________________
દર્શન- સ્વરૂપ ને ત્રિકાળ શ્રદ્ધા સ્વરૂપ સ્વભાવ છે તેને કારણ દૃષ્ટ કહે છે. (૩) ત્રિકાળી દર્શનોપયોગ અને ત્રિકાળી ધ્રુવ શ્રદ્ધા એવા તેના બે અર્થો પણ છે. કારણ દર્શન; કારણ શ્રદ્ધા; સહજ પરમ પરિણામિક ભાવ; ત્રિકાળી જ્ઞાનોપયોગ ; ત્રિકાળી શ્રદ્ધા, કારણ દષ્ટિ તો ખરેખર શુદ્ધાત્માની સ્વરૂપ શ્રદ્ધામાત્ર જ છે.
કારણના ભેદ :હેતુ બે પ્રકારના છે. બાહ્ય અને અત્યંતર. બાહ્ય હેતુ પણ બે પ્રકારના છે. અનાત્મભૂત અને આત્મભૂત તેમ અત્યંતર હેતુ પણ બે પ્રકારના હોય છે. આત્મભૂત અને અનાત્મભૂત. કારણના ભેદોનું લક્ષણ :(જ્ઞાન-દર્શનરૂપ ઉપયોગના પ્રકરણમાં) કારણનિયમ :સહજ પરમ પારિણામિક ભાવે સ્વાભાવ અનંત ચતુષ્ટાત્મક શુદ્ધજ્ઞાન ચેતના પરિણામ સ્થિત છે. અને તે નિયમ-કારણનિયમ છે. જુઓ, શું કીધું આ! કે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ તથા અનંત વર્ષ-એમ સ્વભાવ ચતુષ્ટમય જે શુદ્ધજ્ઞાન ચેતના છે તે પરમ પારિણામિક ભાવમાં સ્થિત છે. આ ત્રિકાળી શુદ્ધ જ્ઞાન ચેતનની વાત છે હો. અહો! પહેલાં ત્રિકાળી પરમ પારિણામિક ભાવ કહ્યો, અને હવે તેમાં રહેલા-સ્થિત સ્વભાવ અનંત ચતુષ્ટય એ ગુણ કહ્યા; અને તે સ્વભાવ અનંત ચતુષ્ટયનું એકરૂપ, તે શુદ્ધ જ્ઞાન ચેતના છે એમ લીધું, તે કારણ નિયમ છે.
કારણપરમાત્મા ત્રિકાળી ધ્રુવશક્તિ; કારણશુદ્ધ જીવ; તેમાંથી કેવળજ્ઞાનાદિરૂપ, કાર્ય થાય છે. કેવળજ્ઞાન, કેવળ આનંદ આદિ, પ્રગટ થવાની શક્તિ દ્રવ્યમાં છે. શુદ્ધ જીવ, કારણપરમાત્મા છે, તેમાંથી મોક્ષમાર્ગ અને મોક્ષરૂપી કાર્ય પ્રગટે છે. કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંત આનંદ ને અનંત વીર્ય, કાર્યપરમાત્મા છે, ને શુદ્ધજીવ, શક્તિરૂપ કારણપરમાત્મા છે. જેની કારણપરમાત્મા ઉપર દૃષ્ટિ નથી પણ વ્યવહાર ઉપર દૃષ્ટિ છે. તે વ્યવહારભાસી મિથ્યાદષ્ટિ છે. દયાદાનાદિ પરિણામ સાધન નથી. પરમ પારિણામિકભાવ કે, જેને પરની અપેક્ષા નથી, લાગતી નથી તે સાધન છે. (૨) કારણશુદ્ધ જીવ; ત્રિકાળી ધ્રુવશક્તિ. ત્રિકાળી ધ્રુવશક્તિમાંથી કેવળજ્ઞાન, કેવળ આનંદ આદિ, પ્રગટ થવાની શક્તિ દ્રવ્યમાં છે. વર્તમાન
૩૦૫
પર્યાયમાં અથવા વ્યવહાર રત્નત્રયમાં, કેવળજ્ઞાન પ્રગટ કરવાની તાકાત નથી. હું શુદ્ધ ચિદાનંદ છું, એમાંથી સમ્યગ્દર્શન-જ્ઞાનરૂપી કાર્ય પ્રગટે છે. શુદ્ધ જીવ કારણપરમાત્મા છે. તેમાંથી મોક્ષમાર્ગ ને મોક્ષરૂપી કાર્ય પ્રગટે છે. કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંત આનંદ ને અનંત વીર્ય, કાર્યપરમાત્મા છે, ને શુદ્ધ જીવ શક્તિરૂપે કારણપરમાત્મા છે. દયાદાનાદિ પરિણામ સાધન નથી, પરંતુ પરમ પારિણામિક ભાવ કે, જેને પરની અપેક્ષા લાગતી નથી, તે સાધન છે. (૩) કારણપરમાત્મા નો અંદર ત્રિકાળ એક જ્ઞાયક ભાવ પણે બિરાજી રહ્યો છે પણ, એને અંતર મુખ પણે પ્રતીતિમાં આવે ત્યારે ‘હું કારણપરમાત્મા છું’- એમ ભાન થાય ને? પ્રતીતિમાં આવ્યા વિના એને કારણપરમાત્મા ક્યાં છે? ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ, નિજ પરમાત્મ દ્રવ્યનું સમ્યક શ્રદ્ધાન થાય, તેને હું કારણ પરમાત્મા સ્વરૂપ છું- એમ ભાસે છે. ને તેને કાર્ય(કાર્ય પરમાત્મા) પ્રગટે છે. જે એક સમયની પર્યાય અને રાગની શ્રદ્ધામાં રહ્યો છે, તેને કારણ પરમાત્મા કેમ ભાસે? તેને કાર્ય ક્યાંથી પ્રગટે? સમયસાર ગાથા ૧૭-૧૮માં આવી ગયું કે- આ બાળ ગોપાલ બધા આત્માઓને વર્તમાન જે જ્ઞાન પર્યાય છે, તેમાં નિજ પરમાત્મદ્રવ્ય જ ભાસે છે, પણ અજ્ઞાનીઓની દૃષ્ટિ ત્યાં નથી. આખું દ્રવ્ય પોતાના જ્ઞાનમાં જ જણાય, એવી પોતાની ચીજ છે કેમ કે, જ્ઞાનની પર્યાયનો સ્વપર પ્રકાશક સ્વભાવ છે, પણ એવી (અજ્ઞાની જીવની) દૃષ્ટિ સ્વ ઉપર નથી પણ, પર ઉપર છે. પર્યાય અને રાગ ઉપર છે. તેથી જે નિજ પરમાત્મ દ્રવ્ય જણાય છે તેનો અનાદર કરે છે અને રાગ અને અંશમાત્ર ‘હું છું એમ તે માને છે' હવે આવી વાત છે, ત્યાં એને કાર્ય કેમ પ્રગટે?
કળશ ટીકામાં આવે છે કે-જેમ ઢાંકેલો નિધિ પ્રગટ કરવામાં આવે છે તેમ જીવદ્રવ્ય પ્રગટ જ છે, પરંતુ કર્મસંયોગથી ઢંકાયેલું હોવાથી, મરણને પ્રાપ્ત થઇ રહ્યું હતું; તે ભ્રાન્તિ પરમગુરુ શ્રી તીર્થંકરનો ઉપદેશ સાંભળતાં મટે છે. કર્મસંયોગથી ભિન્ન શુદ્ધ જીવસ્વરૂપનો અનુભવ થાય છે. આવો અનુભવ તે સમ્યક્ત્વ છે. એક સમયની પર્યાય અને રાગ, જેટલો આત્માને માને, તેને આત્મા મરણને પ્રાપ્ત થઇ રહ્યો છે, કેમ કે જીવતી જ્યોત નિજ પરમાત્મ દ્રવ્ય