SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ - જીતી શકાતું નથી; પણ પોતાની વર્તમાન અવસ્થા પર લક્ષે થતી હોવાથી દોષવાળી છે. તે અવસ્થાને સ્વભાવ તરફ વાળીને દોષને જીતવા છે. અને તે પોતાથી થઈ શકે છે. પોતાના ત્રિકાળી સ્વભાવના યથાર્થ શ્રદ્ધા-જ્ઞાનપૂર્વક સ્વ-સ્વરૂપમાં સ્થિરતા કરીને, અવસ્થાના દોષને જીતવાના છે. એ રીતે જીતનાર, આત્મા અને જીતવાનું પણ પોતાનામાં જ છે. આ રીતે બન્ને પડખાંને પોતાનાં જાણીને, ત્રિકાળી સ્વભાવની રૂચિના પુરુષાર્થથી, વર્તમાન પર્યાયના-અવસ્થાના દોષને, જે જીતે, તે જૈન છે. આ રીતે જૈનપણું કોઈ વાડમાં, સંપ્રદાયમાં, વેશમાં કે શરીરની ક્રિયામાં નથી. પણ આત્માસ્વરૂપની ઓળખાણમાં જ જૈનપણું છે. હું મારા ત્રિકાળી સ્વભાવની શ્રદ્ધા-જ્ઞાનસ્થિરતા વડે, વર્તમાન ક્ષણિક અવસ્થાના દોષને જીતનાર છું, એ જે જીવ અત્યંતર માર્ગમાં શ્રદ્ધાવાન છે, તે જ વીતરાગધર્મનો ઉપદેશ આપી શકે. હું મારા સ્વભાવથી પરિપૂર્ણ છું, મારા ગુણો પરિપૂર્ણ જ છે. ગુણ કાંઈ ઘટી ગયા નથી, અને પર્યાયમાં મારા દોષથી વિકાર છે, પણ તે વિકાર મારા ગુણસ્વભાવમાં નથી. વિકાર ટાળીને નિર્મળ પર્યાય બહારથી લાવવાની નથી પણ મારા પરિપૂર્ણ વર્તમાન છે, તેમાં એકાગ્રતા કરતાં પર્યાયનો વિકાસ થઈને નિર્મળતા પ્રગટે છે. કોઈ બીજાના કારણે વિકાર થયો નથી. અને કોઈ બીજાના અવલંબને તે ટળતો નથી. આમ પોતાના પરિપૂર્ણ ગુણોની પ્રતીતિ દ્વારા, અવસ્થાના અવગુણને જાણીને, જે ટાળે છે. તે જૈન છે. ચોથા ગુણસ્થાને સમ્યગ્દર્શન પ્રગટતાં, વાસ્તવિક જૈનપણું શરૂ થાય છે, અથવા તો સમ્યગ્દર્શનની સન્મુખ જે જીવ હોય, તેને પણ જૈન કહેવાય છે, અને તેમાં ગુણસ્થાને જે જિનદશા પ્રગટે છે, તે સંપૂર્ણ જૈનપણું; તેમને રાગ-દ્વેષ જીતવાના બાકી રહ્યા નથી. જૈનધર્મ એ વસ્તુનું સ્વરૂપ છે; જગતના જડ ચેતન પદાર્થોનું યથાર્થ સ્વરૂપ બનાવનાર, જૈન દર્શન તે વિશ્વદર્શન છે. સંપૂર્ણ રાગ-દ્વેષને જીતનાર પોતાના વીતરાગ સ્વરૂપનું જેને ભાન છે, પણ હજી પૂર્ણ રાગ-દ્વેષ જીત્યા નથી તે છબસ્થ જૈન છે. અને વીતરાગ સ્વરૂપના ભાન પૂર્વક જેણે સંપૂર્ણ રાગ-દ્વેષ જીત્યા છે, તે પૂર્ણ જૈન છે. આવા પુરુષો જ જૈનદર્શનના રહસ્યના વકતા થઈ શકે. (૬) નિજ ૩૭૧ શુદ્ધાત્મ દ્રવ્યના આશ્રયથી મિથ્યાત્વ, રાગ-દ્વેષાદિને જીતનારી નિર્મળ પરિણતિ જેણે પ્રગટ કરી છે, તે જ જૈન છે. મિથ્યાત્વના નાશપૂર્વક જેટલા અંશે જે રાગાદિનો નાશ કરે છે, તેટલા અંશે તે જૈન છે. વાસ્તવમાં જૈનત્વનો પ્રારંભ, નિશ્ચય સમ્યગ્દર્શનથી જ થાય છે. જૈન થવાને લાયક જીવું એ જીવ શરાબ, માંસ, મધ, ઉમરો, અંજીર, પાપર કે પીપળાના ફળ અને વડના ટેટા આ આઠ ચીજનો ત્યાગ કરે છે તેને જિનનો ઉપદેશ દેવા લાયક છે. જૈન દર્શન દરેક નયથી સંપૂર્ણ અપેક્ષાઓને સ્વીકારીને, આત્મત્વનું કથન કરનાર દુનિયામાં કોઈપણ દર્શન હોય, તો ખરેખર તે જૈનદર્શન છે. આખી દુનિયાના દર્શનોને-નયનોની અપેક્ષા વડે, સત્ય અને અસત્યનો ભેદ પાડી, ન્યાય આપનાર જૈન દર્શન છે. જૈન દર્શન : હું તો એક ત્રિકાળી ધ્રુવ પરમ સ્વભાવભાવમય શુદ્ધ જ્ઞાનાનંદ સ્વરૂપી પરમાત્મ દ્રવ્ય જ છે; દયા-ધનના વિકલ્પય હું નહિ અને એક સમયની પર્યાય પણ હું નહિ. -એમ ધ્રુવમાં એકપણે રહીને, આ ભાવના ધુવનો નિર્ણય કરે છે. આનું નામ જૈન દર્શન છે. એ મહા અદ્ભૂત અલૌકિક ચીજ છે. (૨) જૈન શાસન શું છે ? જૈન શાસન એ ત્રિકાળી જ્ઞાયક ભાવ છે. એમાં એકાગ્રતા થવી-ભાવમતિ-ભાવકૃતજ્ઞાન દ્વારા, પ્રત્યક્ષપણે અંદરમાં એકાગ્ર થવું- એ જૈન શાસન છે. જૈન શાસન કોઈ આત્માની પર્યાયથી પૃથક રહે છે, એવું નથી. જૈનશાસન, એ વીતરાગ સ્વરૂપ ત્રિકાળ જે છે - નિજબિંબ ત્રિકાળ ધ્રુવ જેને અહીં પારિણામિક ભાવ કહ્યો, એ અકષાયસ્વરૂપ-નિજબિંબ વીતરાગ આત્મા છે. એને જ ખરો આત્મા, કહેવામાં આવેલ છે. એ આત્માનો વિષય કરવાવાળી જે પર્યાય છે, એ પર્યાયને જિન શાસન કહે છે. એમાં રાગ, દયા, દાન, શુભરાગ કે વિકલ્પ આવતા નથી. એ ત્રણ ભાવને ભાવત્રય કહેવાય છે. આગમભાષાએ ઉપશમ ભાવ - શાંતરસનું વેદન - ક્ષયોપશમ ભાવ, સમંતરસનું વેદના અને ક્ષાવિકભાવ. ઉગ્ર શાંતરસનું વેદન - એ ત્રયભાવ મોક્ષનાં કારણ અથવા નિશ્ચય-મોક્ષમાર્ગ,
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy