________________
૪૦૫
(૭) દેશવિરતિના પાંચ અતિચાર=
(૧) આનયન-મર્યાદાની બહારથી વસ્તુ મંગાવવી. (૨) પ્રેષ્ઠ પ્રયોગ-મર્યાદાથી બહાર કોઈ મોકલવું. (૩) શબ્દાનુપાત-મર્યાદાથી બહાર વાત કરી લેવી. (૪) રૂપાનુપાત-મર્યાદાથી બહારરૂપ બતાવીને પ્રયોજન બતાવી દેવું. (૫) પુલ ક્ષેય-મર્યાદાથી બહાર પત્ર કે કાંકરો આદિ નાખી
પ્રયોજન બતાવી દેવું. (૮) અનર્થદંડ વિરતિના પાંચ અતિચાર=
(૧) કંદર્પ-બિભત્સ મશ્કરીનાં વચન અસભ્યતાપૂર્ણ બોલવાં. (૨) કૌસ્કુણ્ય-બિભત્સ વિકારી વચનોની સાથે સાથે કાયાની કુચેષ્ટા પણ
કરવી. મૌખર્ય-બહ બકવાદ કરવો. અસમીક્ય અધિકરણ-વિચાર વગર કામ કરવું. ઉપભોગ પરિભોગાનર્થકા-ભોગ અને ઉપભોગના પદાર્થોનો
વૃથા સંગ્રહ કરવો. (૯) સામાયિકના પાંચ અતિચાર= (૧) મનઃદુઃપ્રણિધાન-સામાયિકની ક્રિયાથી બહાર મનને દોડાવવું, ચંચળ
કરવું. (૨) વચનદુ:પ્રણિધાન-સામાયિકના પાઠાદિ સિવાય બીજી કોઈ વાત
કરવી. કાયદુપ્રણિધાન-શરીરને સ્થિર ન રાખતાં આળસમય પ્રમાદી
રાખવું. (૪). અનાદર-સામાયિક કરવામાં આદરભાવ ન રાખવો. (૫) ઋત્યનુપ સ્થાન-સામાયિક કરવું ભૂલી જવું અથવા સામાયિકના
પાઠાદિ ભૂલી જવા. (૧૦) પ્રોષધોયવાસના પાંચ અતિચાર
(૧), (૨), (૩) અપ્રત્યવેક્ષિત અપ્રમાર્જિત ઉત્સર્ગ, આદાન,
સંસ્તરોપક્રમણ દેખ્યા વિના, વાળીને સાફ કર્યા વિના મળ મૂત્રાદિ કરવાં. તેવી જ બેદરકારીથી વસ્તુ ઉઠાવવી અથવા ચટાઈ આદિ
પાથરવી (૪) અનાદર-ઉપવાસમાં આદરભાવ ન રાખવો.
(૫) સ્મૃત્યાઋત્યનુપસ્થાન-ઉપવાસને દિવસે ધર્મક્રિયાને ભૂલી જવી. (૧૧) ભોગપભોગ પરિણામ વ્રતના પાંચ અતિચાર= જે કોઈ શ્રાવક કોઈ
દિવસે સચિત્તનો બિલકુલ ત્યાગ કરે અથવા અમુક ત્યાગ કરે તેની અપેક્ષાએ આ પાંચ અતિચાર છે.
સચિત્ત-ત્યાગેલી સચિત્ત વસ્તુને ભૂલથી ખાઈ લેવી. સચિત્ત સંબંધ-ત્યાગેલી સચિત્ત વસ્તુની સાથે મળેલી વસ્તુને ખાઈ લેવી. સચિત્ત સમ્મિશ્રી-ત્યાગેલી સચિત્ત ચીજને અચિત્તમાં મેળવીને ખાવી. અભિષવ-કામોદ્દીપક પૌષ્ટિક રસ ખાવો. કાચો રહેલો, દાઝી ગયેલો અને અપચો થાય તેવો દુઃ૫કવાહાર થોડો પકાવેલો અથવા વધારે પકાવેલો અથવા પચવાલાયક
આહાર કરવો. (૧૨) અતિથિ સંવિભોગ વ્રતના પાંચ અતિચાર= સાધુને આહાર દેતાં આ
અતિચાર થાય છે. (૧) સચિત્ત નિક્ષેપ-સચિત્ત ઉપર રાખીને કાંઈ દાન દેવું. (૨) સચિત્ત અપિધાન=સચિત્તથી ઢાંકેલી વસ્તુ દાનમાં આપવી. (૩) પરવ્યપદેશ-પોતે દાન ન દેતાં બીજાને દાન દેવાની આજ્ઞા કરવી. (૪) માત્સર્ય-બીજા દાતાર સાથે ઈર્ષાભાવ રાખીને દાન દેવું.
(૫) કાલાતિક્રમ-દાનનો કાળ વીતાવી અકાળે દાન દેવું. (૧૩) સલ્લેખનાના પાંચ અતિચાર=
(૧) જીવિત આશંસા-વધારે જીવતા રહેવાની ઈચ્છા કરવી.