SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૮ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ હોવા છતાં પણ, તેની સાથે કર્તા-કર્મ સંબંધ માને તર્થનાથ :નાથ કોને કહીએ ? કે જે પ્રાપ્ત છે તેને જાળવી રાખે, રક્ષણ કરે., અને જે અપ્રાપ્ત છે, તેને મેળવી આપે. ભગવાન મહાવીર પ્રાપ્ત ધર્મની રક્ષા કરનારા છે. અને અપ્રાપ્ત મેળવી આપનારા છે, માટે તેઓ તીર્થનાથ છે. આ નિમિત્તની વાત છે, હો. તસ્કર :ચોર તસહી સંતોષ તળ:તળિયું, પાતાળ તળાંઝવું :પગની ચંપી કરવી, (પગની) પરિચર્યા કરવી. તાકાત :યોગ્યતા તાકી બહુ તીવ્ર તાત્કાલિક વર્તમાન; સાંપ્રતિક. (૨) વર્તમાન, તત્કાળ વર્તતા, વર્તમાનકાલીન તાત્પર્ય સારરૂપ ભાવ. (૨) સાર (૩) રહસ્ય (૪) હેતુ, સાર તાત્પર્યવૃત્તિ તાત્પર્ય એટલે સારભૂત કહેવું તે, વૃત્તિ નામ પરિણમન. પરિણામ થાય એવી આ ટીકા, તે હું કહીશ. તાવિક પરમાર્થભૂત (૨) પારમાર્થિક, નિશ્ચયાત્મક તાવિક લોભ સમારી લોભને તાત્વિકરૂપે સમારી, સુધારીને પલટાવીને તાત્વિક આત્મસુખ, આઐશ્વર્ય, આર્મ્સપદાને પમાડું. તાદાત્મ એકત્વ (૨) તત્ત્વરૂ૫, તસ્વરૂપ સંબંધ (૩) એકરૂપતા; અભિન્નતા; એકાત્મકતા; અભેદપણું. (૪) સમાનતા, એકતા, લીનતા (૬) એકરૂપપણું (૭) એકરૂપ થવું તાદાત્મ અધ્યાસ :ભિન્નભિન્ન પદાર્થમાં એકતારૂપ ભ્રાંતિ; અસત્યમાં સત્યપણાની ભ્રાન્તિ; અભિન્નતારૂપ ભ્રાંતિ. તાદામ્ અધ્યાસ:એકરૂપતાપણે ભ્રાંતિમય પ્રતીતિ, ભ્રાન્તિરૂપ અભિન્નતા તાદાત્ય સંબંધ :એક્તારૂપ સંબંધ; લીનતારૂપ સંબંધ; તન્મયપણું. (૨) એકરૂપ | સંબંધ, જીવને પુદ્ગલ કર્મ તથા શરીર સાથે પ્રવાહરૂપે, અનાદિથી જે સંયોગ સંબંધ છે, તેને જીવ એકરૂપ પણ (તાદાભ્ય સંબંધપણે માને છે. આ રીતે અજ્ઞાનપણે, જીવ શરીરને પોતાનું માનતો હોવાથી, શરીર સાથે માત્ર તાદાભ્ય સંબંધ અને સંયોગસિદ્ધ સંબંધ :જ્ઞાન અને આત્મા તો તાદાભ્યસ્વરૂપ છે. એટલે કે એક સ્વરૂપ છે અને આત્માની પર્યાયમાં થતા વિકારી આસવભાવને, આ આત્મા સાથે સંયોગ સિદ્ધ સંબંધ છે. (૨) ગોળ અને ગળપણને તાદામ્ય સંબંધ છે. પણ ડાબલાને અને ગોળને સંયોગસિદ્ધ સંબંધ છે. તેમ આત્માને અને રાગદ્વેષને સંયોગ સિદ્ધ સંબંધ છે. વિકારી ભાવ થાય છે તે પરના સંયોગ થાય છે, માટે તેની સાથે આત્માને સંયોગ સિદ્ધ સંબંધ છે, એટલે સાજો રહેલ સંબંધ છે. અને તાદાત્મ એટલે તસ્વરૂપ સંબંધ, વિકારીભાવને આત્મા સાથે ક્ષણ પૂરતો સંબંધ છે, માટે તે સંયોગી ભાવ છે. તાદાત્ય સિદ્ધ સંબંધ સ્વરૂપ સિદ્ધ સંબંધ, ત્રિકાળ સ્વરૂપનો સંબંધ, જ્ઞાન તે ગુણ છે. અને આત્મા તે દ્રવ્ય છે - તે બન્નેને ત્રિકાળ તાદાભ્ય સિદ્ધ સંબંધ છે. તાદાભ્યરૂપ એકરૂપ; તદ્રુપ. તાદાભ્યવૃત્તિ :એકપણું. તાદામ્ય=એકરૂપ થવું. તાદાત્મસંબંધ :એકરૂપતા; તદ્રુપતા; એકરૂપસંબંધ; તદ્રુપસંબંધ; સ્વભાવભાવ. તાપ:સંસારમાં પોતાની નિંદા વગેરે થતાં પશ્ચાત્તાપ થયો તે તાપ છે. તાપ થવો મનમાં ઉકળાટ અનુભવાવો; ભારે દુઃખની લાગણી થવી. તાપકર :સંતાપ કરાવનાર, દુઃખ ઉત્પન્ન કરનાર. તાપથી ઉત્તીર્ણ થયેલા છેલ્લો તાપ દેવાઈને અગ્નિમાંથી બહાર નીકળેલો. તામસી વૃત્તિ હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય અને પરિગ્રહ, એ પાંચે પાપ તામસી વૃત્તિમાં હોય છે. તાદાભ્ય સ્વરૂપ :એકરૂપ સ્વરૂપ તારું નામું અંતર અવલોકન તારણતરણ :સંસાર સમુદ્રને તરનારા અને ભવ્યત્માને તારનાર.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy