SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ગણો તે વિસ્તાર વિશેષો- તેઓ સામાન્ય-વિશેષાત્મક હોવાથી બે પ્રકારનાં છે. જેમાં અસ્તિત્વ, નાસ્તિત્વ, એકત્વ, અન્યત્વ, દ્રવ્યત્વ, પર્યાયત્વ, સર્વગતત્વ, અસર્વગતત્વ, સપ્રદેશત્વ, અપ્રદેશત્વ, મૂર્તતત્વ, અમૂર્તિત્વ, સક્રિયતત્વ, અક્રિયત, ચેતન, અચેતનત, કર્તુત્વ, અકર્તુત્વ, ભોકતૃત્વ, અભોકૃત્વ, અગુરુલઘુત્ર ઇત્યાદિ સામાન્યગુણો છે. અવગાહહેતૃત્વ, ગતિ નિમિત્તતા, સ્થિતિ કારણત્વ, વર્તનાયતનત્વ, રૂપાદિમત્વ, ચેતનવ ઇત્યાદિક વિશેષ ગુણો છે. (૨) કેટલાક ગુણો અન્ય દ્રવ્યો સાથે સંબંધ રહિત હોવાને લીધે અર્થાત્ અન્ય દ્રવ્યોમાં નહિ હોવાને લીધે અસાધારણ છે અને તેથી વિશેષણભૂત-ભિન્નલક્ષણભૂત છે; તેમના વડે દ્રવ્યોનું ભિન્નપણું નક્કી કરી શકાય છે. (૩) વસ્તુના અન્વયે વિશેષો તે ગુણો છે. (ગુણોમાં સદાય સદશતા રહેતી હોવાથી તેમનામાં સદાય અવ્યય છે, તેથી ગુણો દ્રવ્યના અન્વથી વિશેનો (અળ્યવયવાળા ભેદો) છે. (૪) જેઓ દ્રવ્યો ને આશ્રય તરીકે પામે, પ્રાપ્ત કરે, પહોંચે છે, અથવા જેઓ આશ્રય ભૂત દ્રવ્યો વડે પમાય- પ્રાપ્ત કરાય-પહોંચાય છે, એવા અર્થો તે ગુણો છે. (૫) વિસ્તારવિશેષો તેઓ સામાન્ય વિશેષાત્મક હોવાથી બે પ્રકારના છે. ગત :ચાલ ગશિનું લક્ષણ અને ભેદ જીવના ઉપયોગેનું મન સાથે જોડાણ તે મનોયોગ વચન સાથે જોડાણ તે વચન યોગ છે અને કામ સાથે જોડાણ તે કામયોગ છે. તથા તેનો અભાવને અનુક્રમે મનગુમિ, વચનગુક્તિ અને કાય મૂર્તિ છે. આ રીતે નિમિત્તના અભાવની અપેક્ષાએ ગુપ્તિના ત્રણ ભેદ છે. સર્વ મોહ-રાગ-દ્વેષને દૂરકરીને ખંડ રહતિ અદ્વૈત પરમ ચૈતન્યમાં સારી રીતે સ્થિત થવું તે નિશ્ચય મનોમિ છે. સંપૂર્ણ અસત્ય ભાષાને એવી રીતે ત્યાગવી કે અથવા એવી રીતે મૌનવ્રત રાખવું કે મૂર્તિ કે દ્રવ્યમાં અમૂર્તિક દ્રવ્યમાં કે બંનેમાં વચનની પ્રવૃત્તિ અટકે અને જીવ પરમ ચૈતન્યમાં સ્થિર થાય તે નિશ્ચય વચન ગુમિ છે.સંયમવધારી મુનિ જ્યારે પોતાના આમસ્વરૂપ ચૈતન્યમય શરીરથી જડ શરીરનું ભેદજ્ઞાન કરે છે (અર્થાત્ શુદ્ધાત્માના ૩૨૩ અનુભવમાં લીન થાય છે, ત્યારે અંતરંગમાં પોતાના આત્માની ઉત્કૃષ્ટ મૂર્તિનું નિશ્ચયપણું થવું તે કાયમિ છે. ગુમિનું સ્વરૂપ વીતરાગભાવ થતાં જ્યાં મન-વચન કાયાની ચેષ્ટા થાય નહિ ત્યાં સાચી ગુતિ છે. ખરી રીતે ગુમિનો એક જ પ્રકાર છે અને તે વીતરાગ ભાવરૂપ છે. ગુપ્તિના ત્રણ પ્રકાર નિમિત્તની અપેક્ષાએ કહ્યા છે. મન-વચન-કાયા એ તો પરદ્રવ્ય છે. તેની કોઇ ક્રિયા બંધ કે અબંધપણાનું કારણ નથી. વીતરાગભાવ થતાં જેટલે અંશે મન-વચન-કાયાતરક જીવ જોડતો નથી એટલે અંશે નિશ્ચયગુમિ છે અને તે જ સંવરનું કારણ છે. ગતભવ:પૂર્વભવ, પૂર્વજન્મ ગત્યાનુ પુવી નામકર્મ જે કર્મના ઉદયથી મરણ પછી અને જન્મ પહેલાં વિગ્રહ ગતિમાં રસ્તામાં, આત્માના પ્રદેશ મરણ પહેલાંના શરીરના આકારે રહે છે, તે ગત્યાન પૂર્વી છે. ગતોક શોક રહિત ગતિ રાગદ્વેષાદિ તીવ્ર હોય તો નરક કે તિર્યંચાદિ ગતિમાં જાય છે અને મંદહોય તો દેવ કે મનુષ્ય થાય છે. (૨) દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચ ગતિ અને નારકગતિ, ચારેગતિમાંથી એકમાત્ર મનુષ્યદેહથી મોક્ષ છે. બાકીની ત્રણે ગતિથી મોક્ષ નથી. (૩) રસ્તો (૪) મનુષ્યગતિ, તિર્યંચ ગતિ, દેવ ગતિ અને નરક ગતિ. (૫) નારક, તિર્યંચ, દેવ અને મનુષ્યરૂપ જીવની અવસ્થા વિશેષને, ગતિ કહે છે એમાં ગતિ નામે નામકર્મ નિમિત્ત છે. (૬) લોકાલોક વ્યાપ્તરૂપ ગતિ. (૭) નારક, તિર્યંચ દેવ અને મનુષ્યરૂપ, જીવની અવસ્થા વિશેષને ગતિ કહે છે. તેમાં ગતિ નામે નામ કર્મ નિમિત્ત છે. (૮) મૃત્યુ થયા પછી ચાર ગતિમાંથી કોઈ એક ગતિમાં જન્મવું. (૯) ઇચ્છિત ગતિમાંથી અન્ય ગતિમાં જવું, તે ગતિ છે. (૧૦) જેના ઉદયથી જીવ બીજો પર્યાય (ભાવ) પામે છે. (૧૧) માર્ગ (૧૨) સંસારમાં થતાં જન્મ મરણ (૧૩) ઈચ્છિત ગતિમાંથી અન્ય ગતિમાં જવું તે ગતિ છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy