SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૧ ગોપીઓ આત્મસ્વરૂપના અનુપમ સૌંદર્યથી જે ચિત્તવૃત્તિઓ રૂપ ગોપીઓને, | પોતાના સ્વરૂપ સૌદર્ય ભણી આકર્ષી રાખે છે એવા, આત્મારૂપ કૃષ્ણનો જેને લેશ પણ પ્રસંગ થાય, તેને સંસારનો રંગ ન ગમે. ગુણસ્થાન આ મિથ્યાત્વાદિ ગુણસ્થાનો-પહેલાથ માંડીને ચૌદમાગુણ શઅથાન સુધીના બધાય પદગલિક મોહકર્મની પ્રકૃતિના ઉદયપૂર્વક થાય છે. એ તેથી તેઓ સદાય અચેતન છે. સંસ્કૃત ટીકામાં વિપાક શબ્દ લીધો છે, જ્યારેગુજરાતીમાં ઉદય શબ્દ છે. જે જડ મોહકર્મ છે એના ઉદય નામ વિપાકકાળે વિપાકપૂર્વક આ ચૌદ ગુણસ્થાન થાય છે. જેવી રીતે વિશુદ્ધિનાં સ્થાન રાગની મંદતાનાં સ્થાન અર્થાત્ અસંખ્ય પ્રકારના પ્રશસ્ત શુભરાગના ભાવ પણ મોહકર્મની પ્રકૃતિના વિયાપકૂર્વક થાય છે અને તેથી તે અચેતન પુદ્ગલ છે. આ જે દયા, દાન, પ્રત, તપ ભક્તિ આદિ જે શુભભાવવિશુદ્ધભાવ છે તે સર્વ પુલ-કર્મના વિપાકપૂર્વક થયેલા છે અને તેથી અચેતન પુદગલ છે એમ કહે છે. સમયસાર ગાથા ૬૫-૬૬માં પર્યાપ્ત, અપર્યાપ્ત, બાહર, સૂક્ષ્મ આદિ ભેદો નામપ્રકૃતિથી થયા છે એમ લીધું હતું. અહીં મિથ્યાત્વાદિ ચૌદેય ગુણથાનો મોહકર્મની પ્રકૃતિના ઉદયથી થયા છે એમ કહે છે. જયસેનાચાર્યની ટીકામાં મોહજોગ ભવા એવું ગોમ્મદસારનું વચન ઉદ્દત કરી દર્શાવ્યું છે કે મોહ અને યોગના નિમિત્તથી આ બધા ગુણસ્થાનના ભેદ પડે છે. ગોલીક:૫શુ સંબંધી (ગોવાલીક). ગોળીટા ખાય તૃષ્ણાના કોકડાંની જાળમાં ગુંચાય. (૨) ગલોટિયા ખાય; ગુલાંટ ખાય. ગોસાઈ ઇન્દ્રિયોને કાબુમાં રાખે, તે ગોસાઇ (૨) ઈંદ્રિયોને કબજે કરે તેને ગોંસાઈ કહીએ. ગૌણ :અમુખ્ય (૨) મુખ્ય ન હોય તેવું; અમુખ્ય; પેટામાં સમાય તેવું (૩) ઉપાય (૪) અપ્રધાન; મુખ્ય નહિ. (૫) વજન નહિ, વજન એક સ્વાશ્રયભાવનું જ છે. આત્મા તરફ ઢળતાં જે ભાવ થાય, તે ભાવનું અહીં વજન છે. ગૌણ કરવો પડ્યો :દબાવી દેવો પડ્યો; અંતરમાં સમાવી દેવો પડ્યો. ગૌતમ ભગવાન મહાવીરના પ્રધાન શિષ્ય, એમનું બીજું નામ ઇંદ્રભૂતિ હતું ઇટ :શરીર (૨) ઘડો ઘટપરિચય : હદયનું ઓળખાણ ઘટ-પ્રદીપ ઘડામાં મૂકેલો દીવો. ઘટાટોપ :ચારેબાજુ ઢંકાઇ જાય, તેવી ઘટા ઘટારત જ છે હોવી જોઇએ ઘટારત :યોગ્ય ઘટિત પોતપોતાની યોગ્યતા પ્રમાણે, યથાયોગ્ય. ઘડી :૨૪ મિનિટ બે ઘડી ૪૮ મિનિટ (૨) ૨૪ મિનિટ અહોરાત્રિ મળીને, ૩૦ ઘડીનો દિવસ થાય છે. (૩) ૨૪ મિનિટ, ૬૦ ઘડી-એક દિવસ ઘણાં સંખ્યાથી અનેક ધન :સજ્જડ ગાઢ, નક્કર, ગીચ ઘનઘાતી કર્મ ચાર છે- જ્ઞાનાવરણીયકર્મ, દર્શનાવરણીયકર્મ, મોહનીયકર્મ તથા અંતરાયકર્મ. આત્માના મૂળ ગુણોને આવરણ કરનાર હોવાથી, એ ચારે કર્મ ઘનઘાતી કહેવાય છે. ઘન પટલ :ઘટ (ઘાટા) થર; ઘણો જથ્થો (૨) ઘટ્ટ થર; ઘણો જથ્થો ઘનજી જેની લંબાઇ પહોળાઇ એને જાડાઇ સરખી થાય એવી રીતે રજજુનું પરિમાણ કરવું તે. મધ્યલોક પૂર્વથી પશ્ચિમ એક રજુ પ્રમાણ છે, તેટલો જ લાંબો પહોળો ઊંચોલોકનો વિભાગ ઘનવત :ઘનોદધિ અથવા વિમાન આદિના આધારભૂત, એક પ્રકારનો કઠિન વાયુ. ઘનત વલય :ઘટ હવાનું વાતાવરણ (૨) વલયાકારે રહેલ ઘનવાયુ, ઘટ હવાનું વાતાવરણ (૩) એમાં સઘન વાયું છે. આ ઘનોદધિ વાતવલયને ઘનવાતવલયે ઘેરી રાખ્યો છે. ઘનોદધિ વાતાવલય આ વાતવલયમાં પાણી મિશ્રિત હવા છે. સર્વ લોક પહેલાં ઘનોદધિ વાતાવરણથી વીંટાયેલો છે. ઘનોદધિ (અ) વાતવલય :વરાળનું ઘટ વાતાવરણ (નાલય)
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy