________________
(૨) તૃષ્ટિ-દેવામાં અતિ આસકત પાત્ર, લાભને પરમ નિધાનનો લાભ માને. (૩) શ્રદ્ધા (૪) વિજ્ઞાન, (૫) અલોલુપ (૬) સાત્વિક અને (૭) ક્ષમાવાન હોય.
·
દાતાના સાત ગુણ છે. (૧) ઐહિક ફલ -દાન આપીને આ લોક સંબંધી સારા ભોગોવભોગની સામગ્રીની ઇચ્છા ન કરવી. (૨) શાન્તિ – ક્ષમા અને સહનશીલતા, દાન આપતી વખતે ક્ષમાભાવ ધારણ કરવો. (૩) નિષ્કપટતા – કપટ ન કરવું તે. બહારમાં ભકિત કરે અને અંતરમાં પરિણામ ખરાબ રાગે, તેમ ન કરવું જોઇએ. (૪) અનસૂયત્વ- ઇર્ષા રહિતપણું, બીજા દાતા પ્રત્યે દુર્ભાવ ન રાખવો, અર્થાત્ પોતાને ઘેર મુનિ મહારાજનો આહાર ન થવાથી અને બીજાને ઘેર આહાર થવાથી બીજા પ્રત્યે બુરો ભાવ ન રાખવો. (૫) અવિષાદપણું-અખિન્ન ભાવ, વિષાદ ન કરવો તે. અમારે ત્યાં સારી વસ્તુ હતી, તે અમે આપી શકયા નહિ વગરે પ્રકારે ખિન્નતા કરવી નહિ. (૬) મુદિત પણું - હર્ષ ભાવ, દાન આપીને ખૂબ હર્ષભાવ ન કરે. (૭) નિરહંકારી પણું - નિરભિમાનપણું, અભિમાન ન કરવું.
આ સાત ગુણ દાતાના છે. પ્રત્યેક દાતામાં અવશ્ય હોવા જોઇએ. આ રીતે નવ પ્રકારની ભકિત પૂર્વક તથા સાત ગુણ સહિત જે દાતા દાન આપે છે, તે દાન ઘણું ફળ આપનાર થાય છે અને જે એ સિવાય દાન આપે છે તે ઘણું ફળ આપવા થતું નથી.
શ્રી રત્નકરેંડ શ્રાવકાચાર ગા. ૧૩૩માં દાતાના સાત ગુણ આ પ્રકારે કહ્યા છે. (૧) ભકિત-ધર્મમાં તત્પર રહી, પાત્રોના ગુણોના સેવનમાં લીન થઇ, પાત્રને અંગીકાર કરે, પ્રમાદ રહિત, જ્ઞાન સહિત શાન્ત પરિણામી થયો પાત્રની ભકિતમાં પ્રવર્તે (૨) તુષ્ટિ-દેવામાં અતિ આસતત, પાત્ર લાભને પરમ નિધાનનો લાભ માને. (૩) શ્રદ્ધા (૪) વિજ્ઞાન, (૫) અલોલુપ (૬) સાત્ત્વિક (૭) ક્ષમા.
દાતાના સાતગુણ શ્રદ્ધા, તુષ્ટિ, ભકિત, વિજ્ઞાન, અક્ષુબ્ધતા, ક્ષમા અને શકિત, એ સાત ગુણો દાતાના કહ્યા છે, અન્ય સાત પ્રકાર પણ આ પ્રમાણે કહ્યા છેઃ
૪૪૨
આ લોકના ફળની વાંછા ન કરે, ક્ષમાવાન હો, કપટ રહિત હો, અબ્ય દાતાની ઇર્ષા ન કરે, કરેલા દાન માટે વિષાદ ન કરે, લઇને હર્ષ કરે, ગર્વ ન કરે. આ પ્રમાણે પણ સાત પ્રકાર દાતાના કશ્યા છે.
દાંત ઃદમન કરના, ઇન્દ્રિયોને વિષયમાં ન જવા દે, તે. દાંત આવલી :દાંતની પંકિત
દિગંબર જૈન ધર્મ :જિનેશ્વરદેવનો માર્ગ છે.
દિગંબર દર્શન જૈન દર્શન; દિગંબર કોઈ પક્ષ કે વાડો નથી. વસ્તુનું સ્વરૂપ તે દિગંબર ધર્મ છે.
દિગંબર સંતો :કેવળીના કેડાયતો; ભગવાન કેવળીએ જે દિવ્યધ્વનિમાં કહ્યું છે તે વાત તેઓ જગત સમક્ષ જાહેર કરે છે.
દિગ્મૂઢ :દિશા ભૂલેલું.
દિગમ્બર જૈન ધર્મ સાચો જૈન ધર્મ, વિશ્વ ધર્મ, આત્માનો ધર્મ, સનાતન જૈન ધર્મ દિવ્રતના પાંચ અતિશાર :૧. મર્યાદા કરેલી ઉપરની દિશાઓનું ઉલ્લધંન કરવું ૨
મર્યાદા કરેલી નીચેની દિશાઓનું ઉલ્લધંન કરવું. ૩. મર્યાદા કરેલી તિર્થંક દિશાઓનું ઉલ્લંધન કરવું, ૪. મર્યાદા કરેલા ક્ષેત્રને વધારવું, ૫. પરિણામ કરેલી મર્યાદાને ભૂલી જઇને, હદ વધારી દેવી -એ પાંચ અવિચાર દિવ્રતનાં છે.
દિન(i)કર સૂરજ
દિગ્ધ દૈવી, અદ્ભૂત, ચમત્કારિક
દિવ્ય આત્મા
દિવ્ય ચક્ષુ :દિવ્ય ચક્ષુ છે આત્મદર્શનની ઝંખના, ઇશ્વરી તેમની લગની, સ્વત્વની પ્રતીતિ અને અનુભૂતિ, હાર્દિક વ્યાકુળતા.
દિવ્ય દૃષ્ટિ :દ્રય દષ્ટિ, દિવ્ય ચક્ષુ-દ્રવ્ય ચક્ષુ, અંતરના સ્વભાવચક્ષુ
દિવ્ય ધ્વનિ :સત્ય ધર્મનો ઉપદેશ (૨) પાંત્રીસ ગુણોથી યુકત મેધધારા જેવી વાણી. જેના વડે શુદ્ધ બોધબીજ, એટલે શુદ્ધ સમકિત પ્રાપ્ત થાય. (૩) સર્વજ્ઞની વાણી, તીર્થકરની વાણી.
દિવ્યતા :પરાકાષ્ઠા; અદ્ભૂત; ચમત્કારિક; પ્રકાશમાન.