________________
અધ્યત :આરોપવામાં આવેલું; ખોટુ કલ્પેલું કે સ્થાપેલું, જે વિશેનો ભ્રમ કોઈ
અન્ય પદાર્થમાં હોય તેવું. અધ્યસ્થ :અધ્યસત-ખોટું કલ્પેલું કે સ્થાપેલું; આરોપવામાં આવેલું. અધ્યવસાય : નિશ્ચય; ઠરાવ; મનોવૃત્તિ; મનનું વલણ; પ્રયત્ન; મહેનત; ધંધો. અધ્યાત્મ રાગથી ભિન્ન, આત્મા (૨) આત્માનું પરમરૂપ. (૩) અધિ એટલે
જાણવું, આત્મ = આત્માને, પોતાના આત્માને જાણવો તે જ અધ્યાત્મ. (૪) નામ અધ્યાત્મીઓ, શબ્દ અધ્યાત્મીઓ, સ્થાપના અધ્યાત્મીઓ, ને દ્રવ્ય અધ્યાત્મીઓનો તો જગતમાં સુકાળ છે પણ ભાવ-અધ્યાત્મની જ વિરલતા છે. નિજ સ્વરૂપને-આત્મ સ્વરૂપને જે ક્રિયા સાધે છે તે જ અધ્યાત્મ છે; જે ક્રિયા કરીને ચાર ગતિ સાધે છે તે અધ્યાત્મ નથી. નામ અધ્યાત્મ, સ્થાપન અધ્યાત્મ ને દ્રવ્ય અધ્યાત્મને છોડો; અને ભાવ અધ્યાત્મ કે જે નિજગુણને-આત્મગુણને સાધે છે તેમાં રુચિ કેળવીને મંડી પડો. અધ્યાત્મ તો જ્યાં આત્મવસ્તુનો વિચરા હોય તે છે. બાકી તો લપલપીયાવાતોડીઓ છે. (૫) આત્મા સંબંધી. (૬) મિથ્યાત્વ, વિષયો, કષાયો આદિ બાહ્ય પદાર્થોનું આલંબન છોડી આત્મામાં તલ્લીન થવું તે અધ્યાત્મ છે. (૭) આત્મજ્ઞાન; બ્રહ્મજ્ઞાન; આત્મા-પરમાત્માને લગતું તત્ત્વ; આત્મા સંબંધી
વિચાર કે ક્રિયા; ભેદ જ્ઞાન. (૮) આત્મા સંબંધી. અધ્યાત્મ માર્ગ યથાર્થ સમજાયે પરભાવથી આત્યંતિક નિવૃત્તિ કરવી તે
અધ્યાત્મમાર્ગ. અધ્યાત્મસ્થાશ. જેમાં શુદ્ધ નિશ્ચયસ્વરૂપ આત્મદ્રવ્ય કેવું છે અને તેની નિર્મળ પર્યાય
કેવી છે તેનું નિરૂપણ છે તે અધ્યાત્મશાસ્ત્ર છે. અધ્યાત્મચિંતન :શુદ્ધાત્માના ધ્યાનથી. અધ્યાત્મચિંતન માટે બાહ્ય સામગ્રી અધ્યાત્મ ચિંતનરૂપ ધ્યાન માટે ઉત્સાહ,
નિશ્ચય (સ્થિર વિચાર), ધર્મ, સંતોષ, તત્ત્વદર્શન અને જનપદ ત્યાગ; આ છે પ્રકારની બાહ્ય સામગ્રી છે. ધ્યાનની સિદ્ધિ માટે બાહ્ય સામગ્રી રૂપે છે વાત બતાવવામાં આવી છે. તેમાં ઉત્સાહને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. જો ઉત્સાહ જ ન હોય તો બધું જ વ્યર્થ છે. જો વૈર્ય ન હોય તો સાધનામાં
વિદન-કષ્ટ આદિ ઉપસ્થિતિ તથાં ખલિત થઈ જવું બહુ જ સ્વાભાવિક છે.
થી જ નીતિકારોએ, વૈર્ય સર્વાર્થ સાધન જેવાં વાક્યો દ્વારા ધર્મને સર્વ પ્રયોજનનો સાધક બતાવ્યો છે. વિષયોમાં લાલસાના અભાવનું નામ સંતોષ છે, આ સંતોષ પણ સાધનાની પ્રગતિમાં સહાયક થાય છે, જો સદા અસંતોષ બન્યો રહે તો તે એક મોટી વ્યાધિનું રૂપ લઈ લે છે, તેથી જ અસંતોષો મહાવ્યાધિઃ જેવા વાક્યો દ્વારા અસંતોષને મહાવ્યાધિ માનવામાં આવ્યો છે. જીવાદિ તત્ત્વોનું જે સારી રીતે દર્શનસ્વરૂપ અનુભવન ન હોય તો પછી ઉત્સાહ, નિશ્ચય, ધર્ય તથા સંતોષથી પણ શું થઈ શકે અને ધ્યાનમાં પ્રવૃત્તિ પણ કેવી રીતે થઈ શકે ? ન થઈ શકે. જેથી તત્ત્વદર્શનનું હોવું પરમ આવશ્યક છે, છેલ્લી છઠ્ઠી સામગ્રી છે જનપદ ત્યાગ, જ્યાં સુધી જનપદ અને જનસંપર્કનો ત્યાગ કરવામાં આવતો નથી ત્યાં સુધી સાધનાની પૂર્ણતા નથી. જનસંપર્કથી વાણીની પ્રવૃત્તિ, વાણીની પ્રવૃત્તિથી મનની ચંચળતા અને મનની ચંચળતાથી ચિત્તમાં અનેક પ્રકારના વિકલ્પ તથા ક્ષોભ થાય છે,
જે બધા ધ્યાનમાં બાધક છે. અધ્યાત્મશાસ્ત્ર અધ્યાત્મશાસ્ત્રમાં જીવનું સ્વરૂપ મુખ્યપણે એકલું શુદ્ધ કહેલ છે.
વર્તમાન પર્યાયને ગૌણ કરી, ત્રિકાળી શુદ્ધ સ્વભાવને જીવ કહ્યો છે. (૨) જેમાં શુદ્ધ નિશ્ચયસ્વરૂ૫ આત્મદ્રવ્ય કેવું છે અને તેની નિર્મળ પર્યાય કેવી છે તેનું નિરૂપણ છે તે અધ્યાત્મશાસ્ત્ર છે. (૩) જે શાસ્ત્રમાં આત્માનું કથન છે
તે. નિજ સ્વરૂપ જે કિરિયા સાધે, તેહ અધ્યાતમ લહીએ રે. આનંદઘનજી. અધ્યાત્મસ્થાન :સ્વ. પરના એકપણાનો અધ્યાય હોય ત્યારે વર્તતા વિશુદ્ધ ચૈતન્ય
પરિણામથી જુદાપણું તેમનું લક્ષણ છે એવાં જે અધ્યાત્મસ્થાનો છે તે બધાંય જીવને નથી. અધ્યાત્મસ્થાન એટલે અધ્યવસાય, અધ્યવસાય એટલે વિકારી ભાવ. અહીં પાઠમાં જે વિશુદ્ધ શબ્દ છે તેનો અર્થ શુભ પરિણામ ન કરવો, પણ ત્યાં શુદ્ધ સ્વભાવની વાત છે. જે વિશુદ્ધ પરિણામથી જુદાં જે પુણયપાપ,શરીર, વાણીને મનની ક્રિયાને તેને અને પોતાના આત્માને એકપણે માનવાનો અળ્યવસાય ઊંધો અધ્યવસાય છે. શરીર, વાણી અને બહારનાં નિમિત્તો મને મદદ કરશે એવો જે ભાવ તે અધ્યવસાય છે. જે ભાવ હોય ત્યાં