SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ મોહનીય રાગાદિક પરિણામરૂપ છે, તેનો પ્રતિપક્ષ વીતરાગ ભાવ છે. (૩) ચારિત્ર મોહનીય કર્મમાં ચાર અનંતાનુબંધી કષાય કર્મ છે, જેના ઉદયથી દીર્ઘકાળ સ્થાથી કઠિનતાથી મટે તેવાં કષાય પરિણામ થાય છે, જેમ પત્થરમાં કોતરેલી લીટી કઠિનતાથી મટે છે. તેવા અનંતાનુબંધી કષાય (ક્રોધ, માન,માયા, લોભ) છે. અનાદિ મિથ્યાદષ્ટિ જીવ અને અત્યારસુધી સમ્યકત્વ થયું નથી, તેના સમ્યગ્દર્શન ગુણને મિથ્યાત્વ કર્મ અને ચાર અનંતાનુબંધી કષાયોએ ઢાંકી રાખ્યો છે. જયાં સુધી તે ઉદયમાંથી ખસે નહિ, ત્યાં સુધી સમ્યગ્દર્શનગુણ પ્રગટ થઈ શકતો નથી. આ કર્મોના આક્રમણને હઠાવવા માટે વ્યવહાર સમ્યગ્દર્શનનું સેવન જરૂરી છે. જેમ ઔષધ ખાવાથી રોગ જાય છે, તેમ વ્યવહાર સમ્યગ્દર્શનના સેવનથી નિશ્ચય સમ્યગ્દર્શનનો પ્રકાશ થાય છે અને મિથ્યાત્વ રોગ જાય છે. (૪) તથારૂપ પરમાર્થને પરમાર્થ જાણીને આત્મસ્વભાવમાં જે સ્થિરતા થાય, તે સ્થિરતાને રોધક એવા પૂર્વ સંસ્કારરૂપ કષાય અને નોકષાય, તે ચારિત્રમોહનીય. ચારિત્ર મોહનીય રાગાદિક પરિણામ રૂપ છે, તેનો પ્રતિપક્ષ વીતરાગ ભાવ છે. (૫) ચારિત્ર મોહનીયથી અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભ, એ ચાર પ્રકારનાં મિથ્યાત્વ થાય છે. થારિત્ર ગુણ નિશ્ચય સમ્યગ્દર્શન સહિત સ્વરૂપમાં ચરવું-રમવું. પોતાના સ્વભાવમાં અકષાય પ્રવૃત્તિ કરવી તે ચારિત્ર છે. તે ચારિત્ર, મિથ્યાત્વ અને અસ્થિરતા રહિત અત્યંત નિર્વિકાર એવો જીવનો પરિણામ છે, અને એવા પર્યાયોને ધારણ કરનાર ગુણને ચારિત્રગુણ કહે છે. એવા પરિણામોને સ્વરૂપ સ્થિરતા, નિશ્ચલતા, વીતરાગતા, સામ્ય, ધર્મ અને ચારિત્ર કહે છે.જયારે આત્માને ચારિત્રગુણનો એવો શુદ્ધ પર્યાય ઉત્પન્ન થાય છે ત્યારે બાહ્ય અને આત્યંતર ક્રિયાનો યથા સંભવ (ભૂમિકાનુસાર) નિરોધ થઇ જાય છે. થારિત્ર ગુણની મુખ્યતાએ નિશ્વય સગ્દર્શનની વ્યાખ્યા :જ્ઞાન ચેતનામાં, જ્ઞાન શબ્દથી જ્ઞાનમય હોવાના કારણે શુદ્ધાત્માનું ગ્રહણ છે. અને તે શુદ્ધાત્મા, જે દ્વારા અનુભૂત થાય, તેને જ્ઞાનચેતના કહે છે. ૩૪૯ આત્માનો જ્ઞાનગુણ, સમ્યત્વયુક્ત થતાં આત્મસ્વરૂપની જે ઉપલબ્ધિ થાય છે, તેને જ્ઞાનચેતના કહે છે. નિશ્ચયી આ જ્ઞાનચેતના, સમ્યગ્દષ્ટિને જ હોય છે. નોંધ :- અહીં આત્માનો જે શુદ્ધોપયોગ છે - અનુભવ છે, તે ચારિત્ર ગુણનો પર્યાય છે. આત્માની શુદ્ધ ઉપલબ્ધિ, સમ્યગ્દર્શનનું લક્ષણ છે. નોંધ :- અહીં એટલું લક્ષમાં રાખવું કે જ્ઞાનની મુખ્યતાએ તથા ચારિત્રની મુખ્યતાએ જે કથન છે, તેને સમ્યગ્દર્શન બાહ્ય લક્ષણ જાણવું, કેમકે સમ્યજ્ઞાન અને અનુભવની સાથે સમ્યગ્દર્શન અવિનાભાવી હોવાથી, સમ્યગ્દર્શનને અનુમાનથી સિદ્ધ કરે છે. એ અપેક્ષાએ તેને વ્યવહાર કથન કહેવામાં આવે છે અને દર્શન (શ્રદ્ધા) ગુણ અપેક્ષાએ જે કથન છે, તેને નિશ્ચયકથન કહેવામાં આવે છે. દર્શનનું નિશ્ચય સ્વરૂપ એવું છે, કે ભગવાન પરમાત્મા સ્વભાવના અતીન્દ્રિય સુખની રુચિ કરવાવાળા જીવમાં શુદ્ધ, અંતરંગ, આત્મિક તત્ત્વના આનંદને ઊપજવાનું થાય, એવા શુદ્ધ જીવાસ્તિકાયનું (પોતાના જીવસ્વરૂપનું) પરમ શ્રદ્ધાન, દઢ પ્રતીતિ અને સાચો નિશ્ચય એ જ દર્શન. (આ વ્યાખ્યા સુખ ગુણની મુખ્યતાથી છે.) ચારિત્ર દશા :આત્મા અતીન્દ્રિય આનન્દમૂર્તિ છે. એનું ભાન થઇને એમાં વિશેષ વિશેષ લીનતા- રમતા થતાં જે પ્રચુર આનંદનું વદન થાય તે ચારિત્રદશા છે.પ્રથમ જેને સમ્યગ્દર્શનહોય તેને વિશેષ સ્થિરતા થાય તે ચારિત્ર છે. સમ્યગ્દર્શન ન હોય અને પાધરા (સીધા) વ્રત લઇને બેસી જાય એ તો બધાં એકડા વિનાનાં મીડાં છે. એ બધું મિથ્યાત્વની ભૂમિકા છે. ચારિત્ર દશા : સમસ્ત કર્મથી રહિત, એવી દશાનું નામ ચારિત્ર છે. થારિત્રનું અપૂર્વકરણ પૂર્ણ સ્થિરતા લાવવાનો તથા કેવળજ્ઞાન, કેવળદર્શન પ્રગટ કરવાનો પ્રયોગ; સ્વરૂપસ્થિરતાની શ્રેણીમાં આરૂઢ થવું તે. થારિત્રના પાંચ પ્રકાર :(૧) સામાયિક-સમભાવ રાખવો. (૨) છેદોપસ્થાપના=સામાયિકમાંથી પડી જવાય ત્યારે કરી સામાયિકમાં સ્થિર
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy