________________
૩૯૧ જીવને સંસારમાં આવવાનું કારણ આ લોકમાં સંસારી જીવથી અનાદિ બંધનરૂપ
ઉપાધિના વિશે સ્નિગ્ધ પરિણામ થાય છે, પરિણામથી પુદ્ગલપરિણામાત્મક કર્મ, કર્મથી નરકાદિ ગતિઓમાં ગમન, ગતિની પ્રાપ્તિથી દેહ, દેહથી ઈન્દ્રિયો, ઇંદ્રિયોથી વિષયગ્રહણ, વિષયગ્રહણથી રાગદ્વેષ, રાગદ્વેષથી પાછા સ્નિગ્ધ પરિણામ, પરિણામથી પાછું પુદ્ગલપરિણામાત્મક કર્મ, કર્મથી નરકાદિ ગતિઓમાં ગમન, ગતિની પ્રાપ્તિથી દેહ, દેહથી ઈન્દ્રિયો, ઇંદ્રિયોથી વિષયગ્રહણ, વિષયગ્રહણથી રાગદ્વેષ, રાગદ્વેષથી વળી પાછા સ્નિગ્ધ પરિણામ. એ પ્રમાણે આ અન્યોન્ય કાર્યકારણભૂત જીવપરિણામાત્મક અને પુલપરિણામાત્મક કર્મકાળ સંસારચક્રમાં જીવને અનાદિ અનંતપણે અને અનાદિ-સાતપણે ચક્રની માફક ફરીફરીને ઘટત કરે
પરમાત્મા મન રહિત છે, કારણ કે મને સંકલ્પ-વિકલ્પ રૂપ છે. અને | પરમાત્મામાં સંકલ્પ-વિકલ્પનો અભાવ છે. પાંચ ઈન્દ્રિયોથી રહિત હોવાને લીધે પરમાત્મા અતીન્દ્રિય છે. લોકાલોક પ્રકાશક કેવલજ્ઞાન સહિત હોવાથી પરમાત્મા જ્ઞાનમય છે. આત્મામાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શનો અભાવ છે. તેથી તે અમૂર્તિક છે. અન્ય દ્રવ્યોમાં ચૈતન્યપણાનો અભાવ છે. માત્ર જીવ દ્રવ્યમાં ચૈતન્યપણું છે તેથી તે ચિત્માત્ર કહેવાય છે. પરમાત્મા ઈન્દ્રિયો વડે જાણવામાં આવતો નથી. વીતરાગ સ્વસંવેદન જ્ઞાનથી જ જણાય છે. માટે ઈન્દ્રિય અગોચર છે.
આવાં લક્ષણોવાળો આત્મા છે. જીવનું લક્ષણ :જીવનું જે લક્ષણ છે તે ઉપયોગ છે, કે જે આત્માનો ચૈતન્યાનું
વિદ્યાપી પરિણામ છે. જેના મૂળ વિભા દર્શન અને જ્ઞાનના ભેદથી બે પ્રકારના છે. આ ભેદોની દષ્ટિએ દેખવા અને જાણવા રૂપ ચૈતન્યને અનુસરીને થતા પરિણામને ઉપયોગ સમજવો જોઇએ. જેમાં આ પરિણમન વાસ્તવિક રીતે જણાય છે તે જ લક્ષ્યભૂત જીવતતત્ત્વ છે, કેમ કે જીવનો સદાન અનન્યભૂત પરિણામ છે. ને જીવથી પૃથક, બીજે કયાંય કહી લક્ષિત થતો નથી. (૨) ઉપયોગ છે, અને તે ઉપયોગ જ્ઞાન દર્શનના ભેદથી, બે
પ્રકારનો બતાવ્યો છે. જીવને શ્રતકશાન ક્યારે ઊપજે 7:આરંભ, પરિગ્રહથી નિવત્યું. જીવનું સ્વરૂપ :જીવ બે પ્રકારના છે : (૧) સંસારી અર્થાત્ અશુદ્ધ અને (૨) સિદ્ધ
અર્થાત્ શુદ્ધ. તેઓ બન્ને ચેતના સ્વભાવવાળા છે અને ચેતનાનો પરિણામ તે ઉપયોગ છે. સંસારી જીવો દેહસહિત છે અને સિદ્ધ જીવો દેહરહિત છે. સંસારીઓ ભવ્ય અને અભવ્ય એમ બે પ્રકારના છે. પાચ્ય અને અપાચ્ય મગની માફક, જેમનામાં શુદ્ધ સ્વરૂપની ઉપલબ્ધિની શક્તિનો અભાવ છે. તેમને ભવ્ય અને જેમનામાં શુદ્ધ સ્વરૂપની ઉપલબ્ધિની શકિતનો અભાવ છે તેમને અભવ્ય કહેવામાં આવે છે.
જીવનની સફળતા :ભાઈ આ અનંતકાળના ફેરા ટાળવાનાં ટાણાં છે માટે
સસ્વરૂપની જિજ્ઞાસા કર ! મનન કર ! વિચાર કર ! પુરુષાર્થ કરે ! વૈરાગ્ય કર ! અંતરમાં કર ! તો જ આ મનુષ્યભવ સફળ છે. જો આ જીવનમાં રાગદ્વેષ, અજ્ઞાન, ક્રોધ, માન, માયા અને લોભના કષાયથી અટકી, કંઈ નવીન સતપરુષાર્થ ન કર્યો, સન્નાન કરી, શરીર અને આત્મા જુદા છે, એનું ભેદજ્ઞાન કરી કાંઈ અપૂર્ણતા ન કરી, તો જીવન મળ્યું કે ન મળ્યું બરાબર છે. કૂતરા કાગડા સૌ જન્મ ને મરે છે. પણ આ જીવનમાં જો આત્મજ્ઞાન મેળવીને કાંઈ અપૂર્વતા થઈ, અંતરવલણ વળ્યું, તો જ આ જીવનની સફળતા . આ માટે સત્પષનો સંગ, સન્શાસ્ત્રનું શ્રવણ, મનન અને સ્વાધ્યાય કરીને, આત્માના પરિણામ મંદ કરી કષાયભાવથી અટકીને, શરીર એ હું નથી પણ મારો આત્મા શુદ્ધ છે, તેમાં લીન થવાનો અભ્યાસ કરવો. આમ પોતાના સ્વભાવના જ્ઞાન-ધ્યાનમાં એકાગ્ર થાય ત્યાં કર્મનું ઝેર ફટ દઈને ઊતરી જાય છે, કર્મ એની મેળાએ ઝરી જાય છે અને સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન તરફ જીવ
વળે છે. જીવમુક્ત જીવનના ત્રણ પ્રકારના તાપને વટાવી બ્રહ્માનંદનો અનુભવ કરનાર
(જીવ), પરમહંસ, જીવદશામાં પણ દુન્વયી આસક્તિથી મુક્ત, બ્રહ્મનિષ્ઠ.