ગુણ પર્યાયો. (૪) વિભાવ પર્યાયઃ જેમ કે સ્વ૫ર હેતુક મતિજ્ઞાન પર્યાય. જીવ, અજીવ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ, આ છ દ્રવ્યો છે. આ છ દ્રવ્યોની સંખ્યામાં કદી વધધટ થતી નથી. તેમજ આ દ્રવ્યો, એક સત્ લક્ષણવાળાં, બીજું ઉત્પાદ-વ્યય-ધૌથી યુક્ત અને ત્રીજું ગુણ પર્યાયોના આધારભૂત, એમ ત્રણ પ્રકારનાં લક્ષણોવાળાં છે. દ્રવ્ય છ લક્ષણવાળાં હોય છે. (૧) દ્રવ્ય સત્તામય છે. (૨) ગુણમય છે. (૩) પર્યાયમય છે. (૪) ઉત્પાદુ (૫) વ્યય અને (૬) ધૌવ્યમય છે. આ છે લક્ષણો દરેક દ્રવ્યમાં હોય છે. સત્તાનું લક્ષણ આપ્યું છે, તેને ઉત્પાદ-વ્યય-ધૌવ્યાત્મક બતાવ્યું છે. તથા સર્વ પદાર્થોમાં વ્યાપ્ત કહ્યું છે. કોઇપણ પદાર્થ ચાહે તે ઉત્પાદરૂપ, વ્યયરૂપ કે ધૌવ્યરૂપ હોય, પણ તે સત્તાથી ખાલી નથી. અને તે સત્તાની એકથી માંડીને, અનંત પર્યાયો છે. સત્તારૂપ દ્રવ્યની પર્યાયોનો કદી કયાંય અંત આવતો નથી. જો અંત આવી જાય તો દ્રવ્ય જ સમાપ્ત થઇ જાય, અને દ્રવ્ય સતુરૂપ હોવાથી અને સત્ ધૌવ્યરૂપ હોવાથી, તેનો કદી નાશ થતો નથી. અનંત ગુણ પર્યાય રૂ૫ વસ્તુ, ગુણ અને પર્યાયોનો સમુદાય જ દ્રવ્ય છે. આ વિશ્વમાં જે સ્વભાવ ભેદ કર્યા વિના ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યત્રય થી અને ગુણ-૫ર્યાય દ્વયથી લક્ષિત થાય છે, તે દ્રવ્ય છે. જેમાં -સ્વભાવ, ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય, ગુણ એ છે શબ્દો કહ્યા :- (૧) દ્રવ્યનો સ્વભાવ તે અસ્તિત્વ, સામાન્યરૂપ અન્વય છે, છે, છે, એવો એકરૂપ ભાવ દ્રવ્યનો સ્વભાવ છે. (અન્વય= એકરૂપતા, સંદેશભાવ) અસ્તિત્ત્વ બે પ્રકરનું કહેશે : (૧) વિરૂપઅસ્તિત્વ અને (૨) સદશ્ય અસ્તિત્વ (૨) ઉત્પાદ તે પ્રાદુર્ભાવ- અર્થાત્ પ્રગટ થવું, ઉત્પન્ન થવું. (૩) વ્યય તે પ્રશ્રુતિ - અર્થાત્ ભ્રષ્ટ થવું, નષ્ટ થવું. (૪) ધ્રૌવ્ય તે અવસ્થિતિ- અર્થાત ટકવું. (૫) ગુણો તે વિસ્તાર વિશેષો.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy